16 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ
મેષ(Aries):

પરિવાર અને કાર્યક્ષેત્રમાં સમજદારીપૂર્વકનો વ્યવહાર સંઘર્ષ ટાળી શકે છે. વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે, નહિતર વિવાદ થઈ શકે છે. સ્ત્રીવર્ગથી લાભ થશે. ઉદાસીને કારણે નકારાત્મક વિચાર આવી શકે છે, તેનાથી બચવું. વધુ પડતા ધનખર્ચની સંભાવના છે. ખાનપાનમાં સંયમ રાખવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.
વૃષભ(Taurus):
ગણેશજી કહે છે કે, વિચારોની દૃઢતાની સાથે તમે સાવધાનીપૂર્વક કામ કરશો. વ્યવસ્થિત રીતે આર્થિક વિષયોને સંભાળી લેશો. તમારી કળાત્મક સૂઝને નિખારી શકશો. વસ્ત્ર, આભૂષણ, સૌંદર્ય પ્રસાધનો અને મનોરંજન પાછળ ખર્ચ થશે. કૌટુંબિક સુખશાંતિ જળવાઈ રહેશે. ઉત્તમ દામ્પત્ય જીવનની અનુભૂતિ કરશો. ધનલાભની આશા રાખી શકો છો.
મિથુન(Gemini):
ગણેશજી કહે છે કે, તમારી વાણી કે વ્યવહાર આજે કોઈ સાથે ગેરસમજ પેદા કરી શકે છે. પરિવારના લોકો સાથે મનમોટાવ થઈ શકે છે. સંભાળીને રહેવું. વાહન અને સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું. માન-પ્રતિષ્ઠા જળવાઈ રહેશે, તેનું ધ્યાન રાખવું. આજે મનોરંજનનાં સાધનો પર ખર્ચ વધી શકે છે. ગણેશજી આજે તમારું મન શાંત રાખવાની સલાહ આપે છે.
કર્ક(Cancer):
આર્થિક આયોજનો અને નવા કાર્યની શરૂઆત કરવા માટે ઉત્તમ દિવસ છે. વેપાર-ધંધામાં લાભ, નોકરીમાં પદોન્નતિ અને આવકના સ્ત્રોતોમાં વૃદ્ધિ થવાથી તમે ખૂબ આનંદ અને સંતોષની ભાવનાનો અનુભવ છે. મિત્ર, પત્ની, પુત્ર વગેરે તરફથી શુભ સમાચાર મળશે. માંગલિક કાર્ય થશે. પ્રવાસ તથા વિવાહનો યોગ છે. પ્રણય માટે અનુકૂળ દિવસ છે. ઉત્તમ વૈવાહિક સુખનો આનંદ ઉઠાવી શકશો.
સિંહ(Lio):
નોકરી તથા વ્યવસાયના ક્ષેત્રમાં લાભદાયક અને સફળ દિવસ છે. તમારા કાર્યક્ષેત્રમાં તમે વર્ચસ્વ અને પ્રભાવ જમાવી શકશો. ભરપૂર આત્મવિશ્વાસ અને દૃઢ મનોબળથી તમારાં કાર્ય સરળતાપૂર્વક પૂર્ણ થશે. ઉચ્ચ પદાધિકારીઓ દ્વારા કામની કદર થશે. પદોન્નતિની સંભાવના રહેશે. પિતાથી લાભ થશે. જમીન તથા વાહન સંબંધિત કામકાજ માટે અનુકૂળ દિવસ છે.
કન્યા (Virgo):
ગણેશજી કહે છે કે, આજે તમે ધાર્મિક બાબતો તરફ વળશો. કોઈ તીર્થસ્થળનાં દર્શન થવાનો સંયોગ છે. વિદેશગમન માટેની તક નિર્મિત થશે. ભાઈબંધુઓથી લાભ થશે. ઓફિસમાં ઉચ્ચ પદાધિકારીઓથી સંભાળીને રહેવું. આજે આર્થિક લાભનો દિવસ છે. શારીરિક માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહેશે.
