Mojemoj.com

Best Gujarati Blog

આ છે આજના જમાનાની દ્રૌપદી, પાંચ પાંડવો સાથે કર્યા છે લગ્ન – જાણવા જેવી કહાની

તમે બધાએ સતયુગની દ્રૌપદી વિશે તો જરૂર સાંભળ્યું હશે. મહાભારત મુજબ દ્રૌપદીએ પાંચ પાંડવો સાથે લગ્ન કર્યા હતા. પણ, ત્યારબાદ એ પાંચેય ભાઈઓના નસીબ એવા બદલાયા કે તેઓ પોતાની પત્નીને જુગારમાં હારી ગયા. જોકે આ તો થઈ જૂની વાત. પણ આજે અમે તમને એક એવી છોકરીનો પરિચય કરાવવા જઇ રહ્યા છીએ કે જેને લોકો કળિયુગની દ્રૌપદીનાં નામે ઓળખે છે. ખરેખર, પાંડવોની પત્નીની જેમ જ આ છોકરીએ પણ એક જ પરિવારના પાંચ દિકરા સાથે લગ્ન કર્યા છે. લગ્ન માત્ર એક પરંપરા નથી લગ્ન તો બે આત્માઓનું મિલન છે. લગ્નને દુનિયાના દરેક ધર્મ અને સંસ્કૃતિમાં સૌથી પવિત્ર બંધન માનવામાં આવે છે. જેનાથી જોડાઈને એક પતિ-પત્ની જીવનભર માટે એકબીજાનાં સુખ-દુઃખનાં સાથી બની જાય છે. પણ આ છોકરીએ લગ્નની વ્યાખ્યા બદલી નાખી. જોકે ભારતમાં એક કરતાં વધુ લગ્ન અપરાધ ગણાય છે. એવામાં ઉત્તર ભારતની રહેવાસી આ છોકરીએ કાયદા-કાનૂનને નેવે મૂકીને 5 લગ્ન કરી લીધા.

આપણાં ભારતમાં વર્ષોથી અલગ-અલગ રીત-રિવાજ અને પરંપરા ચાલતી આવી છે. એમાં કેટલાક રીત-રિવાજ તો એટલા વિચિત્ર છે કે તમે સપનામાં પણ ન વિચારી શકો. ભારતમાં હંમેશા પુરૂષની સરખામણીમાં મહિલાઓને કમજોર માનવામાં આવે છે. ફક્ત એટલું જ નહીં આ સિવાય સ્ત્રીઓના ચારિત્ર્યને સાબિત કરવા માટે તેણીની અગ્નિ પરીક્ષાનાં નામે ઘણા શારીરિક અને માનસિક શોષણ પણ થાય છે. આજે અમે તમને આવી જ એક અજીબો-ગરીબ પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે.

હકીકતમાં, કળિયુગની દ્રૌપદી બનેલ છોકરીનું નામ રજ્જો છે. 21 વર્ષીય રજ્જો દેહરાદૂનનાં કોઈક ગામમાં રહે છે. નોંધનીય છે કે આ ગામમાં લગ્નને પૂર્વજોની પરંપરા ગણવામાં આવે છે.

હકીકતમાં, હિમાલય, દેહરાદૂન અને તિબેટના કેટલાક ગામોમાં, સ્ત્રીઓ માટે વિચિત્ર પરંપરાઓ વર્ષોથી ચાલી રહી છે. આ પરંપરા પ્રમાણે, દરેક છોકરીએ તેના પતિની સાથો-સાથ પતિના અન્ય ભાઈઓ એટલે કે દિયર કે જેઠ સાથે પણ લગ્ન કરવા માટે ફરજ પાડવામાં આવે છે. શિક્ષિત યુવા પેઢી પણ આ કુરિવાજને દૂર કરવામાં નિષ્ફળ રહી છે. હવે તો ત્યાંની મહિલાઓ પણ આવા લગ્ન કરવા ટેવાઈ ગઈ છે.

આ ગામમાં, છોકરીને પતિની સાથો-સાથ એના ભાઈઓ સાથે લગ્ન કરવા માટે એટલે મજબૂર કરવામાં આવે છે કારણ કે આ વિસ્તારમાં સ્ત્રીઓની સંખ્યા ખૂબ ઓછી છે. આ પરંપરાને ફ્રેટર્નલ પોલિન્ડ્રિ (fraternal polyandry) પણ કહેવાય છે. અહીંના લોકો ગરીબ ભલે હોય પણ તેઓ લગ્ન ખૂબ જ ધામધૂમથી કરે છે.

અરે ! તેણી 18 મહિનાના એક બાળકની માતા છે, પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે તેના વાસ્તવિક પિતા વિશે કોઇને ખબર નથી. પાંચેય ભાઈઓ રજ્જો સાથે ખૂબ જ ખુશ છે અને રજ્જો તે બધા સાથે એક સરખો સમય વિતાવે છે. અથવા તો એમ કહીએ કે, આ ભાઈઓને એકબીજા પ્રત્યે રાગ-દ્વેષ કે ઈર્ષ્યા બિલકુલ નથી અને તમામ રજ્જોને સમાન પ્રેમ છે.

રજ્જોની માતાને પણ ત્રણ પતિ હતા, તેથી તેણી બાળપણથી જ આ પરંપરા વિશે જાણતી હતી. રજ્જોના જણાવ્યા મુજબ, તેણી પાંચ પતિની પત્ની બનીને ખૂબ ખુશ છે. રજ્જોના જણાવ્યા મુજબ, તેણી તેના પૂર્વજોની આ પરંપરાથી ઘણી પ્રભાવિત થઈ છે. તેણીને લગ્નજીવનમાં આજ સુધી ક્યારેય કોઈ સમસ્યા નથી આવી.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ અનોખી માહિતી-સભર પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!