ફક્ત બે નહી પણ ઘણી બધી આંખો ધરાવતો વિચિત્ર માણસ – જોવા જેવા છે ફોટો
સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર હંમેશા કંઈક ને કંઈક નવું આવતું રહે છે પણ અત્યારે જે ચાલી રહ્યું છે તે જોયા પછી લોકો મોઢામાં આંગળા નાખી દેશે. આજકાલ સોશિયલ મીડિયા ઉપર એક એવા વ્યક્તિનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે કે જેના ચહેરા ઉપરાંત આખા શરીરમાં ઘણી બધી આંખો જોવા મળે છે. જી હાં, જો તમને ભરોસો ન હોય તો આ વિડીયો જુવો.
સોશિયલ મિડિયા પર ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો:

સામાન્ય રીતે ઈન્ટરનેટ પર ઘણા બધા અજીબો-ગરીબ વિડીયો ફરતા રહે છે પણ આ વિડીયો જોઈને તમને એવું જ લાગશે કે આવું પહેલી વખત જોયું. અને ખરેખર આ વિડીયોમાં દેખાતો માણસ ખૂબ જ વિચિત્ર છે. આ માણસને આપણી જેમ ચહેરા પર બે આંખ નહીં પણ આખા શરીરે આંખોનો શો-રૂમ છે. મતલબ આખા શરીરે આંખો ઉગી નીકળી છે. એવામાં આ વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિચિત્ર વિડીયો જોઈને લોકો અચંબામાં પડી ગયા છે અને વિડીયોને શેર કરી રહ્યા છે. એવામાં જો તમે પણ અત્યાર સુધી આ વિડીયો ન જોયો હોય તો હમણાં જ જોઈ લો.
વિડીયોની હકીકત આવી છે :
મિત્રો, જો હવે, તમે પણ આ વિડીયો જોઈ લીધો હોય તો વિડીયોનું સત્ય પણ જાણી લઈએ, કારણ કે આ વિડીયોનું રહસ્ય ચોંકાવનારૂ છે. ખાસ કરીને હાલમાં જે વિડીયો તમે જોયો છે તેમાં માણસના શરીરમાં દેખાતી ઘણી બધી આંખો ખરેખર નકલી છે. હકીકતમાં આ આંખો મેકઅપ અને વિજ્ઞાનની કમાલ છે. વિજ્ઞાનની મદદથી આ વ્યક્તિના શરીર પર મિકેનીકલ આંખો ચોંટાડેલ છે. વિડીયોમાં તમે જોઈ શકો છો આ વ્યક્તિની પાછળ ઉભેલ એક મેકઅપ-મેનને, જે પોતાની કળાને આખરી ઓપ (ટચઅપ) આપી રહ્યો છે. આ તે જ મેકઅપ મેનની કમાલ છે કે આ વ્યક્તિના શરીર ઉપર દેખાતી નકલી આંખો પણ અસલી જેવી દેખાય છે. એવામાં પહેલી વખતમાં આ વ્યક્તિને જોઇને કોઈપણ છેતરાય શકે છે.