માથામાં ટાલ પડવાના કારણો વાંચી લેશો તો ટાલિયા થતા બચી જશો..ચેતતા નર સદા સુખી

ખરતા વાળને સામાન્ય રીતે ગઢપણનાં લક્ષણો ગણાવામાં આવે છે, પણ એવું જરૂરી નથી કે ટાલિયાપણું ફક્ત ગઢપણની નિશાની છે. આ સિવાય પણ ટાલ પડવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય શકે. આજે અમે તમને જણાવીશું કે આખરે! લોકોને ટાલ પડવાની સમસ્યા કેમ થાય છે? લોકોના વાળ કેમ ખરી જાય છે?

વાળનું ખરવું એ સામાન્ય બાબત છે. એવું માનવામાં આવે છે કે દરરોજ 100 વાળ તૂટવા એ સામાન્ય વાત છે પણ આનાથી વધારે તૂટે તો એ સમસ્યા બની શકે. અમેરિકન હેર લોસ એસોસીએશનનાં કહેવા પ્રમાણે, અમેરિકા દર વર્ષે વાળ સંબંધિત સમસ્યાના ઈલાજ માટે 3.5 અરબ ડોલર ખર્ચ કરે છે.

ચાલો જાણીએ, કેમ લોકોને માથામાં ટાલ પડી જાય છે?

આનુવંશિક (વારસાગત) :


ઘણા લોકોમાં ટાલની સમસ્યાનું કારણ પારિવારિક ઈતિહાસ પણ હોય શકે છે. જી હાં, વારસાગત કારણને લીધે થતી વાળની સમસ્યા ખૂબ જ ગંભીર છે, જેનો કોઈ પાક્કો ઈલાજ પણ નથી.

વાળ માટેની ટ્રીટમેન્ટને કારણે :


હેરસ્ટાઈલ બનાવવા માટે સામાન્ય રીતે રબ્બર બેન્ડ, રોલર્સ કે બેરેટ્સનો ઉપયોગ થાય છે. આ સિવાય વાળમાં બ્લીચ કરાવવું, કોઈ હેર ટ્રીટમેન્ટ લેવી, વાળને રંગવા કે કોઈ કેમિકલ યુક્ત ઉત્પાદનોનાં ઉપયોગને કારણે વાળને નુકશાન થાય છે. પરિણામે વાળ ખરવા માંડે છે અને ટાલ પડવાની શરૂઆત થવા લાગે છે.

અસંતુલિત હોર્મોન:


મહિલાઓમાં ગર્ભ નિરોધક દવાઓ, ગર્ભાવસ્થા, પ્રસવ, રજોનિવૃત્તિ કે હિસ્ટરીકટોમીને કારણે હાર્મોનમાં થતા ફેરફારને લીધે પણ ટાલિયાપણું આવે છે.

બીમારી કે સર્જરી:


મોટેભાગે બીમારી કે સર્જરીને કારણે વ્યક્તિમાં તણાવ વધે છે. ઘણી વખત કોઈ બીમારી અથવા સર્જરી દરમિયાન વાળને નુક્શાન પહોંચે છે. જેમ કે કેન્સરની સારવાર દરમિયાન કીમોથેરાપીમાં વાળ સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે. જોકે પછી ફરી વાળ ઉગી જાય છે. કેટલાક કિસ્સાઓમાં વાળનું ઉત્પાદન અટકી જાય છે. ઘણી વાર થાઈરોઇડ ડિસઓર્ડર, સિફિલિસ, આયર્નની ઉણપ, લ્યુપસ અથવા ગંભીર ચેપને કારણે ટાલિયાપણું આવી જતુ હોય છે. એક ઓટોઈમ્યુન કંડીશન એલોપેસિયા એરિયાટા (Alopecia Areata) પણ વાળનું પતન કરે છે.

દવાની આડ અસર:


કીમોથેરેપી સિવાય ઘણી દવાઓની આડ અસરને લીધે પણ વાળ ખરવા લાગે છે. હાઈ બ્લડ પ્રેસર અને સંધિવાની દવાના સેવનને કારણે આ સમસ્યા થઈ શકે છે. વિટામિન-એ નાં ઉચ્ચ સ્તરને કારણે પણ આ સમસ્યા થાય છે.

પોષણ સંબંધિત સમસ્યા:


પોષણયુક્ત આહાર ન લેવાથી અથવા અસ્વસ્થ ખોરાકને કારણે વાળ ખરવાની સમસ્યા થવા લાગે છે. ઘણી વખત ખોરાકમાં પ્રોટીન, વિટામીન કે ખનીજનાં અપૂરતા પ્રમાણથી પણ ટાલ પડવાની સમસ્યા થઈ શકે છે.

ઉંમરની અસર:


વધતી ઉંમર એ વાળ ખરવા પાછળનું મુખ્ય કારણ છે. જો તમે સ્વસ્થ જીવનશૈલી ન અપનાવો તો ખૂબ જ જલ્દીથી ઉંમરની અસર તમારા વાળ પર દેખાવા લાગે છે.

મિત્રો, ઉપર જણાવેલ ટાલ પડવાના કારણો જાણીને અગાઉથી જ જો આપણે આ બધી બાબતોનું પૂરતું ધ્યાન રાખીએ તો ચોક્કસ આ સમસ્યાથી બચી શકાય. કારણ કે Precaution is better than cure.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ ઉપયોગી પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!