તુલા(Libra):
આકસ્મિક ધનલાભનો દિવસ છે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તથા સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે ઉત્તમ દિવસ છે. તેમ છતાં નવું કાર્ય શરૂ કરવાની ગણેશજી સલાહ આપે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. હિતશત્રુ તમારું અહિત કરવાનો પ્રયાસ કરશે. જળાશય અને સ્ત્રીવર્ગથી સચેત રહેવું. ઇશ્વરભક્તિ અને ઊંડી ચિંતનશક્તિ મનને શાંતિ આપશે.
વૃશ્ચિક(Scorpio):
ગણેશજી કહે છે કે, દૈનિક ઘટનાચક્રની પ્રવૃત્તિઓમાં આજે પરિવર્તન આવશે. આજે તમે મોજમસ્તી અને મનોરંજનની દુનિયામાં હરીફરી શકશો. તેમાં મિત્રો, કુટુંબીજનોનો સાથ મળશે. જાહેર જીવનમાં તમારી માન-પ્રતિષ્ઠા વધશે. નવાં વસ્ત્ર પરિધાન અને વાહનસુખની પ્રાપ્તિ થઈ શકે છે. ભાગીદારીથી લાભ થશે. દામ્પત્ય જીવનની ઉત્તમ ક્ષણોનો અનુભવ કરશો. પ્રિય વ્યક્તિની મુલાકાત અને ધનલાભ થશે.
ધન(Sagittarius):
નોકરિયાત વર્ગ માટે લાભનો દિવસ છે. આર્થિક લાભની સંભાવના છે. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. સહકર્મચારીઓનો સંપૂર્ણ સહકાર મળશે. કાર્યમાં સફળતા અને યશની પ્રાપ્તિ થશે. વિરોધીઓ અને હિતશત્રુ તમારી ચાલમાં નિષ્ફળ રહેશે. સ્ત્રીમિત્રો સાથે મુલાકાત થશે. ગણેશજીના આશીર્વાદ તમારી સાથે છે.
મકર(Capricorn):
ગણેશજી કહે છે કે, કળા અને સાહિત્યના ક્ષેત્રમાં રુચિ ધરાવતી વ્યક્તિ આજે તમારા કાર્યક્ષેત્રમાં વિશેષ યોગદાન આપી શકશે. પોતાની રચનાત્મક અને સૃજનાત્મક શક્તિઓનો પરિચય કરાવી શકશો. પ્રેમીયુગલ વચ્ચે ઘનિષ્ઠતા વધશે. તેમની મુલાકાત રોમાંચક બનશે. શેરસટ્ટાથી લાભ થશે. સંતાનના પ્રશ્નનો ઉકેલ આવશે. મિત્રોથી લાભ થશે.
કુંભ(Aquarius):
સ્વભાવમાં ભાવુકતા વધુ રહેવાથી માનસિક બેચેની રહેશે. આર્થિક વિષયોનું આયોજન થશે. માતા તરફથી વધુ પ્રેમ અને ભાવનાનો અનુભવ કરશો. સ્ત્રીઓનું ધન સૌંદર્ય પ્રસાધનો, વસ્ત્રોની ખરીદી પાછળ ખર્ચ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે. સ્વભાવમાં જિદ્દીપણું રહેશે. જાહેરમાં માનહાનિ ન થાય તેનું ધ્યાન રાખવાનું ગણેશજી કહે છે.
મીન(Pisces):
ગણેશજી કહે છે કે, કાર્યમાં સફળતાના મામલે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે આજે ઉત્તમ દિવસ છે. તમારા વિચારોમાં આજે સ્થિરતા આવશે, જેનાથી કોઈ પણ કાર્ય સારી રીતે ઉકેલી શકશો. કલાકારોને પોતાની કલા પ્રદર્શિત કરવાની તક મળશે અને તેમની કદર પણ થશે. જીવનસાથી સાથે વધુ નિકટતાનો અનુભવ કરશો. મિત્રો સાથે નાનકડો પ્રવાસ કે પર્યટન થશે. હરીફો પર વિજય પ્રાપ્ત થશે.
– બેજાન દારૂવાલા