Mojemoj.com

Best Gujarati Blog

17 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

આજે સમાધાનકારી વ્યવહાર અપનાવશો તો કોઈ સાથે સંઘર્ષ નહિ થાય, જે તમને અને સામેની વ્યક્તિ બંનેના હિતમાં છે. લેખકો અને કલાકારો માટે સમય અનુકૂળ છે. ભાઈઓ વચ્ચે પ્રેમ વધશે, તેમ છતાં બપોર બાદ તમારી ચિંતાઓમાં વૃદ્ધિ થશે અને ઉત્સાહ ઓછો થઈ શકે છે. મિત્રો સાથે પ્રવાસનું આયોજન કરી શકશો અને આ સાથે આર્થિક વિષયમાં પણ કાર્ય કરશો. પરિવારજનો સાથે સમય આનંદપૂર્વક પસાર કરશો.

વૃષભ(Taurus):

મહત્ત્વપૂર્ણ કાર્યોને આજે પૂર્ણ કરવાની ગણેશજી સલાહ આપે છે. ધનલાભની સંભાવના છે. તમે આજે શારીરિક અને માનસિક રીતે ઉત્સાહી રહેશો. પરિવારજનો સાથે સમય આનંદપૂર્વક પસાર થશે, પરંતુ મધ્યાહન બાદ તમારા વ્યાવહારિક નિર્ણયોમાં દ્વિધા વધી શકે છે. હાથમાં આવેલી તક ગુમાવી શકો છો. હઠીલા વ્યવહારને કારણે અન્ય લોકો સાથે સંઘર્ષ થવાની સંભાવના છે.

મિથુન(Gemini):

આજે ગણેશજી તમને સંભાળીને ચાલવાની સલાહ આપે છે. તમારા પરિવારજનોની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. આજે શરૂ કરેલાં કાર્ય અધૂરાં રહી શકે છો. શારીરિક અસ્વસ્થતા અને માનિસક વ્યગ્રતા તમને પરેશાન કરી શકે છે, પરંતુ મધ્યાહન બાદ તેમાં કાર્ય કરવાનો ઉત્સાહ વધશે. પારિવારિક વાતાવરણમાં અનુકૂળતા રહેશે. આત્મવિશ્વાસમાં આજે વધારો થશે. મનોરંજન પાછળ ધનનો વ્યય થઈ શકે છે.

કર્ક(Cancer):

આજે વેપારમાં લાભનો યોગ છે, તેમ ગણેશજી કહે છે. કોઈ રમણીય સ્થળ પર પર્યટનનું આયોજન કરી શકો છો, પરંતુ મધ્યાહન બાદ તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બગડી શકે છે. આંખોના રોગોથી પીડામાં વધારો થઈ શકે છે. આજે પરિવારજનો પર ખૂબ જ ખર્ચ કરી શકો છો, બજેટમાં ગરબડ ન થાય તેનું ધ્યાન રાખવું.

સિંહ(Lio):

નવાં કાર્યોનું આયોજન કરવા માટે આજનો દિવસ શુભ છે. અપૂર્ણ કાર્ય પૂરાં કરશો. મિત્રો, સ્નેહીજનો તરફથી ઉપહાર મળશે. વેપારના ક્ષેત્રમાં નવા સંપર્કોથી ભવિષ્યમાં લાભ થવાની સંભાવનામાં વધારો થશે. પરિવારજનો અને મિત્રો સાથે આનંદદાયી ક્ષણ પસાર કરશો. આવકમાં વૃદ્ધિ થવાનો યોગ છે. નાનકડો, પરંતુ આનંદદાયી પ્રવાસ સંભવ છે.

કન્યા (Virgo):

તમારા વ્યવસાયથી અન્ય વેપારી પણ ધનનો લાભ લઈ શકશે તેમ ગણેશજી કહે છે. લાંબા પ્રવાસનો યોગ બળવાન છે. સ્વાસ્થ્ય પ્રત્યે સંભાળ રાખવી. દૂર સ્થિત સ્નેહીજનોના સમાચાર મળશે. મધ્યાહન બાદ કાર્યાલયમાં વરિષ્ઠ અધિકારીઓનો સહકાર મળશે. ગૃહસ્થ જીવનમાં સુખ અને સંતોષની ભાવના રહેશે. વ્યવસાયીઓને પદોન્નતિથી લાભ થશે. સન્માન થવાથી આજે મન પ્રસન્ન રહેશે.

