અંતિમ સંસ્કાર વખતે મૃતકનાં માથા પર કેમ દંડો મારવામાં આવે છે? રહસ્ય જાણીને નવાઈ લાગશે

હિન્દૂ ધર્મમાં જન્મથી લઈને મૃત્યુ સુધી ઘણા બધા સંસ્કારો નિભાવવાનાં હોય છે. આમાંના કેટલાક સંસ્કારો એવા છે કે જે ખૂબ મહત્વપૂર્ણ છે. એમ તો ધાર્મિક દ્રષ્ટિએ તમામ સંસ્કારોનું પોતાનું મહત્વ છે, પરંતુ હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કારને ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ માટે જીવનનો છેલ્લો સંસ્કાર એટલે અંતિમ સંસ્કાર. માન્યતા મુજબ, આ અંતિમ પ્રક્રિયા માનવ જીવન સાથે એવી રીતે સંકળાયેલી છે કે તેના આગામી જન્મમાં પણ તેનો પ્રભાવ પડે છે.

આ જ કારણ છે કે અંતિમ સંસ્કારની વિધિ વખતે ખૂબ જ સાવધાની અને ચોકસાઈ રાખવામાં આવે છે. એ વાત તો બધા જાણે જ છે કે મૃત્યું સનાતન સત્ય છે, એને કોઈ ટાળી ન શકે. જે કોઈપણ મનુષ્ય કે જીવ આ પૃથ્વી પર જન્મ્યાં છે, એ બધાએ એક દિવસ આ ફાની દુનિયા છોડીને જવાનું જ છે. દરેક ધર્મમાં વ્યક્તિનાં મૃત્યું પછી અલગ-અલગ રીતે અંતિમ વિધિ કરવામાં આવે છે. પોતપોતાની ધાર્મિક માન્યતા મુજબ લોકો અંતિમ સંસ્કાર કરે છે. બસ, એવી જ રીતે હિન્દૂ ધર્મમાં પણ અંતિમ સંસ્કારને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે.

તમે ઘણીવાર જોયું હશે કે મનુષ્યની અંતિમ વિધિ દરમિયાન એક મહત્વની ક્રિયા કરવામાં આવે છે, જેને કપાલ ક્રિયા કહેવામાં આવે છે. કપાલ ક્રિયા વગર કોઈપણ વ્યક્તિના અંતિમ સંસ્કાર અધૂરા ગણાય છે. આ ક્રિયા કરવી અને જોવી બંને ખૂબ જ દુઃખદ છે. કદાચ આ ક્રિયા જોઈને તમારા મનમાં પણ પ્રશ્ન થતો હશે કે, આખરે ! શા માટે આ ક્રિયાનું આટલું મહત્વ છે? તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મૃત્યું સંબંધિત બધી જ બાબતોનો ઉલ્લેખ હિન્દૂ ધર્મનાં ધાર્મિક ગ્રંથ ગરુડ પુરાણમાં કરવામાં આવ્યો છે.

વૈજ્ઞાનિકોનાં કહેવા મુજબ, મનુષ્યનાં શરીરમાં સૌથી મજબૂત અંગ એનું માથું હોય છે. માથાનું હાડકુ ખુબ જ મજબુત હોય છે અને એને સળગતા ઘણો સમય પણ લાગે છે. ગરુડ પુરાણ મુજબ, મુખાગ્નિ બાદ શરીરનાં અન્ય ભાગોની તુલનામાં માથાના ભાગે સૌથી વધુ ઘી નાખવામાં આવે છે, જેથી કરી માથું વ્યવસ્થિત સળગી જાય. જ્યારે મનુષ્યનું માથું સળગતું હોય ત્યારે એને દંડો મારીને તોડવામાં આવે છે. સ્મશાનમાં થતી આ જ ક્રિયાને કપાલ ક્રિયા કહેવાય છે. જેને જોઈને મોટા ભાગના લોકો ડરી જતા હોય છે.

લોક માન્યતા એવી પણ છે કે, જ્યારે પણ માણસનાં શરીરને બાળવામાં આવે ત્યારે એમાં વરાળ અને લોહીનું પ્રેસર તેમજ સ્નાયુઓનાં ખેંચાણને લીધે મૃત શરીર ટટ્ટાર થાય છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો મડદું ઉભું થાય છે. એટલા માટે દંડો મારીને એને વ્યવસ્થિત કરવામાં આવે છે.

પ્રાપ્ત જાણકારી મુજબ, માથું તોડવા પાછળ બે મહત્વપૂર્ણ કારણો રહેલા છે, પહેલું એ કે જો માથું તોડવામાં ન આવે તો એ બરાબર સળગે નહીં અને તે અડધું સળગેલું રહી જાય. આના પાછળ બીજું સૌથી મોટું કારણ ધાર્મિક છે. જે મુજબ કપાલ ક્રિયા કરવાનું મુખ્ય કારણ વ્યક્તિને સાંસારિક બંધનોમાંથી મુક્ત કરવાનું હોય છે. કપાલ ક્રિયા બાદ જ વ્યક્તિ આ જીવનના બધા બંધનોમાંથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે. આ જ કારણ છે કે હિન્દૂ ધર્મમાં કપાલ ક્રિયા અંતિમ સંસ્કારની ખૂબ જ મહત્વપૂર્ણ કડી છે.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ નોખી-અનોખી પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!