બાળકો માટે કુદરતી સૌંદર્યના ખોળામાં ઉનાળુ વેકેશનનો લહાવો એટલે નૈનિતાલ ટ્રેકિંગ કેમ્પ
પ્યોર હાઈજેનિક ફૂડ, કમ્પ્લીટ કમ્ફર્ટ લીવીંગ એન્ડ ટ્રાવેલિંગ સાથે એડવેન્ચર એક્ટીવીટી વિથ કલ્ચર રીસ્પેક્ટ અને ટોટલી સિક્યોરિટી ધરાવતો નૈનિતાલ કેમ્પ તમારા સંતાનોને શુરવીર બનાવશે

નૈનિતાલ.. અહીં આવેલાં નૈનિ સરોવર અને નયના દેવીનાં મંદિર પરથી આ નયનરમ્ય સ્થળનું નામ નૈનિતાલ પડ્યું છે. ઉનાળાની રજાઓ અને ગરમીઓનાં મૌસમમાં શાંત-સ્વચ્છ સરોવરો, હરિયાળી ગિરિમાળાઓ અને રંગબેરંગી પક્ષીઓનાં કલરવવાળા ઘટાદાર વૃક્ષો વચ્ચે આવેલું ઠંડી-ઠંડી કુલકુલ આબોહવા ધરાવતું હિલસ્ટેશન એટલે નૈનિતાલ. આ સ્થળનું મુખ્ય આકર્ષણ પૌરાણિક ઈતિહાસનાં સાક્ષી એવાં સરોવર છે. એવું કહેવાય છે કે, નૈનિતાલનાં સરોવરમાં ડૂબકી લગાવવાનું મહત્વ માનસરોવરમાં ડૂબકી લગાવવા જેટલું જ છે.
નૈનિતાલનાં સ્વચ્છ સરોવરમાં બોટિંગ કરવાની મજા, રોપવેમાં પર્વતીય વિસ્તારની અપાર સુંદરતાનો અહેસાસ કરવાનો આનંદ અને જાણે કુદરતી વાતાવરણમાં બાળકને પાંખો ફૂંટેને એ ઉડવા માંગે તો પેરાગ્લાઈડિંગમાં મુક્ત મને વિહરવાના સ્કાય એડવેન્ચરનાં અનુભવ વડે તમારા સંતાનોને બ્રેવ અને બેસ્ટ બનાવવા માટે જ આ કેમ્પ યોજાય છે. નૈનિતાલ કેમ્પમાં ઘોડે સવારી, કાર રેસિંગ, સ્કેટિંગ સિવાય કેવ ગાર્ડન એટલે કે ગુફાઓનાં બગીચાઓમાં પતંગિયા જેવા બાળકો તન-મનથી પુલકિત થઈ કુદરતની રચનાને આત્મસાત કરી શકે એ પર સંપૂર્ણ ધ્યાન અપાશે.
આયોજીત નૈનિતાલ કેમ્પનું એક લક્ષ્ય બાળકોમાં રહેલી સાહસિકતાનાં વિકાસનો હોય આ કેમ્પમાં એક પહાડથી બીજા પહાડ પર દોરીમાં લટકતા જવાનું – ઝીપ લાઈન, પહાડો પર ચડવાનું – રોક ક્લેમ્બિંગ, સીધી-સપાટ ચટ્ટાનો સરકવાનું – રેપલિંગ, વહેતા જળમાં પોતાની નાવને લક્ષ્ય સુધી પહોંચાડવાનું – કાયાકિંગ, ફ્લાયિંગ ફોક્સ, વોટર ઝોર્બિંગ, ડે એન્ડ નાઈટ ટ્રેકિંગ અને સાઈટ સિન્સ સહિત એકથી એક ચઢિયાતી રોમાચંક એક્ટીવીટીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નૈનિતાલ કેમ્પ સાહસ અને રોમાંચથી ભરપૂર હોય આ ટ્રેકિંગ કેમ્પમાં હંમેશાની જેમ દરેક બાળકની સુરક્ષા, સંસ્કારની ખાસ કાળજી રાખવામાં આવશે. નૈસર્ગિક હવા, પાણી સાથે શુદ્ધ અને સાત્વિક ખોરાક મળી કુદરતી વાતાવરણમાં બાળકો સોળે કલાએ ખીલી ઉઠે તેની તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવે છે. એટલે તેમાં મોબાઈલ, આઈપોડ, લેપટોપ જેવા ઉપકરણો લાવવાની મનાઈ છે. નૈનિતાલ કેમ્પનાં અંતે કેમ્પની યાદગીરીની એક ફોટો-વીડિયો સીડી/પેનડ્રાઈવ પણ આપવામાં આવશે જેથી બાળક અને તેનું પરિવાર જીવનની એ યાદગાર યાત્રાને વારંવાર દ્રશ્ય-શ્રાવ્ય સ્વરૂપે માણી શકે.
પ્યોર હાઈજેનિક ફૂડ, કમ્પ્લીટ કમ્ફર્ટ લીવીંગ એન્ડ ટ્રાવેલિંગ સાથે એડવેન્ચર એક્ટીવીટી વિથ કલ્ચર રીસ્પેક્ટ પર ધ્યાન આપતા વ્હુ એમ આઈનાં ટ્રેકિંગ કેમ્પમાં ખાસ ગર્લ્સ માટે ફીમેઈલ મેન્ટર રાખવામાં આવશે તો ૨૨ વર્ષનો ટ્રેકિંગ અનુભવ ધરાવતા વ્હુ એમ આઈનાં સંચાલક પ્રશાંતભાઈ અને તેમનાં પત્ની રીંકલબેન ટ્રેકિંગ દરમિયાન સતત બાળકો અને તેમના માતા-પિતા વચ્ચે કળીરૂપ ભૂમિકા ભજવતા રહેશે. વ્હુ એમ આઈની એક એક્સપર્ટ ટ્યુટર ટિમ વ્યક્તિગત રીતે પ્રત્યેક બાળકની સુવિધા અને સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખશે. આથી તમારા સંતાનોની આ રજાઓને મજેદાર અને જીવનપયોગી બનાવવા વ્હુ એમ આઈનાં વેકેશનોત્સવ નૈનિતાલ કેમ્પમાં જોડાઈ જાઓ.