અમિતાભ બચ્ચન પાસે અરબો રૂપિયા છે એમ છતાં આજે પણ એમનો આ પરિવાર ગરીબીમાં જીવે છે

અમિતાભ બચ્ચને ફક્ત ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ ઘણી ખ્યાતિ મેળવી છે. બોલીવુડનાં સુપરસ્ટાર તરીકે જાણીતા અમિતાભ બચ્ચને જેટલી લોકપ્રિયતા મેળવી એટલા જ પૈસા પણ કમાયા છે. આ બધું અમિતાભ બચ્ચનની મહેનતનું જ પરિણામ છે કે બચ્ચન પરિવારની ગણના દેશના અરબપતિ પરિવારોમાં થાય છે. આજે 75 વર્ષની ઉંમરે પણ તેઓ સતત કાર્યશીલ રહે છે. કરોડો રૂપિયાના માલિક અમિતાભ બચ્ચનનાં પરિવાર પાસે બધી જ સુખ-સગવડ ઉપલબ્ધ છે, પણ આજે અમે એમના પરિવારના એક એવા સભ્ય વિશે વાત કરી રહ્યા છીએ કે જે એક-એક રૂપિયા માટે વલખા મારે છે. મતલબ, ઘણી ગરીબીમાં જીવી રહ્યા છે.

અમે એમના ગરીબ સગા-સંબંધીઓની વાત કરીએ એ પહેલાં તમને જણાવી દઈએ કે બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની કુલ સંપત્તિ 400 મિલિયન ડોલર જેટલી છે. પોતાના કરિયરમાં 220 થી વધુ ફિલ્મો કરનાર અમિતાભ બચ્ચને વર્ષ 1969માં ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ થી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. પણ, અમે વાત કરી રહ્યા છીએ બચ્ચન પરિવારના એવા સગા-સંબંધીઓની કે જેઓ રોજી-રોટી માટે સંઘર્ષ કરી રહ્યા છે. કદાચ તમારા મનમાં આ પ્રશ્ન થઈ રહ્યો હશે કે, અમિતાભનાં કુટુંબમાં તો બધા જ કરોડપતિ છે તો આ વળી ગરીબ કોણ છે? એમ તો આપણે અમિતાભ બચ્ચનનાં ઘરની વાત કર્યે તો એશ્વર્યા, અભિષેક અને જયા બચ્ચન એમ બધા પાસે ખૂબ જ રૂપિયા છે.

અનુપ રામચંદ્રનો પરિવાર :


તમને જણાવી દઈએ કે અમે વાત કરી રહ્યા છીએ અમિતાભ બચ્ચનની સગી ફુઈનાં દિકરા અનુપ રામચંદ્ર વિશે. અનુપ રામચંદ્ર સાથે બચ્ચન પરિવારનો સંબંધ ખાસ છે એમ છતાં રામચંદ્ર આજે ગરીબી ભર્યું જીવન જીવવા મજબુર છે. અનુપ રામચંદ્રનું કુટુંબ પહેલા થોડું પૈસાદાર હતું પણ પછી સમય-સંજોગો બદલાતા એક-એક પૈસા માટે મોહતાજ થઈ ગયું. અમિતાભ બચ્ચન અને અનુપ વચ્ચે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે એટલે હાલમાં કોઈ આવરો-જાવરો નથી.

આ વિવાદને કારણે બન્ને પરિવાર દૂર થયા છે. અનુપ અભિષેક બચ્ચનનાં લગ્નમાં પણ નહોતો આવ્યો. જે માટે અનુપે પૈસાની તંગીનું કારણ જણાવ્યું હતું. અનુપ અને એમની પત્ની મૃદુલા અમિતાભ બચ્ચનનાં કટઘર સ્થિત મકાનમાં રહે છે. અનુપનાં કહ્યા મુજબ, આ મકાન એમનાં પૂર્વજોનું છે, જેને કારણે અમિતાભ અને અનુપ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જોકે, અમિતાભ બચ્ચને અનુપનાં પરિવારથી દુર રહેવાનું સ્પષ્ટ કારણ નથી જણાવ્યું.

જે હોય તે, પણ એ હકીકત છે કે જ્યાં સંપત્તિ હોય ત્યાં વિવાદ તો રહેવાનો જ.

જ્ઞાન સાથે ગમ્મત પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ કરજો.

Leave a Reply

error: Content is protected !!