ડોકટરો પણ હેબતાઈ ગયા એવું તો શું નીકળ્યું મહિલાની આંખોમાંથી – જોવા અહી ક્લિક કરો

ઘણી વખત દુનિયામાં એવી ઘટનાઓ બને છે જેના પર માણસ સગી આંખે જોયા બાદ પણ વિશ્વાસ ના કરી શકે!પણ આખરે સત્ય તો સત્ય હોય છે.માનવા ન માનવાથી સત્યમાં કોઇ ફરક નથી પડવાનો.પણ હાં,અમુક સત્યને માનવા થોડા કઠણ હોય છે.જલ્દીથી વાસ્તવિક સમજ એને માની શકતી નથી.

આજે એવી જ એક સત્ય વાત આપની સમક્ષ રજુ કરીએ છીએ જે કદાચ જગતમાં માણસ જાત માટે તો પ્રથમ વાર જ બની હશે.

એક અમેરીકન મહિલાની આંખમાં સંક્રમણ થયું અને ડોક્ટર પાસે તપાસ કરાવી તો આંખમાંથી કરમિયાં આકારનો કીડો નીકળ્યો!વાત જરા અજુગતી એટલા માટે છે કે,આવા પ્રકારના સંક્રમણ માત્ર પ્રાણીઓમાં જ જોવા મળે છે,માણસજાતમાં નહી.મનુષ્ય માટે આવા કેસ હોતા જ નથી,આ પહેલો હતો!

વાત જાણે એમ છે કે,અમેરીકાના ઓરેગોન પ્રાંતમાં રહેતી એબી નામની સ્ત્રીને ૨૦૧૬થી આંખમાં પારાવર જલન થવાની શરૂઆત થઇ.સંક્રમણ ત્યારથી શરૂ થયું હતું.એ પછી તો બહુ પીડા થતાં આ સ્ત્રી ડોક્ટરી તપાસ માટે ગઇ.અને જે જોયું એનાથી ડોક્ટરો પણ હેરાન થઇ ગયાં.મહિલાની આંખમાંથી કિડો નીકળ્યો હતો.રીસર્ચ સેન્ટરે શોધ ચલાવી તો જાણ થઇ કે,માણસ જાતમાં આ પ્રથમ કેસ હતો.

થેલાજીયા ગુલોસા નામક એ પરોપજીવી જીવડો ખરે જ હાનિકારક અને અજીબ હતો.આવા પ્રકારના કિટક મુખ્યત્વે પ્રાણીઓની આંખમાં જોવા મળે છે.જ્યારે તે ચેપગ્રસ્ત હોય.

મુસીબત ફેલાય રહી છે –

એ પછી તો આવા કેસ વધવા માંડ્યાં.મુખ્યત્વે અમેરીકા અને કેનેડામાં આવા કેસો વધવા લાગ્યા.અહીંના લોકોની આંખોમાં આવા પરોપજીવીઓની હયાતી નજરમાં આવી.ડોક્ટરો અને સંશોધકોએ પૂર્ણ મહેનતથી રીસર્ચની તેજી વધારી દીધી.જેથી કરીને વહેલી તકે આ રોગ નાથવામાં સફળતા મળી શકે.અત્યાર સુધી આવા ૧૫ કેસો નોંધાય ચુક્યાં છે.એબી પછી હવે અન્ય લોકો પણ થેલાજીયા ગુલોસાના પ્રભારી બન્યાં છે.

એબીની આંખમાં કેમ આવ્યાં ? –

એબી કહે છે કે,તે એકવાર મવેશીઓના ઇલાકામાં ગયેલી અને એની આંખ પર માખી બેઠેલી.જલન ત્યારથી જ શરૂ થઇ.

આના પરથી એ ખ્યાલ આવ્યો કે આ કિટક માખીઓના પગ દ્વારા વહન પામે છે અને એમ કરતાં માણસની આંખમાં પ્રવેશે છે.વળી,આશ્વર્ય એ પણ છે કે તેમને આંખના આંસુમાંથી જ ખોરાક પ્રાપ્ત થાય છે!

સંશોધન બાદ એ સામે આવ્યું કે આવા કીડા ગાય-ભેંસ જેવા પ્રાણીઓમાં જોવા મળે છે.હવે વૈજ્ઞાનિકો એ વાતની પૂર્ણ તકેદારી રાખીને સંશોધન આગળ વધારી રહ્યાં છે જેથી રોગને ફેલાતો અટકાવી શકાય અને એનો ઇલાજ શક્ય બને.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!