Mojemoj.com

Best Gujarati Blog

આ છે ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝાની બહેન, ફોટો જોઈને તમે પણ દિવાના થઈ જશો – અહી ક્લિક કરો

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા આજે આખી દુનિયામાં પોતાનું નામ કમાઈ ચુકી છે. સાનિયા મિર્ઝા ભારતની પ્રખ્યાત મહિલા ટેનીસ ખેલાડી છે અને તેણીએ ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ઊંચું કર્યું છે.

ભારતીય રમત-ગમતમાં તેણીએ મહત્વનું યોગદાન આપ્યું છે એટલે જ ભારત સરકારે વર્ષ 2006માં પદ્મશ્રી એવોર્ડ આપીને સાનિયા મિર્ઝાનું સન્માન કર્યું હતું. ભારતની રહેવાસી ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કરીને ખુશ છે. પણ, જ્યારે સાનિયાએ અચાનક પાકિસ્તાની ક્રિકેટર સાથે લગ્નની જાહેરાત કરી ત્યારે દેશ-વાસિયો ચોંકી ઉઠ્યા હતા.

સાનિયાએ ભલે ટેનિસમાં દેશનું નામ રોશન કર્યું હોય, પણ એની સુંદરતા કોઈપણ બોલીવુડ અભિનેત્રી કરતા જરાય ઓછી નથી. પણ, આજે અમે તમને સાનિયા વિશે નહીં પણ એની નાની બહેન અનમ મિર્ઝા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે સુંદરતાની બાબતમાં સાનિયાથી જરાયે ઓછી નથી.

સાનિયા મિર્ઝા અને એની બહેન અનમ મિર્ઝા ખૂબ જ સુંદર છે. એક તરફ જ્યાં સાનિયા મિર્ઝા ટેનિસનાં મેદાનમાં પોતાનું હુન્નર દેખાડી રહી છે ત્યાં જ બીજી તરફ એની બહેન અનમ મિર્ઝા એક લોકપ્રિય ડિઝાઈનર છે.

હાલમાં ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝાનાં ફોટો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે સાનિયા મિર્ઝાની નાની બહેન અનમ મિર્ઝા એક ફેશન ડિઝાઈનર છે. અનમ ફેશન ડિઝાઈનર હોવાની સાથો સાથ ખૂબ જ બ્યુટીફૂલ અને આકર્ષક પણ છે.

સાનિયાની જેમ જ એની બહેન અનમ મિર્ઝા પણ સોશિયલ મિડિયા પર ઘણી સક્રિય રહે છે અને તેણીનાં ફોટા પણ ઇન્સ્ટાગ્રામ પર ઘણા વાયરલ થાય છે અને લાઈક પણ મળે છે. અનમ મિર્ઝાનાં ઇન્સ્ટાગ્રામ પર 40 હજાર થી વધુ ફોલોઅર્સ છે.

અનમ મિર્ઝા નવેમ્બર 2006માં લગ્ન કરી ચુકી છે. એના લગ્નમાં સલમાન ખાન જેવા મોટા-મોટા બોલીવુડ સ્ટાર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. અનમ મિર્ઝાએ હૈદરાબાદનાં બિઝનેસમેન અકબર રાશીદીન સાથે લગ્ન કર્યા છે. નોંધનીય છે કે, સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે અને અનમ મિર્ઝાએ એક ભારતીય બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે.

એમ છતાં જ્યારે પણ ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચ હોય ત્યારે દર વખતે બન્ને બહેનો ભારતને જ સપોર્ટ કરે છે. અનમ મિર્ઝા કહે છે કે તે હંમેશા પોતાના દેશને જ સપોર્ટ કરશે. દરેક મેચ ભારત જીતે એ માટે તેણી હંમેશા દુવા કરે છે. એક વખત સાનિયા મિર્ઝાએ પણ જણાવ્યું હતું કે મને ભારતીય હોવાનો ગર્વ છે અને શોએબ મલેકને પાકિસ્તાની હોવાનો ગર્વ છે. અમે બન્ને પોતપોતાનાં દેશને સપોર્ટ કરીએ છીએ.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!