ગેસ સિલિન્ડર પર લખેલ આ નંબરનો અર્થ જાણવો ખૂબ જ જરૂરી છે. 98% લોકો આ વાત નથી જાણતા

આધુનિક સુવિધાઓ માનવ જીવન માટે જેટલી લાભદાયક છે એટલી જ ખતરનાક પણ છે. ગેસ સિલિન્ડર પણ આવી જ એક વસ્તું છે. રસોઈ ગેસના (LPG) ઉપયોગથી મહિલાઓનું જીવન એકદમ સરળ થઈ ગયું છે પણ એનું જોખમ પણ કંઈ ઓછું નથી. અવારનવાર ગેસ સિલિન્ડર ફાટવાથી થતી ભયાનક દુર્ઘટનાઓનાં સમાચાર સંભળાય છે. એવામાં ગેસનો ઉપયોગ કરતા સમયે આપણે આવશ્યક સાવચેતી રાખવી જોઈએ, જેમ કે થોડું પણ લીકેજ હોવાની શંકા હોય તો એની અવગણના ન કરવી જોઈએ.

સાથે જ કેટલીક બાબતો એવી પણ હોય છે કે જે આપણા માટે ખૂબ જ જરૂરી હોય છે છતાં આપણે એના પર પૂરતું ધ્યાન નથી આપતા. આજે અમે તમને ગેસ સિલિન્ડર સંબંધિત એક એવી જરૂરી માહીતી આપવા જઈ રહ્યા છીએ કે જે તમને દુર્ઘટનાથી બચાવશે.

રસોઈ ગેસ સિલિન્ડર સંબંધિત જરૂરી સૂચના:


ઘણી વખત એવું થતું હોય છે કે આપણે જે વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ એના વિશે આપણને જરૂરી જાણકારી નથી હોતી અને તેથી જ આજે અમે તમને એક એવી જ વસ્તું વિશે માહિતગાર કરીશું. મોટાભાગના લોકોને આના વિશે ખબર નથી. હકીકતમાં અમે વાત કરી રહ્યાં છીએ ગેસ સિલિન્ડર પર લખેલ એક વિશેષ કોડ નંબર વિશે, જે સિલિન્ડરની સૌથી ઉપર રેગ્યુલેટરની બાજુમાં જે ત્રણ પટ્ટી લાગેલી હોય છે તેમાંથી એક પટ્ટી પર લખેલ હોય છે. જે ઉપરોક્ત ફોટોમાં દર્શાવેલ છે.

આ નંબર પર ઘણીવાર તમારૂ ધ્યાન ગયું હશે પણ શું તમે કોઈ દિવસ જાણવાની કોશિશ કરી કે આ નંબર શું છે અને શા માટે લખવામાં આવે છે? આ નંબર દરેક રસોઈ ગેસ ઉપભોક્તાની સુરક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે એમ છતાં મોટાભાગના લોકોને આ નંબરનો સાચો મતલબ ખબર નથી હોતો. ચાલો જાણીએ આનો સાચો મતલબ.

હકીકતમાં આ નંબર ગેસ સિલિન્ડરની એક્સપાઈરી ડેટ દર્શાવે છે અને આ એક્સપાઈરી ડેટ પુરી થઈ ગયા પછી સિલિન્ડરનો ઉપયોગ કરવો સુરક્ષિત નથી. આ કોડ નંબરની શરૂઆતમાં A, B, C, D જેવા અક્ષરો લખેલ હોય છે જેનો મતલબ એ છે કે ગેસ કંપની દરેક અક્ષરને 3 મહિનામાં વહેંચે છે. A નો મતલબ જાન્યુઆરી થી માર્ચ, B નો મતલબ એપ્રિલ થી જૂન સુધી. એવી જ રીતે C નો મતલબ જુલાઈથી લઈને સપ્ટેમ્બર સુધી અને D નો મતલબ ઓક્ટોબર થી ડિસેમ્બર સુધી. આ સાથે આમાં વર્ષ પણ દર્શાવવામાં આવે છે, ઉદાહરણ તરીકે A-18 નો મતલબ એવો થાય છે કે ગેસ સિલિન્ડરની એક્સપાઈરી ડેટ જાન્યુઆરી-2018 થી લઈને માર્ચ-2018 સુધી છે. ત્યારબાદ સિલિન્ડરનો ઉપયોગ કરવો એ જોખમકારક છે અને આ જોખમમાં સામેલ છે લીકેજ થી લઈને સિલિન્ડર ફાટવા સુધીની દુર્ઘટના. તેથી હવે તમે જ્યારે પણ નવો ગેસ સિલિન્ડર લેવા જાવ ત્યારે આ નંબર જરૂરથી ચેક કરી લેજો.

આ નંબર અંકિત કરીને ગેસ કંપની પોતાની જવાબદારી નિભાવે છે. આપણે પણ એક જાગૃત ઉપભોક્તા તરીકે આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે હજુ પણ મોટાભાગના લોકોને આ વિશે ખ્યાલ નથી એટલે તમે આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો જેથી વધુમાં વધુ લોકો સુધી આ ઉપયોગી જાણકારી પહોંચી શકે. આ જાણકારી અને તમારી સાવચેતી લોકોનો જીવ બચાવી શકે છે.

મિત્રો, તમને બધાને નમ્ર અપીલ છે કે ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ જાણકારીને વધુમાં વધુ શેર કરો.

Leave a Reply

error: Content is protected !!