તુલા(Libra):

શિથિલતા તથા વધુ કાર્યભારને કારણે માનસિક વ્યાકુળતાનો અનુભવ કરી શકો છો. નિર્ધારિત સમયમાં તમે તમારું કાર્ય પૂર્ણ કરી શકશો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને ભોજન સંબંધિત આદતોમાં સુધારો કરવો. પ્રવાસમાં વિઘ્ન આવવાની સંભાવના છે, પરંતુ મધ્યાહન બાદ દૂર સ્થિત સ્નેહીસંબંધીઓના સમાચાર મળવાથી તમારો આનંદ બમણો થઈ જશે. નવા કાર્યનો પ્રારંભ કરવા માટે આજના દિવસે ઉત્સાહ રહેશે. વિદેશ જવાથી અનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ થશે. વેપારમાં લાભ થવાની સંભાવના છે.

વૃશ્ચિક(Scorpio):

પ્રાતઃકાળના સમયે તમારા શરીર અને મન બંનેથી પ્રસન્નતાનો અનુભવ કરશો. પરિવારજનો અને મિત્રો સાથે ખાનપાનનો સ્વાદ લઈ શકશો. મધ્યાહન બાદ તમને શારીરિક શિથિલતા અને માનસિક વ્યગ્રતાનો અનુભવ થશે. મધ્યાહન બાદ ખાનપાનનું ધ્યાન રાખવું. આજે કાર્ય પૂરાં થવામાં અડચણ આવી શકે છે. ઇશ્વરભક્તિ જ તમને મજબૂતી આપશે.

ધન(Sagittarius):

તમારો આજનો દિવસ આનંદપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ રહેશે. તમારાં કાર્ય યોજના અનુસાર સંપન્ન થશે. અપૂર્ણ કાર્ય પૂરાં થશે. ધનસંબંધિત લાભ થવાની સંભાવના છે. ગૃહસ્થજીવનમાં મધુરતા બની રહેશે. આકસ્મિક ધનલાભનો યોગ છે. નાનકડા પ્રવાસનું આયોજન કરી શકશો. વેપારમાં વૃદ્ધિ થશે. વિદેશ સ્થિત સ્વજનોના શુભ સમાચાર મળશે.

મકર(Capricorn):

પરિશ્રમની અપેક્ષાએ ઓછું ફળ મળવાની સંભાવના છે, તેમ છતાં કાર્ય પ્રત્યે તમારી નિષ્ઠામાં ઘટાડો નહિ આવી શકે. સંબંધોમાં સુધારો આવશે અને સ્વાસ્થ્ય તમારો સાથ આપશે. બહારના ખાવાપીવાથી બચવું. મધ્યાહન બાદ અધૂરાં કાર્યોની પૂર્ણતા રહેશે. આર્થિક લાભ થવાની સંપૂર્ણ સંભાવના છે. પિયરમાંથી સારા સમાચાર મળશે. સહ-કર્મચારીઓનો સહયોહ મળશે.

કુંભ(Aquarius):

વિદ્યાર્થી, કલાકાર અને ખેલાડીઓ માટે આજનો દિવસ સારો છે, તેમ ગણેશજી કહે છે. પિતા તથા સરકાર તરફથી લાભ થશે. મનોબળ પણ તમારું દૃઢ રહેશે. આથી કાર્યસફળતામાં કોઈ અવરોધ નહિ આવે. પાચનતંત્ર બગડી શકે છે, આથી સંભવ બને તો બહારનું ખાવાપીવાનું ટાળવું. વાંચનલેખનમાં રુચિ વધશે. ધન સંબંધિત વ્યવસ્થિત આયોજન કરી શકશો.

મીન(Pisces):

આજે તમે કાલ્પનિક દુનિયામાં જ દિવસ વ્યતીત કરશો. સૃજનાત્મક શક્તિને પણ યોગ્ય દિશા મળી જશે. પરિવારજનો અને મિત્રો સાથે ખાનપાનનું આયોજન કરશો. દૈનિક કાર્ય પણ આત્મવિશ્વાસ અને એકાગ્ર મનથી પૂર્ણ કરી શકશો. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે, અભ્યાસ પર ધ્યાન આપવું. સંતાન માટે સમય અનુકૂળ છે, તેમ ગણેશજી કહે છે. પિતા તરફથી લાભ થશે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!