25 જુલાઈ, 2018નું રાશિફળ : તમારો આજનો દિવસ કેવો રહેશો જાણી લો એક ક્લિક પર
મેષ(Aries):

ગુસ્સા પર કાબુ રાખવો નહીંતર કોઈ સંબંધ કે કામ બગડી શકે છે. શરીરમાં સ્ફૂર્તિનો અભાવ રહેશે. માનસિક અસ્વસ્થતાની સ્થિતિમાં મન કોઈ કાર્ય કરવા માટે પ્રેરિત નહીં થાય. કોઈ ધાર્મિક કે માંગલિક પ્રસંગોમાં જવાનું થશે. તીર્થ યાત્રા પરનું આયોજન થશે. નોકરી વ્યવસાયના સ્થાન પર તથા પરિવારમાં મનભેદ થઈ શકે છે. સંયમ રાખવો.
વૃષભ(Taurus):
કાર્યમાં સફળતા બાદ વિલંબ આવી શકે છે. આજે શારીરિક અસ્વસ્થ્યતાનો અનુભવ થશે. હતાશાથી બચવું. વધુ પડતા કામના બોજાને કારણે થાક અને માનસિક બેચેની રહેશે. નવા કાર્ય આરંભ ન કરવાની ગણેશજી સલાહ આપે છે. ખાવા-પીવામાં ધ્યાન રાખવું. યોગ અને ધ્યાન માનસિક મજબૂતી આપી શકે છે.
મિથુન(Gemini):
શારીરિક અને માનસિક તાજગી અને પ્રફુલ્લતાનો અનુભવ થશે. પરિવારજનો તથા મિત્રો સાથે પ્રવાસ અને પાર્ટીનું આયોજન થશે. મનોરંજન માટે તમામ સામગ્રી આજે ઉપલબ્ધ રહેશે. સુંદર વસ્ત્રો, ઉત્તમ ભોજન અને વાહન સુખ પ્રાપ્ત થશે. વિપરીત લિંગના લોકો તરફ વધુ આકર્ષણ થશે.
કર્ક(Cancer):
ગણેશજીની કૃપાથી આજના દિવસે તમને ખુશી અને સફળતા મળશે. પારિવારિક સભ્યો સાથે ઘરમાં સુખ-શાંતિથી દિવસ પસાર થશે. નોકરી કરતા લોકોને લાભ થશે. પ્રતિસ્પર્ધિઓ સામે વિજય થશે. કાર્યમાં યશ મળશે. મહિલા મિત્રો સાથેની મુલાકાત આનંદ આપશે. સહકર્મીઓનો સહયોગ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
સિંહ(Lio):
લેખન, સાહિત્યના ક્ષેત્રમાં કંઈક નવું સર્જન કરવાની પ્રેરણા મળશે. વિદ્યાર્થી અધ્યયનમાં ઉત્તમ પ્રદર્શન કરી શકશે. પ્રણયમાં સફળતા અને પ્રિય વ્યક્તિઓ સાથે મુલાકાત તમારા મનને પ્રફુલ્લિત કરશે. મહિલા મિત્રોનો સહયોગ વધારે મળશે. શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે. ધાર્મિક અને પરોપકારના કાર્ય તમને ખુશી આપશે.
કન્યા (Virgo):
આજે તમે પ્રતિકૂળતાનો અનુભવ કરી શકશો. સ્વાસ્થ્ય નરમ રહેશે. મન ચિંતાગ્રસ્ત રહી શકે છે. પારિવારિક સભ્યો સાથે માથાકૂટ થવાને કારણે પરિવારમાં અશાંતિ રહેશે. આજે માનહાની થવાની સંભાવના છે. પાણીથી દૂર રહેવું. સ્થાયી સંપતિ, વાહનના કાગળો પર હસ્તાક્ષર કરતા પહેલા વિચાર કરવો.
