ફિલ્મ ”જુદાઈ” નો આ માસૂમ બાળક, આજે બોલીવુડનો સુપરસ્ટાર છે. નામ જાણીને ચોંકી જશો

ફિલ્મ હોય કે ટીવી હોય હંમેશા તેના પર બાળ-કલાકારોનો જાદુ ચાલતો હોય છે. બાળ કલાકારો કે ચાઈલ્ડ આર્ટિસ્ટ હંમેશા પોતાની માસૂમ ભૂમિકાને લીધે દર્શકોનાં મનમાં વસી જાય છે. બાળ કલાકાર ઘણી ઓછી ઉંમરમાં જ કેમેરા સામે હસતા-રડતા શીખી જાય છે અને હંમેશા એક અનુભવી અભિનેતા જેવી એક્ટિંગ કરી જાણે છે. આપણે ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં એવા બાળ કલાકારો જોયા છે કે જેની એક્ટિંગ આજે પણ આપણા દિલમાં વસેલી છે. આજે અમે તમને એવા જ એક બાળ-કલાકારનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. આ સ્ટારને તમે ફિલ્મ જુદાઈમાં બાળ કલાકારનાં રૂપમાં જોયો હશે.

ઓહ ! તો આ હતાં ફિલ્મ જુદાઈનાં બાળ-કલાકાર.


જી હાં, આજે અમે વાત કરી રહ્યા છીએ ફિલ્મ જુદાઈમાં બાળ કલાકારની ભૂમિકા ભજવનાર એક્ટર ઓમકાર કપૂરની. તે આજે એક સુપરસ્ટાર બની ચુક્યા છે. એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ કે બોલીવુડમાં શરૂઆતથી જ ઘણા બાળ કલાકારોએ પોતાની જબરદસ્ત એક્ટિંગ દ્વારા બધાના દિલ જીતી લીધા છે. આ બાળ કલાકારોમાંથી ઘણા બાળકો આજે મોટા થઈને સુપરસ્ટાર બની ગયા છે. પણ, આમાંના ઘણા એવા પણ છે કે જેને અત્યારે આપણે ફિલ્મોમાં મુખ્ય હીરો તરીકે જોતા તો હોય પરંતુ આપણને ખ્યાલ ન હોય કે આ ભાઈ વર્ષો પહેલા જે-તે ફિલ્મ કે સિરિયલમાં ભાળ ભૂમિકા ભજવી ચુક્યા છે.

ફિલ્મ જુદાઈમાં બાળ કલાકારનો રોલ કરનાર ઓમકાર કપૂર સાથે પણ આવું જ કંઈક થયું. ઓમકાર કપૂર આજે મોટા થઈને સુપરસ્ટાર બની ગયા છે. પરંતુ, આજે તમે એને ઓળખી નહી શકો. ફિલ્મ જુદાઈમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરીને પ્રખ્યાત થનાર ઓમકારને તમે તાજેતરમાં જ એક ફિલ્મમાં જોયા હશે. પણ, ભાગ્યે જ કોઈ ઓળખી શકે કે આ એ જ નાનકડો છોકરો છે કે જેણે ફિલ્મ જુદાઈમાં શ્રીદેવીનાં દિકરાનું પાત્ર ભજવ્યું હતું. તમને જણાવી દઈએ કે ઓમકાર કપૂરની નાનપણની એક્ટિંગ જોઈને આજકાલ એના પ્રશંસકો ખૂબ વધી ગયા છે.

ફિલ્મ જુદાઈમાં ઓમકાર કપૂર હતાં બાળ-કલાકાર:

તમને જણાવી દઈએ કે ફિલ્મ જુદાઈમાં બાળ-કલાકારનો રોલ કરનાર ઓમકાર કપૂર આજે મોટો થઈ ગયો છે. તે ઘણો હેન્ડસમ પણ છે. નોંધનીય છે કે ફિલ્મ જુદાઈમાં ઓમકાર કપૂરે શ્રીદેવી અને અનિલ કપૂરના પુત્રનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મ વર્ષ 1997માં આવી અને ઘણી હિટ પણ થઈ હતી. આ ફિલ્મનો એ માસૂમ બાળક પોતાની દમદાર એક્ટિંગને કારણે ઘણો લોકપ્રિય થયો હતો. આ ફિલ્મ કરી ત્યારે તે માત્ર 10 વર્ષનો જ હતો પણ હાલ તો તે યુવાન બની ગયો છે.

જુદાઈ ફિલ્મ પહેલા વર્ષ 1996માં ‘માસૂમ’ નામની એક ફિલ્મ આવી હતી જેમાં ઓમકારે ”છોટા બચ્ચા જાન કે ન કોઈ આંખ દિખાના રે” ગીત કર્યું હતું. જે ખૂબ જ પ્રસિદ્ધ થયું હતું. આ સિવાય ઓમકારને તમે ફિલ્મ જુડવામાં સલમાન ખાનનાં નાનપણનો રોલ કરતા પણ જોયો હશે. હાલમાં જ ઓમકારે બોલીવુડની સુપરહિટ ફિલ્મ પ્યાર કા પંચનામામાં કામ કર્યું છે. ઓમકાર ફરી એકવાર પોતાનાં અભિનયનો જાદુ ચલાવી રહ્યો છે. ઓમકાર ખૂબ જ મહેનતુ અને ટેલેન્ટેડ છે. એટલે આશા એ જ છે કે ઓમકાર ખૂબ જ જલ્દી એક સુપરસ્ટાર તરીકે ઉભરી આવશે.

મિત્રો, “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!