Mojemoj.com

Best Gujarati Blog

શું તમારા વાળ સમય પહેલા સફેદ થઈ રહ્યા છે? તો અજમાવો આ કારગર ઉપાયો

આજકાલની ફાસ્ટ લાઈફમાં વાળની યોગ્ય સારસંભાળ ન લેવાને કારણે અથવા ચિંતા-તણાવને કારણે વાળ નાની ઉંમરમાં જ સફેદ થઈ રહ્યા છે. દિનપ્રતિદિન વાળ સંબંધિત સમસ્યાઓ વધી રહી છે. એમાં એક મોટી સમસ્યા છે, સમય પહેલા જ વાળ સફેદ થવાની. આ સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો રસાયણોનો ઉપયોગ કરે છે જેનાથી વાળ કાળા થવાને બદલે વધુ ઝડપથી સફેદ થઈ જાય છે. તેથી આજે અમે તમને જણાવીશું કેટલાક એવા જ સરળ ઘરેલૂ નુસખા કે જેની મદદથી તમે નાની ઉંમરમાં સફેદ થયેલા વાળને ફરીવાર નેચરલી કાળા બનાવી શકો છો.

અકાળે વાળ સફેદ થવાના કારણો :


સફેદ વાળથી મુક્તિ મેળવવા માટે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે, આવું કેમ થઈ રહ્યું છે? હકીકતમાં વાળ સફેદ થવાના ઘણા બધા કારણો છે, જેમ કે ખાવા-પીવાની ખોટી આદતોને કારણે પણ સમય પહેલા વાળ સફેદ થઈ શકે. ખોરાકમાં વિટામિન-બી, લોહતત્વ, કોપર અને આયોડીન જેવા પોષક તત્વોની ઉણપને લીધે સફેદ વાળની સમસ્યા થઈ શકે. આ સિવાય તણાવ, પ્રદુષણ, ધૂમ્રપાન અને કોઈ બીમારીને કારણે પણ વાળ નાની ઉંમરમાં સફેદ થઈ જાય છે.

એટલું જ નહીં, જેને ડર લાગતો હોય, ગભરામણ થતી હોય, પેનિક અટેક અને શરીરની ગરમીને કારણે પણ વાળ સફેદ થઈ જાય છે. કેટલાક લોકોને આ સમસ્યા વારસાગત હોય છે. આવી સ્થિતિમાં આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે યોગ્ય દિનચર્યા સાથે પૌષ્ટિક અને સંતુલિત આહાર પણ ખૂબ જરૂરી છે. વિટામિન-બી થી ભરપૂર ભોજન, દહીં, લીલા શાકભાજી, ગાજર, કેળા વગેરેનું સેવન કરવું જોઈએ. આનાથી માથામાં બ્લડ સર્ક્યુલેશન બરાબર થાય છે અને વાળ સ્વસ્થ રહે છે. આ સાથે જ સમય પહેલા સફેદ થતા વાળની સમસ્યાને દૂર કરવા અને સફેદ વાળને ફરી કાળા કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાયો પણ છે. તો ચાલો જાણીએ…

સફેદ વાળને કાળા કરવાના ઘરેલુ ઉપાય:

● વાળને કુદરતી રીતે રંગવા માટે હંમેશા આમળા, અરીઠા અને યોગ્ય તેલનો ઉપયોગ કરવો જોઈએ. કાચા આમળા ખાવાથી પણ વાળને ફાયદો થાય છે. આમળાને મહેંદી સાથે મિક્ષ કરીને વાળમાં લગાડવાથી વાળ એકદમ રેશમી અને ચમકદાર બને છે. આમળાને બારીક કાપીને ગરમ નારિયેળ તેલ સાથે ભેળવીને માથા પર લગાવો. જેનાથી વાળ સફેદ થતા અટકશે.

● સફેદ વાળને કાળા કરવા માટે ડુંગળીનો રસ ચમત્કારીક ઈલાજ છે. આ માટે, દરરોજ ન્હાતા પહેલા માથામાં ડુંગળીની પેસ્ટ લગાવો. તમે ટૂંક સમયમાં જોઈ શકશો કે સફેદ વાળ કાળા થવા લાગ્યા છે.

● ગાયના દૂધનું માખણ લઈ હળવા હાથે વાળના મૂળમાં લગાવવાથી બહુ ઝડપથી ફાયદો થાય છે.

● સફેદ વાળને કાળા કરવા માટે અડધા કપ દહીંમાં થોડોક કાળા મરીનો પાવડર અને એક ચમચી લીંબુનો રસ ભેળવીને વાળમાં લગાવો. ચણાનાં લોટ અને દહીંથી વાળને ધોઈ લો. સફેદ વાળ કાળા થઈ જશે.

● વાળમાં રોજ સરસિયાનું તેલ લગાવવાથી વાળ હંમેશા કાળા રહે છે.

● વાળને કાળા કરવા માટે ભૃન્ગરાજ અને અશ્વગંધાનાં મૂળિયા ખૂબ જ કારગર સાબિત થાય છે. આ બન્નેની પેસ્ટ બનાવીને નારિયેળનાં તેલ સાથે વાળનાં મૂળ સુધી લગાડો. ત્યારબાદ 1 કલાક પછી નવશેકા પાણીથી વાળ ધોઈ નાખો. આનાથી વાળની કંડીશનિંગ પણ થશે અને વાળ કાળા પણ થશે.

● એક કપ ચાનું પાણી ઉકાળી તેમાં એક ચમચી મીઠું નાખીને મિશ્રણ તૈયાર કરો. વાળ ધોવાના એક કલાક પહેલાં આ મિશ્રણને લગાવી દેવું. આવું નિયમિત કરવાથી વાળ કાળા થવા લાગે છે.

● શુદ્ધ ઘી પણ સફેદ વાળ માટે રામબાણ છે. દરરોજ શુદ્ધ ઘી થી માલિશ કરવાથી સફેદ વાળની સમસ્યાથી છુટકારો મળે છે.

● નારિયેળ તેલમાં મીઠા લીમડાના પાન એ રીતે ઉકાળી લેવા કે પાન કાળા પડી જાય. આ તેલથી વાળના મૂળમાં માલિશ કરવાથી વાળ ભરાવદાર અને કાળા બને છે.

● વાળમાં એલોવેરા જેલ લગાવવાથી પણ વાળ ખરતાં બંધ થઈ જાય છે અને નાની ઉંમરમાં વાળ સફેદ થવાની સમસ્યા દૂર થઈ, સફેદ વાળ કાળા થવા લાગે છે. તેના માટે તમે તાજાં એલોવેરા પલ્પનો ઉપયોગ કરી શકો છો.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ ખૂબ જ ઉપયોગી પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!