21 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ
મેષ(Aries):

ભોજન અને ઊંઘમાં અનિયમિતતા રહી શકે છે. જો શક્ય બને તો આજે સ્ત્રી અને પાણીથી સંભાળીને રહેવું. વિદ્યાર્થીઓ માટે સમય મિશ્ર છે.
વૃષભ(Taurus):
તમારી ચિંતા ઓછી થવાથી તમે ઘણી રાહતનો અનુભવ કરશો. આજે તમે ઘણા ભાવુક અને સંવેદનશીલ રહેશો. સાહિત્ય લેખન તથા કળાક્ષેત્રમાં આજે તમે યોગદાન કરી શકશો.
મિથુન(Gemini):
આર્થિક યોજનાઓને કારણે તમારી ઘણી પરેશાનીઓ ઓછી થતી દેખાશે. નોકરી-વ્યવસાયમાં તમને સહકર્મચારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. પરિવારમાં શાંતિ અને આનંદનો માહોલ રહેશે.
કર્ક(Cancer):
તમારો દિવસ આજે સારી રીતે પસાર થશે. ઉપહાર મળવાથી પ્રસન્ન રહેશો. બહાર ફરવાનો કાર્યક્રમ બનશે તથા સારું ભોજન કરવાની તક પ્રાપ્ત થશે. શુભ સમાચાર મળશે તથા આર્થિક લાભ પણ મળશે.
સિંહ(Lio):
કોર્ટ-કચેરીના મામલે દૂર રહેવું. મનમાં તણાવ રહી શકે છે. સ્વાસ્થ્ય નરમ થઈ શકે છે. વાણી અને વ્યવહારમાં સંયમ રાખવો આવશ્યક છે, નહિતર કોઈ સાથે તકરાર થઈ શકે છે.
કન્યા (Virgo):
વિવિધ ક્ષેત્રોમાં યશ, કીર્તિ અને લાભ મળશે. લક્ષ્મીજીની કૃપા તમારા પર રહેશે. વડીલો તથા મિત્રો સાથે તમારો દિવસ આનંદમાં પસાર થશે. પ્રવાસ પર જઈ શકો છો. દામ્પત્ય જીવનમાં આનંદ પ્રાપ્ત થશે.
તુલા(Libra):
ઘર અને કાર્યસ્થળમાં વધારે સારું વાતાવરણ પ્રસન્નતાનો અહેસાસ કરાવશે. સ્વાસ્થ્ય સારું રહેશે. નોકરિયાતો માટે પ્રમોશનનો યોગ છે. કાર્યાલયમાં ઉચ્ચ પદાધિકારીઓ તમારા કાર્યની પ્રશંસા કરશે.
વૃશ્ચિક(Scorpio):
થાક અને આળસનો અનુભવ કરી શકો છો. ઉચ્ચ પદાધિકારીઓનો વ્યવહાર તમારા પ્રત્યે નકારાત્મક હોઈ શકે છે. તમારું કામ સારી રીતે કરવું. સંતાનો સાથે મતભેદ થઈ શકે છે.
ધન(Sagittarius):
પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું. કફ અને પેટ સંબંધિત બીમારીઓ તમને પરેશાન કરી શકે છે. આજે તમે સંતાનના ભવિષ્ય વિશે ચિંતિત થઈ શકો છો. પાણીથી દૂર રહેવું. ખર્ચમાં વૃદ્ધિ થઈ શકે છે, અંકુશ લગાવવો.
મકર(Capricorn):
ધનલાભનો પ્રબળ યોગ છે. તમારા વેપારમાં વૃદ્ધિ થશે. ભાગીદારીથી લાભ થશે. દલાલી, કમિશન, વ્યાજ વગેરેથી ધનલાભ મળી શકે છે. જાહેર જીવનમાં માન-સન્માન વધશે.
કુંભ(Aquarius):
કાર્યમાં સફળતા મેળવવા માટે આજનો દિવસ ઉત્તમ છે. તમારા દ્વારા કરવામાં આવેલાં કાર્યોથી તમને યશ અને કીર્તિ મળશે. પરિવારમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ રહેશે. તન-મનથી તમે તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરશો.
મીન(Pisces):
આજનો દિવસ સાહિત્ય સૃજન માટે ઉત્તમ છે. તમારા સ્વભાવમાં ભાવુકતા અને કામુકતા વધુ રહેશે. પેટમાં દુખાવાની આશંકા છે. મનમાં ભય રહેશે. માનસિક સંતુલન જાળવી રાખવો. પ્રેમીઓને પ્રણય માટે આજનો દિવસ અનુકૂળ છે.
– બેજાન દારૂવાલા