Mojemoj.com

Best Gujarati Blog

માટીની તાવડી પર બનેલી રોટલી સ્વાસ્થ્ય માટે લાભકારી છે. જાણો ચમત્કારિક લાભ

આધુનિક જીવનશૈલીએ આપણને ભારતીયોને આપણી જૂની-પુરાણી પરંપરાથી એટલા બધા દૂર કરી દીધા છે કે હવે, પાછુ વળીને જોઈએ તો એવું લાગે કે આપણે અભણ છીએ, પણ હકીકતમાં એ જુના રીત-રિવાજો આજે પણ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. જેમ કે ભારતીય પરંપરા મુજબ માટીના વાસણમાં રસોઈ બનાવવાનું પ્રચલિત હતું, પણ આજે આપણે એટલા બધા આધુનિક બની ગયા છીએ કે માટીના વાસણમાં રસોઈ બનાવવી ગમતી નથી પણ વાસ્તવમાં જોઈએ તો માટીના વાસણનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. આયુર્વેદમાં પણ જણાવ્યું છે કે, સ્ટીલ કે એલ્યુમિનિયમનાં વાસણ કરતા માટીના વાસણમાં બનાવેલ રસોઈ વધુ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. માટીના વાસણમાં ધીમી આંચે રસોઈ બનતી હોવાથી તે એકદમ પૌષ્ટિક બને છે.

ખાસ કરીને માટીની તાવડી (તવા) ઉપર બનેલ રોટલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે, એ જ કારણ છે કે, આજકાલ મેટ્રો સીટી અને શહેરી રહેઠાણોમાં પણ માટીની તાવડી અને સાથે દેશી ચૂલા પણ નજરે ચડે છે. આજે અમે તમને તાવડી પર બનેલ રોટલી ખાવાના કેટલાક ફાયદા જણાવીશું, જે જાણ્યા પછી તમે પણ ઘરમાં એક તાવડી અને ચૂલો વસાવી લેશો. તો ચાલો જાણીએ ફાયદાની વાત ‘જ્ઞાન સાથે ગમ્મત’ સાથે…

શારીરિક શક્તિ વધે :

તાવડી પર બનેલ રોટલી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, અને સાથે પૌષ્ટિક પણ છે. હકીકતમાં લોટ માટીના તત્વોને એબઝોર્બ્ડ (absorbed) કરી લે છે, તેથી એની ગુણવત્તા વધી જાય છે. એવામાં તાવડી પર બનેલ રોટલી ખાવાથી સ્વાસ્થ્ય સારૂ રહે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

ગેસની તકલીફ દૂર થાય છે :

માટીની તાવડી પર બનેલ રોટલી ખાવાથી ગેસની સમસ્યાથી પણ છુટકારો મળે છે. આખો દિવસ ઓફીસમાં બેસવાને કારણે અથવા બહારનું ખાવાની આદતને લીધે ઘણીવાર ગેસની સમસ્યા થતી હોય છે. જો તમને પણ આવી કોઈ તકલીફ હોય તો માટીની તાવડી (તવા) પર શેકેલી રોટલી રામબાણ છે. આ નુસખો અજમાવી જુઓ, ચોક્કસ લાભ થશે.

કબજિયાત દૂર કરે :

આજકાલની ભાગદોડવાળી જીંદગી અને ફાસ્ટ ફૂડને લીધે કબજિયાતની સમસ્યા સામાન્ય બની ગઈ છે. એવામાં જો તમે પણ કબજિયાતથી પીડાતા હો તો માટીની તાવડી પર બનેલ રોટલી ખાવાનું શરૂ કરી દો. દરરોજ આવી રોટલીનું સેવન કરવાથી કબજિયાતમાં ઘણી રાહત થશે.

આ બાબતોનું પણ ધ્યાન રાખો:

જોકે માટીની તાવડી પર રોટલી બનાવતી વખતે તમારે કેટલી બાબતોનું ધ્યાન પણ રાખવું જોઈએ જેમ કે,

● માટીની તાવડી પર ધીમા તાપે રોટલી શેકવી જોઈએ કારણ કે જો તાવડી વધુ ગરમ થશે તો તે બટકી જશે.

● તાવડી પાણીમાં પલળીને ભીની ન થવી જોઈએ નહીતર તૂટી જશે.

● તાવડીની સાફ-સફાઈ સૂકા કપડા વડે કરવી.

● તાવડી સાફ કરવા માટે સાબુ કે પાણીનો ઉપયોગ કરવો નહીં. જો આમ કરશો તો આરોગ્યને નુક્શાન થશે.

● રસોઈ બની ગયા પછી તાવડીને સુરક્ષિત જગ્યાએ મુકવી.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ ઉપયોગી પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!