Mojemoj.com

Best Gujarati Blog

કેરી ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી જરૂરી વાતો – વાંચો અને વંચાવો

કેરી આપણા દેશનું રાષ્ટ્રીય ફળ છે. આ ફળ ભારતના દરેક રાજ્યોમાં જોવા મળે છે. આ ફળ આંબાનાં ઝાડ પર થાય છે. આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું લાગે છે, જ્યારે બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે. આ ફળ ચૂસીને, કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે. દુનિયામાં વિવિધ જાતિની કેરી થાય છે. ગરમીની મોસમ શરૂ થવાની સાથે જ બજારમાં ફળોમાં રાજા ગણાતી કેરીનું આગમન થવા લાગ્યું છે.

મિત્રો, કેરી ખરીદવી એકદમ સરળ છે પણ વસ્તુ કેવી આવે છે? તે ઘરે આવીને ખાવા બેસો ત્યારે ખ્યાલ આવે છે કે તમે છેતરાઈ ગયા… તો હવે જ્યારે પણ બજારમાં કેરી ખરીદવા જાવ ત્યારે આટલું ધ્યાન જરૂર રાખજો:

કેરી ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી વાતો:

(1) કાર્બાઇડથી પકાવેલ કેરી ખરીદવાનું ટાળવું જોઈએ.

(2) કેરી ખરીદતા પહેલા કેરી ચાખી લો, મીઠી અને સ્વાદિષ્ટ હોય તો જ ખરીદો. કાર્બાઈડથી પકવેલી કેરી ફક્ત વચ્ચેથી પાક્કી હોય છે બાકી બધે કાચી હોય છે.

(3) પાકેલી કેરી ઓળખવી એકદમ સરળ છે. મીઠી સુગંધ આવે તો સમજી લેવું કે કેરી પાકેલી છે.

(4) એકદમ પાક્કી કેરી ન ખરીદો કારણકે વધારે પાકેલી કેરી અંદરથી ખરાબ હોય શકે.

(5) કેરીમાંથી કાર્બાઈડ કે અન્ય કેમિકલની વાસ આવતી હોય તો તે ખરીદવી નહિ.

(6) શક્ય હોય તો બજારમાંથી કેરી ખરીદવાને બદલે સીધા ખેતરમાંથી ઘર-ઘરાવ કેરી ખરીદી લેવી જોઈએ ત્યારબાદ કેરીને ઘાંસ, ડુંગળી, કાગળ કે અનાજમાં રાખીને પકવી લો.

(7) કેરી ખરીદતી વખતે તેને થોડી દબાવીને ચેક કરો પાક્કી કેરી સરળતાથી દબાઈ જશે.

(8) કુદરતી રીતે પકવેલી કેરી ઉપર સામાન્ય રીતે કોઈ ડાઘ હોતા નથી. કેમિકલથી પકવેલી કેરી બે-ત્રણ દિવસમાં કાળી પડી જાય છે.

(9) પાકેલી કેરીના ડીંટિયા પાસે સૂંઘવાથી એક વિશેષ સુગંધ આવે છે જ્યારે કાર્બાઇડથી પકવેલ કેરીમાં આવી કોઈ સુગંધ આવતી નથી.

(10) બજારમાં મળતી પીળા કલરની કેરી જોઈને પસંદ ન કરો. પીળી હોય એટલે પાક્કી હોય એ જરૂરી નથી. કુદરતી રીતે પાકેલી કેરી લીલી અને કેસરી રંગની હોય છે.

(11) બજારમાંથી ખરીદેલી કેરી પહેલા ચોખ્ખા પાણીમાં ધોઈ લો અને પછી કોઈ ઠંડી જગ્યાએ એકાદ કલાક રહેવા દો પછી જ એનો ખાવામાં ઉપયોગ કરો.

(12) કુદરતી રીતે પાકેલી કેરીનો સ્વાદ અને રંગ દરેક ભાગમાં એક સરખો હોય છે. લાંબા સમય સુધી તે ખરાબ થતી નથી.

(13) કેરીને ઘોળીને સીધો રસ ચૂસવાને બદલે કેરીની છાલ કાઢીને એને મિક્સરમાં રસ કાઢીને ઉપયોગ કરો.

કેરી ખાવાના ફાયદા:

● કેરી બળવર્ધક અને વીર્ય વધારનાર છે.
● કેરીમાં આયર્નનું પ્રમાણ વધારે હોવાથી એનિમિયાનાં દર્દીઓ માટે કેરીનું સેવન આશીર્વાદ સમાન છે.
● કેરીમાં વિટામિન-E નું પ્રમાણ હોવાથી હૉર્મન સીસ્ટમને અસરકારક બનાવે છે.
● કેરીમાં કેલેરી અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘણું વધારે હોય છે એટલે જેણે વજન વધારવું હોય તે પાકી કેરીનું સેવન કરે.
● હૃદયના ધબકારાને નિયંત્રિત કરે છે.
● કેરીના સેવનથી પાચનશક્તિ વધે છે.
● કેરીના સેવનથી બ્લડપ્રેશર કાબુમાં રહે છે.

ભારતમાં થતી કેરીની વિવિધ જાતો:


કેસર, હાફુસ, લંગડો, રાજાપૂરી, તોતાપૂરી, દશેરી, પાયરી, સરદાર, નીલમ, આમ્રપાલી, બેગમપલ્લી, વનરાજ, નિલ્ફાન્સો, જમાદાર, મલ્લિકા, રત્ના, સિંધુ, બદામ, નિલેશ, નિલેશાન, નિલેશ્વરી, વસી બદામી, દાડમીયો.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસ ભરેલી પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!