તુલા(Libra):
શુભ અથવા ધાર્મિક પ્રસંગો પર યાત્રા પ્રવાસનું આયોજન થશે. ભાઈ-બંધુઓ સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઘરેલું પ્રશ્નોની ચર્ચા થશે. બહાર જવાના યોગ છે. વિદેશથી સારા સમાચાર મળશે. આજે નવા કાર્યોનો આરંભ કરી શકો છે. ધન લાભના યોગ છે. રોકડ રોકાણ માટે અનુકૂળ સમય છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. ભાગ્ય વૃદ્ધિ રહેશે.
વૃશ્ચિક(Scorpio):
ઘરમાં કંકાસ ન થાય તેનું ધ્યાન રાખવો. પારિવારિક સભ્યો સાથે મતભેદન ન થાય. મનમાં ઉત્પન્ન થતા નકારાત્મક વિચારોથી દૂર રહેવાની ગણેશજી સલાહ આપી રહ્યા છે. વિદ્યા પ્રાપ્તિમાં કેટલાક અવરોધ આવી શકે છે. ખોટા ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખો. શારીરિક તથા માનસિક અસ્વસ્થ્યતા તમને માનસિક થાક અનુભવાશે. પોતાના પર વિશ્વાસ રાખવો.
ધન(Sagittarius):
ગણેશજી કહે છે કે આજે તમે પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. આર્થિક લાભ પ્રાપ્ત થશે. તીર્થયાત્રાનું આયોજન થશે. સગા-સંબંધિઓ અને મિત્રોના આગમનથી મન ખુશ રહેશે. દાંપત્યજીવન સારું રહેશે. માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સ્વાદિષ્ટ ભોજનની પ્રાપ્તી થશે.
મકર(Capricorn):
આજે સાવધાન રહેવાની ગણેશજી સલાહ આપી રહ્યા છે. વધુ મહેનત ઓછી સફળતાથી મનમાં નિરાશા ઉત્પન થઈ શકે છે. પોતાને સકારાત્મક બનાવો. પરિવારમાં ઝઘડો ન થાય તેનું ધ્યાન રાખવું. સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદ થઈ શકે છે. અકસ્માતથી બચવું. વ્યવસાયિક કાર્યોમાં સરકારી હસ્તક્ષેપ વધશે. કોર્ટ-કચેરીના કાર્યો ધ્યાનમાં રાખીને કરવા. ધાર્મિક કાર્યો પાછળ ધન ખર્ચ થશે.
કુંભ(Aquarius):
ગણેશજીના આશીર્વાદથી આજે તમે નવા કાર્યોની શરૂઆત કે તેની યોજના બનાવી શકશો. નોકરી તથા વ્યવસાયમાં લાભની પ્રાપ્તિ થશે. મહિલા મિત્ર તમારી પ્રગતિમાં સહાયક બનશે. આર્થિક લાભની દ્રષ્ટિથી આજનો દિવસ સારો રહેશે. રમણીય સ્થળો પર પર્યટનનું આયોજન કરશો. સમાજમાં ખ્યાતિ વધશે. સંતાનની પ્રગતિ થશે. પત્ની તથા પુત્ર તરફથી સુખદ સમાચાર મળશે. વિવાહ પ્રસ્તાવ આવી શકે છે.
મીન(Pisces):
ગણેશજી કહે છે કે નોકરી તથા વ્યવસાયમાં સફળતા મળશે. ઉચ્ચ પદાધિકારીઓના પ્રોત્સાહથી તમે ખુશ રહેશો. વેપારીઓને વેપારમાં વૃદ્ધિ મળશે. લેણી રકમની પ્રાપ્તિ થશે. પિતા તથા વૃદ્ધો તરફથી લાભ મળશે. આવકની માત્રા વધશે. કૌટુંબિક વાતાવરણ આનંદમય રહેશે. માન-સમ્માન તથા ઉચ્ચ પદની પ્રાપ્તિ થશે.