Mojemoj.com

Best Gujarati Blog

પરિણિત સ્ત્રીઓએ સિંદૂર લગાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું, નહીતર પતિ સાથે થઈ શકે છે અમંગળ

સંસ્કૃતિ અને પરંપરા હિન્દૂ ધર્મનો પાયો છે. હિન્દૂ ધર્મમાં ઘણી બધી જૂની પરંપરાઓ છે કે જે સદીઓથી ચાલી રહી છે અને લોકો આજે પણ એનું પાલન કરે છે. કહેવાય છે કે પ્રાચીન પરંપરાઓને લીધે જ ભારતે આખી દુનિયામાં એક અલગ ઓળખાણ ઉભી કરી છે. હિન્દૂ ધર્મની જૂની પરંપરાઓનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. જોકે આ વૈજ્ઞાનિક મહત્વ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. મોટા ભાગના લોકો આને એક રૂઢિવાદી પરંપરા તરીકે જોવે છે.

એમાંથી જ એક પરંપરા છે, હિન્દૂ ધર્મમાં પરિણીત મહિલાઓનું સિંદૂર લગાવવું. તમે જોયું જ હશે કે હિન્દૂ ધર્મની બધી જ પરિણીત મહિલાઓ સિંદૂર લગાવે છે. હિન્દૂ ધર્મમાં સિંદૂરને સુહાગનું પ્રતિક માનવામાં આવે છે. હિન્દૂ ધર્મ શાસ્ત્રોમાં સિંદૂર લગાવવા બાબતે ઘણા નિયમો દર્શાવ્યા છે. આ સંબંધિત ઘણી બધી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનું પાલન કરવાથી મહિલાઓ અને એના પરિવારને ઘણા લાભ થાય છે. જો મહિલાઓ આનું પાલન ન કરે તો તેણીના જીવનમાં ઘણા પ્રકારની સમસ્યાઓ આવવાની સંભાવના વધી જાય છે.

જ્યોતિષ આચાર્ય મનીષ શર્માનાં કહેવા મુજબ જો મહિલાઓ સાચી રીતે માંગમાં સિંદૂર લગાવે તો એનાથી નકારાત્મક શક્તિ પણ દૂર ભાગે છે. એનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે અને સાથો સાથ પતિનું આયુષ્ય પણ વધે છે. મનીષ શર્માનાં જણાવ્યા મુજબ સિંદૂર લગાવતી વખતે મહિલાઓએ શાસ્ત્રોનાં નીતિ-નિયમનું પાલન કરવું જોઈએ. આમ ન કરવાથી મહિલાના પતિ અને પરિવાર પર આર્થિક સંકટ આવી શકે. આ સિવાય પતિનાં આયુષ્ય અને સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થઈ શકે. તો આજે અમે તમને સિંદૂર લગાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી વાતો જણાવવા જઇ રહ્યા છીએ.

સિંદૂર લગાવતી વખતે દરેક સ્ત્રીઓએ ધ્યાનમાં રાખવા જેવી વાતો:


● પરિણીત સ્ત્રીએ ભૂલમાં પણ બીજી કોઈ મહિલાનું સિંદૂર પોતાની માંગમાં ન ભરવું. આ અશુભ ગણાય છે. આમ કરવાથી પતિને ધન સંબંધી નુક્શાન ભોગવવું પડે.

● પરિણીત મહિલાઓએ હંમેશા પોતાના પૈસાથી જ સિંદૂર ખરીદવું જોઈએ. બીજી કોઈ વ્યક્તિનાં પૈસાથી ખરીદેલ સિંદૂરનો ઉપયોગ બિલકુલ ન કરવો.

● જો કોઈ વ્યક્તિ કે મહિલા તમને ભેટમાં સિંદૂર આપે તો એનો ઉપયોગ કરવો નહીં. આને પણ અશુભ માનવામાં આવે છે.

જે મહિલાઓ ધર્મશાસ્ત્રોની આ વાતનું પાલન કરે છે, એના જીવનમાં અને એના પતિના જીવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી નથી આવતી. એનાથી ઉલ્ટુ જો મહિલાઓ ધર્મશાસ્ત્રોનાં નિયમોને મજાક સમજીને એનું પાલન ન કરે તો એના જીવનમાં ઘણી બધી સમસ્યાઓ ઉભી થઇ શકે અને જીવન દુઃખોથી ભરાઈ જાય છે.

ઉપરોક્ત તમામ બાબતો ઉજ્જૈનનાં મહાન જ્યોતિષ આચાર્ય મનીષ શર્માએ લખી છે. જો કોઈ વ્યક્તિને આ વાતો પર વિશ્વાસ ન હોય અથવા કોઈપણ પ્રકારની શંકા હોય તો તેઓ કોઈપણ નજીકનાં જ્યોતિષ પાસેથી આ બાબતે સલાહ મેળવી શકે.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ ઉપયોગી પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!