જુવો, શાહરુખ ખાનની દિકરી પહેલા કેવી લાગતી હતી અને હવે કેવી લાગે છે !! જુવો ફોટા
બોલીવુડની દુનિયા ચમક-દમકથી એકદમ ભરપૂર છે. આ જ કારણ છે કે આ દુનિયા તરફ લોકો સરળતાથી આકર્ષાય છે. બોલીવુડ સાથે સંકળાયેલા લોકોને રંગબેરંગી જીવન જીવવાની આદત પડી ગઈ છે. આખો દિવસ કેમેરા, લાઈટ અને એક્શન, જોકે આ બધું સામાન્ય માણસનું કામ નહીં. બોલીવુડ સાથે સંકળાયેલ લોકોનું જીવન સામાન્ય માણસ કરતા ઘણું અલગ હોય છે.
બૉલીવુડ હીરોની છોકરીઓ ખૂબ જ સુંદર છે:

મોટા ભાગે બોલીવુડ અભિનેતા અને અભિનેત્રીઓ વિશે વાતો થતી હોય છે. હવે એમના બાળકો વિશે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. બોલીવુડના કેટલાક અભિનેતાની દિકરીઓ તો એટલી બધી ખુબસૂરત છે કે એને જોતાની સાથે જ તમે દિવાના થઈ જાવ. બસ, અપ્સરા જ ગણી લો એટલી સુંદર. એમાંથી જ એક છે શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાન. જી હાં, સુહાના આજકાલ ખૂબ જ બ્યુટીફૂલ દેખાઈ રહી છે.
પહેલા સુહાના ખાન ઘણી કાળી હતી:
પણ, સુહાના પહેલેથી જ આવી નહોતી. પહેલા સુહાના ઘણી કાળી હતી. પણ પૈસા બધું જ બદલી નાખે છે. તમે તો જાણો જ છો કે બોલીવુડમાં કામ કરનાર અમુક લોકો ખૂબ જ વધુ મેકઅપ કરે છે. પરદા પર તો મેકઅપ સાથે દેખાય જ છે, સાથે રીયલ લાઈફમાં પણ ઘણો મેકઅપ કરતા હોય છે. જો તમને પહેલાનાં શાહરૂખ ખાન યાદ હોય તો તમે જાણતા જ હશો કે, શાહરુખ ખાન પણ પહેલા થોડા શ્યામ-વર્ણ હતા.
ધીમે-ધીમે ફેમસ થતી જાય છે સુહાના :
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ શાહરૂખ ખાનની રહેણી-કરણીમાં ઘણું પરિવર્તન આવ્યું. આ જ કારણે હવે શાહરૂખ બિલકુલ અલગ દેખાય છે. એવી જ રીતે શાહરૂખ ખાનની દિકરી સુહાના પણ પહેલા ઘણી કાળી દેખાતી હતી. પણ હવે તેણી એકદમ બદલાઈ ગઈ છે. તેણીને એક વખત જોયા પછી તમે પણ બીજી બધી હિરોઈનોને ભૂલી જશો. સુહાનાની સુંદરતા, પર્સનાલિટી અને લોક-ચાહના દિન-પ્રતિદિન વધી રહી છે.
ટૂંક સમયમાં બોલીવુડમાં પ્રવેશ કરી શકે છે સુહાના :
તમે વિડીયોમાં જોઈ શકો છો કે જ્યારે પહેલા સુહાના પોતાના પિતાજી શાહરૂખ સાથે પાર્ટીમાં જતી ત્યારે કેવી લાગતી હતી!! હવે સુહાના પહેલા જેવી સુહાના બિલકુલ નથી રહી. સુહાના પહેલા કરતા વધુ સમજદાર અને સુંદર થઈ ગઈ છે. આશા છે કે સુહાના પણ ટૂંક સમયમાં બોલીવુડમાં એન્ટ્રી કરશે. જોકે શાહરુખ ખાન કે સુહાના તરફથી આ વાતની કોઈ પુષ્ટી થઈ નથી.
મિત્રો, કહેવાય ને કે ‘મોરનાં ઈંડાને ચીતરવા ન પડે !’