Mojemoj.com

Best Gujarati Blog

આ અક્ષરથી જેમનું નામ ચાલુ થતુ હોય એ પતિદેવો હોય છે જોરૂના ગુલામ – વાંચવા ક્લિક કરો

લગ્નજીવન ગાડીના બે પૈડાં સમાન છે.પતિ-પત્ની સાંસારીક ગાડીના એક-એક પૈડાં સમાન છે.જેમ બંને પૈડાં વચ્ચે એકલયરૂપ સમતોલન જળવાય રહે તો જ ગાડી ધાર્યે માર્ગે આગળ વધી શકે તેમ સાંસારીક વિશ્વમાં પણ પતી-પત્નીનો પરસ્પર સહયોગ જરૂરી છે.

પત્ની આપવડાઇ રાખનાર,અતિ ચંચળ હોય કે પોતાનું જ કરનારી હોય તો સાંસારીક સબંધ ટકી શકતો નથી.તેવી જ રીતે,જો પતિ પણ બેજવાબદાર હોય તો લગ્નજીવનમાં ખટાશ આવવી સ્વાભાવિક છે.

જો લગ્નજીવન સફળ બનાવવું હોય,એના વડે જગત કલ્યાણનો સેવાયજ્ઞ સાકાર બનાવવો હોય તો પતિ-પત્ની વચ્ચે બધી રીતે સુમેળ હોવો જોઇએ.થોડું જતું કરવાની ભાવના નિભાવવી જોઇએ.જો પતિ પત્નીની વાત માને,એના કહ્યાં પ્રમાણે કરે તો લોકો તેને માટે “બૈરીના ગુલામ”જેવા હિનતાવાચક શબ્દો વાપરે છે.જે યોગ્ય નથી.અમુક વખતે આમ કરવું પડતું હોય છે-જો સત્ય હોય તો.આવા લોકો ખરા અર્થમાંં સંસાર ચલાવવામાં હથોટી મેળવી શકે છે.મારા-તારી કરનારા અમુક વખતે એમાં જ રહી જાય છે!આજે અમે એવા જ લોકો વિશે તમને જણાવવા જઇ રહ્યાં છીએ:

સામાન્ય રીતે દરેક યુવતી ઇચ્છતી હોય છે કે,લગ્ન બાદ એમના પતિ એમની હરેક વાત સાથે સહમત થાય.જો કે,એવી કોઇ ગેરેન્ટી આપી શકાય નહી!અમુક સ્ત્રી આમ કરવામાં સફળ થાય છે તો અમુક વાર પતિ પોતે જ સ્ત્રીની વાત માની લે છે.અહીં તમને જણાવી રહ્યાં છીએ કે,અમુક અક્ષરથી શરૂ થતાં નામવાળા પતિઓ પત્નીની વાત સાથે સહમત થાય એવી સંભાવના વધુ છે.જો કે,આ એક જ્યોતિષ વિદ્યાથી વધુ કશું નથી.છતાં પણ વાત રસપ્રદ છે.

A અક્ષરથી શરૂ થતાં નામવાળા પતિઓ પોતાની પત્નીની હરેક વાતમાં સહમતિ દર્શાવનારા હોય છે એવું માનવામાં આવે છે.તેઓ પોતાની ભાર્યાંના સુખ-દુ:ખને સમજનારા હોય છે.ગમે તેવી પરિસ્થિતીમાં તે પત્નીનો સાથ છોડતા નથી.આ વર્તન તે કોઇ દબાવથી નહી પણ પોતાની મરજીથી કરે છે.તેમનો સ્વભાવ જ એ પ્રમાણેનો હોય છે.આવા જીવનસાથી વફાદાર હોવાની પણ માન્યતા છે.

એવી જ રીતે,K અક્ષરથી શરૂ થતાં નામવાળા પતિઓ પણ પત્નીની હરેક વાતમાં હા કરનારા હોવાની સંભાવનાની માન્યતા વ્યક્ત કરવામાં આવી છે.તેઓ લગ્ન પહેલાં તો કદાચ અનેક વાતની બડાશ હાંકતા હોવાની માન્યતા છે પણ લગ્ન બાદ તે પૂર્ણરીતે પત્નીના કંટ્રોલમાં રહેતા હોવાની ધારના બાંધવામાં આવી છે.

R અક્ષરથી શરૂ થતા નામવાળા પુરુષો પત્નીને ખુશ રાખવા માટે હરસંભવ કોશિશ કરતા હોવાનું કહેવાય છે.તેઓ હ્રદયના ઘણાં સાફ હોય છે.પત્ની પાસે તે કોઇ કામ કરાવવા નથી ઇચ્છતા.ભલે તે પછી લોથપોથ થઇને ઓફિસેથી ઘરે આવે પણ કામ જાતે જ કરી લે!લોકો કહે છે કે,આવા લોકો ગુલામ છે.પણ ખરેખર હક્કીકત અલગ પણ હોઇ શકે.

P અક્ષરથી શરૂ થતાં નામવાળા પુરુષો ઘણા ચતુર અને સમજદાર હોવાની ધારણા છે.તેઓ પોતાના લગ્નજીવનને ચપળતાથી અને અતુટ રીતે ચલાવવાની વૈચારિક રીત અપવાનતા હોય છે.પત્નીને તે ભરપૂર સહયોગ આપે છે.તેને હરેક વાતે પ્રસન્ન રાખવાની કોશિશ કરતા જોવા મળે છે.આમ કરવા પાછળનું કારણ એ જ કે,તેઓ સાંસારીક સબંધને કોઇ વિવાદ વિના એકધારો નિભાવી શકે.લોકો આને કદાચ ગુલામ પણ સમજે!

નોંધી લો કે,ઉપરની વાત જે તે સંદર્ભમાંથી લેવામાં આવી છે.એની ખરાઇની કોઇ ગેરેન્ટી હોઇ શકે નહી.તમે કોઇની સલાહ પણ લઇ શકો.શબ્દો અમારા છે,વિચારો નહી!

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરજો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!