Mojemoj.com

Best Gujarati Blog

સંજય દત્તની દીકરી ત્રિશાલાએ ઈન્સ્ટાગ્રામ પર મચાવી ધૂમ – ક્લિક કરી Pics જુવો

ત્રિશાલાએ પિક્સ શેર કર્યા

બોલીવુડના ‘બાબા’ એટલે કે સંજય દત્ત હાલ પોતાના પ્રોફેશનલ ફ્રન્ટ પર બહુ વ્યસ્ત છે. ‘તોરબાજ’, ‘કલંક’, ‘શમશેરા’ ફિલ્મોનું કામ ચાલી રહ્યું છે. બીજી બાજુ એમની દીકરી ત્રિશલાએ સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી. ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કર્યા બાદ ત્રિશલા નવી ઇન્સ્ટા સેન્સેશન બની ગઈ છે.

ઈન્ટરનેટ પર લગાવી આગ

View this post on Instagram

I️ can’t wait for summer ☀️

A post shared by Trishala Dutt (@trishaladutt) on

ત્રિશાલા ઇન્ટાગ્રામ પર બહુ એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 198 હજાર ફોલોઅવર્સ છે. તાજેતરમાં જ તેણે વ્હાઈટ ટુ પીસ અને નેટ ગાઉનમાં પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી, જેને લઈને સોશિયલ મીડિયામાં આગ લાગી ગઈ છે.

અમેરિકામાં રહે છે

View this post on Instagram

🧜🏻‍♀️ #mermaidvibes🐚✨🐠⭐️

A post shared by Trishala Dutt (@trishaladutt) on

જણાવી દઈએ કે ત્રિશાલા અમેરિકામાં રહે છે. એમણે ન્યૂયોર્કની કોલેજ ઑફ ક્રિમિનલ જસ્ટિસથી પોતાનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે. ત્રિશલા એ સંજય દત્ત અને એમની પહેલી પત્ની ઋચા શર્માની દીકરી છે.

ભવિષ્યની સાઈકોલોજિસ્ટ

ત્રિશાલા હાલ ફેશન ડિઝાઈનિંગમાં પોતાની કિસ્મત અજમાવી રહી છે. તે ખુદને ફ્યૂચર સાઈકોલૉજિસ્ટ ગણાવી રહી છે.

બોલીવુડથી દૂર રહેશે

એક ઇન્ટર્વ્યૂમાં સંજય દત્તે કહ્યું હતું કે ત્રિશાલા બોલીવુડ જોઈન નહીં કરે. સંજય દત્તે માન્યતા દત્ત સાથે લગ્ન કર્યા પછી ત્રિશાલા સાથેના સંબંધોમાં દૂરી આવી ગઈ હતી.

નાના-નાની સાથે રહે છે

ઉલ્લેખનીય છે કે ત્રિશાલા બાળપણથી જ અમેરિકામાં પોતાના નાના-નાની સાથેરહે છે. જો કે તે પોતાના પિતા સંજય દત્તથી બહુ ક્લોઝ છે.

ડેડીઝ ગર્લ

આ વર્ષે જ 29 જૂનના રોજ સંજય દત્તની બાયોપિક ‘સંજૂ’ રિલીઝ થવા જઈ રહી છે. સ્પષ્ટપણે આ ફિલ્મમાં ત્રિશાલાની કહાણી પણ હશે. ત્રિશાલાએ સંજય દત્ત સાથેની પણ એક તસવીર શેર કરી છે, જેમાં લખ્યું છે કે, ‘બાળકોની જેમ સાથે રમે છે, મિત્રોની જેમ સમજે છે, બૉડીગાર્ડની જેમ રક્ષા કરે છે. હું તમને બહુ પ્રેમ કરું છું.’

ત્રિશાલાનો જન્મ

View this post on Instagram

#daddysgirl 🤗❤️ @duttsanjay

A post shared by Trishala Dutt (@trishaladutt) on

સંજય દત્તે ઋચા સાથે પહેલાં લગ્ન કર્યાં હતાં. 1988માં ત્રિશાલાનો જન્મ થયો હતો. જણાવી દઈએ કે 1996માં ઋષાનું નિધન થયું હતું.

ફિટનેસ અને ફેશન સેન્સ

View this post on Instagram

💙

A post shared by Trishala Dutt (@trishaladutt) on

જો કે ઈન્સ્ટાગ્રામ પર ત્રિશાલાની તસવીરો જોયા બાદ એટેલું તો ચોક્કસ સ્પષ્ટ થઈ જાય છે કે એની ફેશન સેન્સ લાજવાબ છે અને ખુદને ફિટ રાખવા માટે ખાસ્સી મહેનત કરે છે.

માન્યતા અને ત્રિશાલા

સંજય દત્ત અને માન્યતા હંમેશા અમેરિકા જઈને ત્રિશાલા સાથે રજાઓ માણતા હોય છે. હવે માન્યતા અને ત્રિશાલા સાથે પણ સારી એવી મિત્રતા થઈ ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે.

સોર્સ: આઈ એમ ગુજરાત

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!