Mojemoj.com

Best Gujarati Blog

જુઓ 30 વર્ષ પછી રામાયણના પાત્રો રામ, સીતા અને રાવણ આવા દેખાય છે – ક્લિક કરો

રામાયણ પર આધારિત ઘણા બધા ટીવી કાર્યક્રમ આવ્યા. પણ 90 નાં દશકમાં રામાનંદ સાગરની રામાયણને જે લોકપ્રિયતા પ્રાપ્ત થઈ એની વાત જ કંઈક અલગ છે. હકીકતમાં આ એક નવી પહેલ હતી કે લોકોએ જ્યારે પુસ્તક અને ધાર્મિક ગ્રંથમાં આવતા રામાયણનાં પાત્રોને જીવંત થતા જોયા. અને આ જ કારણ છે કે રામાયણ સિરિયલનાં દરેક પાત્ર આજે પણ લોકોના દિલો-દિમાગમાં વસેલા છે.

જેમ કે રામના રૂપમાં અરૂણ ગોવિલ કે પછી સીતાજીનાં રૂપમાં દિપીકા. આજે પણ લોકો એ કલાકારોમાં તે અસલ કિરદારની છબી જુવે છે. જોકે તે સીરીયલને ટીવીમાં પ્રસારિત થયે 30 વર્ષ વીતી ચુક્યા છે અને હાલમાં એના કલાકારો પણ એટલા બદલાઈ ચુક્યા છે કે ભાગ્યે જ તમે એને ઓળખી શકો. એવામાં આજે અમે તમને એ કલાકારોનાં વર્તમાન સ્વરૂપનો પરિચય કરાવવાના છીએ. તમે પણ જુઓ કે કેટલા બદલાઈ ગયા છે તમારા પ્રિય કલાકાર.

રામાયણ 25 જાન્યુઆરી 1987 થી લઈને 31 જુલાઈ 1988 સુધી પ્રસારિત કરવામાં આવ્યું હતું. ત્યારે રામાયણ પ્રત્યે લોકોમાં જબરદસ્ત સકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી હતી. જોકે આજે પણ દર્શકોમાં રામાયણનો પ્રભાવ ઓછો નથી થયો. હાં, પણ એમાં અભિનય કરનાર કલાકરનાં લુક ચેન્જ થઈ ગયા છે, ચાલો જોઈએ..

(1) રામનાં રૂપમાં અરૂણ ગોવિલ:


1987માં આવેલ રામાનંદ સાગરની રામાયણમાં અરૂણ ગોવિલે શ્રી રામનું પાત્ર ભજવ્યું હતું. આજે એમની ઉંમર લગભગ 60 વર્ષ છે. તે સમયે રામનાં પાત્રમાં એમનાં અભિનયની એટલી બધી અસર થઈ હતી કે ટીવી સિવાય અસલ જીંદગીમાં અરૂણને લોકો ભગવાન માનવા લાગ્યા હતા. અરૂણ ગોવિલનાં જણાવ્યા મુજબ, આજે પણ ઘણી જગ્યાએ એમને જોઈને લોકો હાથ જોડવા લાગે છે. અરૂણ પોતે એ વાત માને છે કે એમને રામ બનીને જે સફળતા પ્રાપ્ત થઈ છે એવી અન્ય ટીવી સીરીયલ કે ફિલ્મમાં સફળતા નથી મળી શકી.

(2) સીતાનાં રૂપમાં દિપિકા ચીખલિયા:


ખૂબસૂરત અભિનેત્રી દીપિકા ચીખલિયાએ સીતાજીનો પવિત્ર રોલ કર્યો હતો. દીપિકાએ સીતાજીનાં રૂપમાં પોતાની એવી ઓળખ ઉભી કરી કે લોકો આજે પણ એમને જોઈને પગે લાગીને વંદન કરે છે. સાથે જ તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે સીતાજીનો રોલ કરનાર દિપીકા એ સમયે માત્ર 15 વર્ષની હતી અને તેણીને એ વાતનો વિશ્વાસ નહોતો કે સીરીયલ આટલી બધી સફળ થશે.

ત્યારબાદ દીપિકાએ કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું પણ ત્યાં આટલી સફળતા ન મળી. પછી અચાનક તેણી ગ્લેમર દુનિયાથી દુર થઈને ગાયબ થઈ ગઈ. ત્યારબાદ દીપિકાએ કોસ્મેટિક કંપનીનાં માલિક હેમંત ટોપીવાલા સાથે લગ્ન કરી લીધા અને હાલમાં તેણી આજ કંપનીમાં રિસર્ચ અને માર્કેટિંગ ટીમની હેડ છે.

(3) રાવણનાં રૂપમાં અરવિંદ ત્રિવેદી:


રામ અને સીતા સિવાય જે કિરદારે લોકોના માનસ-પટલ પર છબી અંકિત કરી હતી તે છે રાવણ. આ પાત્રને બખૂબી જીવંત કરનાર કલાકાર હતા અરવિંદ ત્રિવેદી. પણ રાવણનો રોલ કરનાર અરવિંદ ત્રિવેદી વિશે ખૂબ જ ઓછા લોકો જાણતા હશે. જોકે અમે તમને જણાવી દઈએ કે ટીવીનાં રાવણ એટલે કે અરવિંદ ત્રિવેદી ગુજરાતના સાબરકાંઠાથી સંસદ પણ રહી ચૂક્યા છે. અરવિંદનો જન્મ તો મધ્યપ્રદેશમાં થયો પણ એમની કર્મ ભૂમિ ગુજરાત છે. એમનું કરિયર રંગમંચથી શરૂ થયું હતું. એમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ફિલ્મ જગતનાં લોકપ્રિય અભિનેતા છે અને લંકેશ એટલે કે અરવિંદ ત્રિવેદીએ પણ લગભગ 300 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે.

સૌથી રસપ્રદ વાત તો એ છે કે રામાયણનાં આ સૌથી મોટા ખલનાયકે લગભગ દરેક ફિલ્મમાં નાયકની ભૂમિકા નિભાવી હતી. ગુજરાતી અને હિન્દી ફિલ્મમાં સફળ થનાર અરવિંદભાઈ હવે ઘણી બધી સામાજીક કાર્ય કરતી સંસ્થાઓ સાથે જોડાયેલ છે. એટલે કે રામાયણમાં સૌથી મોટા ખલનાયકનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી અસલ જીંદગીમાં મહાનાયક છે.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!