ઘરમાં અપનાવો ફેંગશુઈનાં આ સરળ ઉપાય, તમારૂ આખું ઘર સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે
હિન્દૂ ધર્મમાં માનનારા લોકો ઘણા બધા નીતિ-નિયમોનું પાલન કરે છે. આમાંનું એક છે વાસ્તુ શાસ્ત્રના નિયમોનું પાલન કરવું. જે લોકો વાસ્તુના નિયમોનું પાલન કરે છે, તેઓ સુખી જીવન જીવે છે. વાસ્તુ મૂળભૂત રીતે મનુષ્યના જીવનની રહેણી-કરણીની સાચી રીત જણાવે છે. કોઈ પણ વ્યક્તિની જીવન જીવવાની રીતથી એના જીવનમાં સારી અને ખરાબ એમ બન્ને અસરો જોવા મળે છે. રહેણી-કરણીની રીત દ્વારા જ વ્યક્તિનાં ઘરમાં સકારાત્મક અથવા નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

જે રીતે ભારતના લોકો વાસ્તુશાસ્ત્રનાં નિયમોનું પાલન કરે છે એવી જ રીતે ચીનમાં લોકો ફેંગશુઈનાં નિયમોનું પાલન કરે છે. ફેંગશુઇમાં કેટલીક ખાસ વસ્તુઓનો ઉપયોગ કરીને ઘરની નકારાત્મક ઊર્જા દૂર કરી શકાય છે, જેથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થઈ શકે. જ્યારે ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે ત્યારે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. ઘણી વાર તમે નોંધ્યું હશે કે કેટલાક લોકો પાસે પૈસા તો ઘણા હોય, પરંતુ તેમના ઘરમાં સુખ-શાંતીનો અભાવ હોય.
જો તમારા ઘરમાં પણ આવું જ કંઈક થઈ રહ્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને ફેંગશુઈનાં સરળ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. આ સરળ ઉપાય અપનાવીને તમે તમારા ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જાળવી શકશો.
ઘરની સુખ-શાંતિ માટે અપનાવો ફેંગશુઈનાં ઉપાયો:
● ફેંગશુઈમાં લાફિંગ બુદ્ધાનું અનોખુ મહત્વ છે. ઘરમાં સમૃદ્ધિ અને ખુશહાલી લાવવા માટે અનેક લોકો ઘરે લાફિંગ બુદ્ધા વસાવે છે. ઘરમાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા રાખવાથી બધા જ દુઃખ અને નેગેટિવ એનર્જી દૂર થાય છે. લોક વાયકા મુજબ જો તમે લાફિંગ બુદ્ધાના પેટને રોજ ઘસો તો તેનાથી સમૃદ્ધિ અને ગુડલક આવે છે. ભાગ્ય લક્ષ્મીને રિઝવવા માટે લાફિંગ બુદ્ધા મેઈન રૂમના દક્ષિણ-પૂર્વ ખૂણામાં રાખો.
● તમે ઘણી વખત લોકોના ઘરમાં વિન્ડ ચેઈમ્સ લાગેલા જોયા હશે. વિન્ડ ચેઈમ્સ પણ ફેંગશુઈની જ એક મહત્વની વસ્તું છે. ઘરમાં વિન્ડ ચેઈમ્સનાં અવાજથી પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે. સંબંધોમાં તણાવ દુર થાય છે અને ઘરમાં ખુશીઓ આવે છે, સાથે ઘરની સજાવટ પણ થઈ જાય છે. વિન્ડ ચેઈમ્સ ઘરના મુખ્ય દરવાજે લગાવવું શુભ ગણાય છે.
● ઘરનાં દરવાજામાં અંદરની બાજુ લાલ રંગની રીબન સાથે ત્રણ સિક્કા લગાવવાથી નકારાત્મક શક્તિનો નાશ થાય છે અને હકારાત્મક શક્તિ દ્રારા ધન લાભ થાય છે.
● તમારા એપાર્ટમેન્ટ અથવા ઘરમાં સકારાત્મક ઊર્જાનો અભાવ હોય તો ફેંગશુઈનાં ઉપાયો દ્વારા તેમાં વધારો કરી શકો છો. ઘરની સ્પેસ અને દિશાઓ મુજબ ફેંગશુઇનાં નિયમ અપનાવવાથી ચોક્કસ લાભ થાય છે. એ જ રીતે ઘરમાં વિવિધ પ્રકારના અરીસા કે સુશોભિત કાચ લગાવવાથી સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે. ફેંગશુઈનાં નિયમ મુજબ ઘરમાં કાચ લગાવવાથી ઘરની સુખ-શાંતિ જળવાઈ રહે છે.
● જો તમે ફેંગશુઈ બેગુઆ (bagua – એક પ્રકારની આકૃતિ) નો ઉપયોગ જાણતા હોવ તો પોતાના એપાર્ટમેન્ટ કે ઘરના મુખ્ય દરવાજા પર બેગુઆને સ્થાપિત કરો. આમ કરવાથી તમારી કારકિર્દીમાં ચાર ચાંદ લાગી જશે. જે જગ્યા પર બેગુઆ હોય ત્યાં બીજી કોઈ વસ્તુ રાખવી નહિ. બેગુઆ ક્ષેત્રમાં રંગ, આકાર અને સજાવટ પણ મહત્વનું હોય છે.