જો તમારા નામમાં પણ કોઈ અક્ષર રીપીટ થતો હોય તો વાંચી લો. જાણવું જરૂરી છે

જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે સૌથી પહેલા એનું નામ-કરણ કરવામાં આવે છે. કેટલાક લોકો ધાર્મિક નીતિ-નિયમ મુજબ નામ રાખે છે તો કેટલાક લોકો પોતાના મનથી સારૂ એવું નામ રાખી દેતા હોય છે. હિન્દૂ ધર્મમાં સદીઓથી આ પરંપરા ચાલી રહી છે કે, બાળકના જન્મ બાદ એની જન્મકુંડળી બનાવવામાં આવે છે. એ મુજબ જે નામ યોગ્ય હોય એ જ નામ રાખવામાં આવે છે. કેટલાક લોકોનાં નામ જ એની ઓળખાણ બની જતા હોય છે.

અક્ષરોનાં પુનરાવર્તનથી વ્યકિતત્વ પર અસર થાય છે.

તમે જોયું હશે કે, ઘણા લોકોનાં નામમાં અંગ્રેજીનાં કેટલાક અક્ષરો રીપીટ થતા હોય છે, જ્યારે અમુકનાં નામમાં અક્ષરો રીપીટ ન થતા હોય. શું તમે જાણો છો આવા અક્ષરોનાં પુનરાવર્તન તમારા વ્યક્તિત્વ વિશે પણ જણાવે છે? આજે અમે તમને નામ સાથે સંકળાયેલ રહસ્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમને નવાઈ લાગશે. તમારા નામના અક્ષરો જીંદગીમાં ઘણી રીતે અસર કરતા હોય છે. ચાલો જાણીએ અક્ષરોનાં પુનરાવર્તનથી તમારા જીવનમાં શું પ્રભાવ પડે છે..

નામમાં આ અક્ષરોનાં પુનરાવર્તનથી આવા પ્રભાવ પડે છે:

● જો કોઈ વ્યક્તિનાં નામમાં A, I, J, Y, Q અક્ષરો રીપીટ થતા હોય તો એનો મતલબ એવો છે કે તે વ્યક્તિ ખૂબ જ મહત્વકાંક્ષી છે અને એને પોતાની આઝાદી ખૂબ જ પ્રિય છે. આ લોકો અન્ય લોકો સાથે જલ્દીથી હળીમળી શકતા નથી.

● જે લોકોના નામમાં B, R, K અક્ષર રીપીટ થઈ રહ્યા હોય એ લોકો ખૂબ જ સંવેદનશીલ હોય છે. આ લોકોના મનમાં હંમેશા અસુરક્ષાની ભાવના રહ્યા કરે છે.

● જો તમારા નામમાં C, G, S, L અક્ષરો રીપીટ થતા હોય તો એનો મતલબ એ થયો કે તમે ખૂબ સારા માણસ છો. એવું કહેવાય છે કે આ લોકો એકદમ સરળ સ્વભાવના હોય છે. આ લોકો પાસે હુન્નર હોય છે. જેના કારણે તેઓ કુટુંબમાં બધાના પ્રિય હોય છે.

● જે કોઈ વ્યક્તિનાં નામમાં D, M, T જેવા અક્ષરો રીપીટ થતા હોય એ લોકો ખૂબ જ મહેનતુ હોય છે. આ લોકોએ ખુદનો બિઝનેસ શરૂ કરવો જોઈએ. કારણ કે એવું કહેવાય છે કે એમને નોકરી કરતા પોતાના બિઝનેસમાં વધુ સફળતા મળે છે.

● જો તમારા નામમાં E, N, H, X જેવા અક્ષરો રીપીટ થતા હોય તો તમે ખૂબ જ પૈસાદાર હશો. તમારે ધનની બાબતમાં ક્યારેય ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ આ લોકો થોડા વિચિત્ર અને કેરલેસ સ્વભાવના હોય છે.

● જો કોઈ વ્યક્તિનાં નામમાં V, U, W જેવા અક્ષરો રીપીટ થતા હોય તો એ લોકો માનવતાની દ્રષ્ટિએ ખૂબ જ ભલા માણસો હોય છે. આવા લોકો પોતાની જવાબદારીથી કોઈ દિવસ પાછી પાની ન કરે. તેઓ પોતાના પરિવાર સાથે વધુ એટેચ હોય છે. આ લોકો ખૂબ જ નસીબદાર હોય છે.

● જો તમારા નામમાં O, Z નું પુનરાવર્તન થતું હોય તો તમે જીવનમાં ઘણા ધાર્મિક વ્યક્તિ રહેશો અને સાથે જ ભણવામાં પણ તમારૂ મન લાગ્યું રહેશે. આ લોકો એક વખત નક્કી કરે કે કંઈક કરવું છે તો તે કાર્ય પૂર્ણ કર્યે જ છૂટકો.

● જે વ્યક્તિનાં નામમાં P, F અક્ષર રીપીટ થતા હોય, એવા લોકોને બિઝનેસમાં ખૂબ જ સફળતા મળે છે. બિઝનેસમાં તેનો મગજ ખૂબ જ તેજ હોય છે. પોતાના આ ગુણને લીધે જ તેઓ ભવિષ્યમાં મોટા માણસ બને છે.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!