Mojemoj.com

Best Gujarati Blog

23 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

ઉગ્ર સ્વભાવ પર સંયમ રાખવો. શારીરિક અને માનસિક શિથિલતાનો અનુભવ કરશો. વધુ પરિશ્રમ બાદ પણ અલ્પ સફળતા પ્રાપ્ત થશે. સંતાનના વિષયમાં પણ તમને ચિંતા સતાવશે. વ્યસ્તતાને કારણે પરિવારજનો પર ઓછું ધ્યાન આપશો. ઉદરના રોગથી પેટમાં દુખાવો થઈ શકે છે. પ્રવાસ બને તો આજે ટાળવો. સરકારી કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે.

વૃષભ(Taurus):

આજે તમારું મનોબળ ઊંચું રહેવાની સાથે તમે આત્મવિશ્વાસથી પરિપૂર્ણ રહેશો. પિયરમાંથી લાભદાયી સમાચાર પ્રાપ્ત થશે. અભ્યાસમાં વિદ્યાર્થીઓની રુચિ રહેશે. સરકારી ક્ષેત્રમાં લાભ થશે તથા આર્થિક વ્યવહાર કરવામાં સફળતા પ્રાપ્ત થશે. સંતાન પાછળ ખર્ચ થશે.

મિથુન(Gemini):

નવી યોજનાનો પ્રારંભ કરવા માટે આજનો દિવસ શુભ છે. સરકાર તરફથી લાભ થવાની સંભાવના છે. વ્યાવસાયિક કે વેપારના ક્ષેત્રમાં તમને ઉપરી અધિકારીઓનો સાથ મળશે. વૈચારિક રીતે તમારામાં તુરંત પરિવર્તન આવશે. હરીફો પર વિજય પ્રાપ્ત થશે.

કર્ક(Cancer):

આજે નકારાત્મક માનસિકતાની સાથે વ્યવહાર ન કરવાની ગણેશજી સલાહ આપે છે. શારીરિક અને માનસિક રીતે તમે અસ્વસ્થ રહેશો. મનમાં દુઃખ અને અસંતોષની ભાવના રહેશે. આંખોમાં પીડા થવાની આશંકા છે. પરિવારનું વાતાવરણ અનુકૂળ નહિ રહે.

સિંહ(Lio):

આજે તમારામાં આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. કોઈ પણ કાર્ય માટે ત્વરિત નિર્ણય લેશો. પિતા તથા વડીલોથી લાભ થશે. સામાજિક રીતે માન-સન્માનમાં વધારો થશે. વાણી અને વ્યવહાર ઉગ્રતાપૂર્ણ ન કરવાની ગણેશજી સલાહ આપે છે. ક્રોધનું પ્રમાણ અપેક્ષાકૃત વધુ રહેશે. આરોગ્ય સંભાળવું.

કન્યા (Virgo):

આજે તમારા અહમને કોઈ ઠેસ ન પહોંચે તથા કોઈ સાથે ઝઘડો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાની ગણેશજી સલાહ આપે છે. શારીરિક રીતે શિથિલતા અને માનસિક રીતે ચિંતા રહેશે. સ્વભાવમાં ઉગ્રતા અને ક્રોધનું પ્રમાણ વધુ રહેશે. ધનનો આકસ્મિક વ્યય થઈ શકે છે.

તુલા(Libra):

આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. વિવિધ ક્ષેત્રોમાં લાભથી તમને પ્રસન્નતા થશે. આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. મિત્રો તરફથી લાભ થશે અને તેમની પાછળ ખર્ચ પણ થઈ શકે છે. પર્યટન સ્થળની મુસાફરી તમને રોમાંચિત કરશે. ઉત્તમ ભોજન પ્રાપ્ત થશે.

વૃશ્ચિક(Scorpio):

આજનો દિવસ શુભ ફળદાયી છે. વ્યાવસાયિક સ્થળ પર વાતાવરણ અનુકૂળ રહેશે. ઉચ્ચ અધિકારી તમારા પર પ્રસન્ન રહેશે. તમે દરેક કાર્ય આજે સફળતાપૂર્વક સંપન્ન કરશો. તમારી માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરીમાં પદોન્નતિ થઈ શકે છે.

ધન(Sagittarius):

આજે તમે યાત્રા-પ્રવાસ સ્થગિત રાખશો. આજે તમારા શરીરમાં થાક રહેશે. સ્વાસ્થ્ય કંઈક નરમ-ગરમ રહેશે. મનમાં ચિંતા અને વ્યાકુળતા રહેશે. સંતાનના વિષયમાં ચિંતા રહેશે. વ્યવસાયમાં અવરોધો આવશે. ભાગ્ય સાથ આપતું ન હોય તેવું લાગશે. હરીફો સાથેનો વાદવિવાદ ટાળવો.

મકર(Capricorn):

આજે અચાનક ધનખર્ચનો યોગ છે. આ ખર્ચ સ્વાસ્થ્યને કારણે પણ થઈ શકે છે અથવા તો કોઈ સામાજિક કાર્ય માટે થઈ શકે છે. ખાનપાનમાં ધ્યાન રાખવું અને ક્રોધ પર નિયંત્રણ રાખવું. નોકરી કે વ્યવસાયમાં અનુકૂળતા રહેશે.

કુંભ(Aquarius):

ગણેશજી કહે છે કે, પ્રણય માટે આજે અનુકૂળ દિવસ છે. આજે દરેક કાર્ય તમે દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસપૂર્વક કરશો. પ્રવાસ-પર્યટનની સંભાવના છે. સારું ભોજન અને નવાં વસ્ત્ર પરિધાન પ્રાપ્તિનો પ્રસંગ ઉપસ્થિત થશે. ભાગીદારીથી લાભ થશે. વાહન સુખ મળશે.

મીન(Pisces):

આજનો દિવસ તમારા માટે શુભ ફળદાયી છે તેમ ગણેશજી કહે છે. આજે તમારા મનોબળ અને આત્મવિશ્વાસમાં દૃઢતાનો અનુભવ થશે. શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!