Mojemoj.com

Best Gujarati Blog

6 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

કોઈ પણ પ્રકારના સંકટમાં ન પડવું. વ્યાવસાયિક સ્થળ પર આજે અધિકારીઓ સાથે ઉગ્ર ચર્ચામાં ન ઊતરવું તમારા માટે હિતકારી છે. ગૃહસ્થ જીવનમાં આનંદપૂર્ણ વાતાવરણ રહેશે. તીર્થયાત્રા પર જવાનું થઈ શકે છે.

વૃષભ(Taurus):

નવા કાર્યનો પ્રારંભ આજે ન કરવો. વાણી અને વર્તન પર સંયમ રાખવો. ખાનપાન પર ધ્યાન રાખવું. વ્યાવસાયિક ક્ષેત્રમાં વિઘ્ન આવી શકે છે. ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચામાં ન પડવું. કાર્યમાં સફળતા પ્રાપ્ત થવામાં વિલંબ થઈ શકે છે.

મિથુન(Gemini):

આજે આમોદપ્રમોદમાં પોતાની જાતને ભુલાવી દેવાનો દિવસ છે. મનોરંજક પ્રવૃત્તિમાં તમે ખોવાયેલા રહેશો. મિત્રો સાથે પ્રવાસ-પર્યટનનું આયોજન થશે. સારા ખાન-પાન અને સારાં વસ્ત્ર ઉપલબ્ધ થશે. મધ્યાહન બાદ તમે કંઈક વધુ પડતા ભાવુક બનશો.

કર્ક(Cancer):

વ્યાવસાયિક સ્થળ પર વાતાવરણ અનુકૂળ રહેશે. સાસરી પક્ષ તરફથી શુભ સમાચાર મળશે. પારિવારિક વાતાવરણ પણ અનુકૂળ રહેશે. શારીરિક અને માનસિક રીતે તમે સ્વસ્થ રહેશો. સામાજિક રીતે સન્માન પ્રાપ્ત થશે. ભાગીદારોથી લાભ થશે.

સિંહ(Lio):

પ્રણય-પ્રસંગ માટે આજનો દિવસ અનુકૂળ છે. ક્રોધ પર સંયમ રાખવો. પેટ સંબંધિત રોગોથી શારીરિક કષ્ટ થઈ શકે છે, પરંતુ મધ્યાહન બાદ પરિવારમાં આનંદ અને ઉલ્લાસમય વાતાવરણ રહેશે. વ્યવસાયમાં લાભ થવાની સંભાવના છે.

કન્યા (Virgo):

આજે શારીરિક રીતે ઊર્જાની ઉણપ મહેસૂસ કરશો. ધનહાનિની આશંકા છે. ક્રોધ પર સંયમ રાખવો. કાર્યમાં સફળતા ન મળવાને કારણે નિરાશા થઈ શકે છે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકશો અને નવાં વસ્ત્રોની ખરીદી પણ કરશો. વાહનસુખ મળશે.

 તુલા(Libra):

નવા કાર્યનો શુભારંભ કરવા માટે આજનો દિવસ સારો છે. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે. ભાગ્ય સાથ આપશે. સામાજિક રીતે માન-સન્માન પ્રાપ્ત થશે, પરંતુ મધ્યાહન બાદ તમારા મન પર ઉદાસીનતા છવાયેલી રહેશે.

 વૃશ્ચિક(Scorpio):

નિર્ધારિત કાર્ય સંપન્ન ન થવાને કારણે હતાશાનો અનુભવ થઈ શકે છે. કોઈ પણ મહત્ત્વપૂર્ણ કાર્ય અથવા તેના વિષયમાં નિર્ણય ન લેવાની ગણેશજી સલાહ આપે છે. પરિવારજનો તથા ભાઈબહેનો સાથે સમય આનંદપૂર્વક પસાર કરશો.

ધન(Sagittarius):

આજનો દિવસ તમારા માટે શુભ ફળદાયી છે. કાર્યમાં સફળતા મળશે, ધન લાભ થઈ શકે છે. શારીરિક અને માનસિક રીતે તમે આનંદિત રહેશો. મધ્યાહન બાદ કેટલીક દ્વિધા રહેશે. વધુ ખર્ચ થઈ શકે છે.

 મકર(Capricorn):

ક્રોધમાં ખોટા શબ્દોનો પ્રયોગ ન થાય તેનું ધ્યાન રાખવું. મનમાં વ્યગ્રતા રહેશે, તેથી આધ્યાત્મિકતાનો આશ્રય લેવાથી મન શાંત થશે. મધ્યાહન બાદ સ્ફૂર્તિ અને ઉલ્લાસનો અનુભવ કરશો. પારિવારિક વાતાવરણ આનંદપ્રદાન અને શાંત રહેશે.

કુંભ(Aquarius):

આજનો દિવસ બધી જ રીતે લાભપ્રદ છે. સામાજિક ક્ષેત્રમાં તમે વધુ સક્રિય રહેશો અને તેના ફળસ્વરૂપે માનપ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્ય બગડવાની આશંકા રહેશે, આવેશપૂર્ણ મનને સંયમમાં રાખવું. ધનનો વધુ ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.

મીન(Pisces):

આજનો દિવસ તમામ પ્રકારે લાભદાયી છે. ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્યની પ્રશંસા આનંદપૂર્વક કરશે. પિતા તથા વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થશે, તેમનાથી લાભ પણ મળશે. આવકમાં વૃદ્ધિ થવાની સંભાવના છે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!