700 વર્ષ જુના આ ઝાડની સારવાર માણસની જેમ થઈ રહી છે, ડૉક્ટરોએ ચડાવ્યા ગ્લુકોઝનાં બાટલા

ભારત એક ઘણો મોટો અને વિવિધતાથી ભરેલો દેશ છે. આ દેશમાં વિવિધ ધર્મો અને સમુદાયોના લોકો હળી-મળીને રહે છે. ભારતમાં ઘણા રાજ્યો છે અને દરેક રાજ્યની પોતાની અલગ-અલગ સંસ્કૃતિ છે. આમ તો ભારતમાં વિવિધ ધર્મોને માનવા વાળા લોકો છે, પણ સૌથી વધુ લોકો હિંદુ ધર્મને માને છે. તમને જણાવી દઈએએ કે હિંદુ ધર્મમાં પરંપરાઓનું ઘણું મહત્વ હોય છે. હિંદુ ધર્મમાં ઘણી બધી પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં દેવી-દેવતાઓની સાથો સાથ નદીઓ, જંગલો અને પર્વતોની પણ પૂજા કરવામાં આવે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે, હિંદુ ધર્મ અનુસાર આ કુદરતી વસ્તુઓને મનુષ્ય જેટલું જ મહત્વ આપવામાં આવે છે. જ્યાં એક તરફ આ આધુનિક યુગમાં લોકો જંગલોનો નાશ કરવા મંડ્યા છે, ત્યાં બીજી બાજુ ઘણા લોકો એવા પણ છે કે જેઓ જંગલોને બચાવવા માટે પોતાનું બલીદાન આપવા તૈયાર છે. ઘણી જગ્યાએ માણસ કરતા વૃક્ષોને વધુ સાચવવામાં આવે છે. હાલમાં જ તેલંગના રાજ્યનાં મહેબૂબનગર જીલ્લામાં એક જુના વડના ઝાડની સારવાર ચાલી રહી છે. નવાઈની વાત તો એ છે કે, માણસને જે રીતે સારવાર આપવામાં આવે છે એવી જ રીતે આ ઝાડની સારવાર ચાલી રહી છે.

તમારી જાણકારી માટે કહી દઈએ કે આ જુના વડના ઝાડને દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું ઝાડ ગણવામાં આવે છે. પ્રાપ્ત વિગત મુજબ 700 વર્ષ જુના આ વડના ઝાડની હાલત ખરાબ છે અને તેને બચાવવા માટે સંઘર્ષ ચાલી રહ્યો છે. ઝાડને ફરી જીવંત કરવા માટે સલાઈન (ખારા પાણી) નાં બાટલા ચડાવવાનું ચાલુ છે. વનસ્પતિ વિજ્ઞાનનાં જાણકાર લોકો આ ઝાડને કેમિકલ ચડાવી રહ્યા છે. મીડિયા-રીપોર્ટ મુજબ આ ઝાડ પર ઉધઈ લાગી ગઈ છે અને ઉધઈએ આ ઝાડને કોરી ખાધું છે.

આ વડના ઝાડમાં જંતુનાશક દવા ભરેલા ઘણા બધા બાટલા ટીંગાડવામાં આવ્યા છે કે જેથી કરી ઝાડ ફરી એકવાર લીલુંછમ થઈ જાય. ઈન્જેક્શન દ્વારા જંતુનાશકો આ ઝાડની ડાળીઓ અને છેક મૂળ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 700 વર્ષ જુનું આ ઝાડ મહેબૂબનગરનાં પિલ્લામર્રી વિસ્તારમાં સ્થિત છે. આ ઝાડ ત્રણ એકર જમીનમાં ફેલાયેલ છે. આ ઝાડને દુનિયાનું સૌથી વિશાળકાય ઝાડ માનવામાં આવી રહ્યું છે. એટલે જ ઝાડને જોવા માટે દુર-દુર થી સહેલાણીઓ આવતા રહે છે. ઝાડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે અહીંયા લોકોના આવવા જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

ઝાડને બચાવવા માટે જંગલ ખાતાના અધિકારીઓએ સલાઈન ડ્રીપનાં ઈન્જેક્શનમાં ઘણા કેમિકલ મિક્ષ કર્યા છે, આવી રીતે ઘણી બોટલો તૈયાર કરવામાં આવી છે. ઝાડના ઈલાજ માટે બે-બે મીટરના અંતરે આવી ઘણીએ બોટલો લટકાવવામાં આવી છે. આ સાથે ઝાડનાં રક્ષણ માટે અન્ય રીતો પણ અપનાવવામાં આવી રહી છે. ઝાડને આધાર આપવા માટે ઝાડની આજુબાજુ કૉન્ક્રીટનું સ્ટ્રકચર ઉભું કરવામાં આવ્યું છે. જીલ્લાના જીલ્લાધિકારી રાનલ્ડ રોસ વ્યક્તિગત રીતે ઝાડના ઈલાજની દેખરેખ રાખી રહ્યા છે. હવે તો એ જોવાનું રહ્યું કે આટલી બધી સારવાર પછી ઝાડને બચાવી શકાય છે કે કેમ?

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!