જાણી લો ક્યા ૩ દેશ છે જે ક્યારેય આપણા દેશને આંચ નહિ આવવા દેવા સાથે ઉભા છે
આઝાદી વખતથી જ ભારતને બે દુશ્મન તો જાણે વારસામાં મળ્યાં છે. એક ઉત્તરીય પાડોશી ચીન અને બીજો એક મધર ઇન્ડિયાના ગેરરીતી આચારતા દિકરા જેવો પાકિસ્તાન. આ ઉપરાંત પણ ભારત સામે દુષ્ટ નજરથી જોતાં દેશો છે જ. એમાંથી અમુક સાથે ભારતના સબંધો સંધાય છે અને થોડા વખતમાં તૂટે છે. અમુક ભેગા રહીને મરવી નાખે એવા પણ દેશો છે. વળી, જેમ-જેમ કોઇ વ્યક્તિ પ્રગતિ કરે છે એમ-એમ એમના દુશ્મોની સંખ્યામાં વધારો થાય છે, આ વિધાન રાષ્ટ્ર માટે પણ લાગુ પડે છે.
પણ ‘મિત્ર એસો કિજીયે જો ઢાલ સરીખો હોય’ એ નાતે ભારતને એવા મિત્રદેશોનો પણ સાથ છે જેઓ ભારત માટે સંકટ સમયમાં હંમેશા સાથે રહ્યાં છે. વાત કરવી છે એવા ત્રણ રાષ્ટ્રોની જેણે ભારત સાથે સારા સબંધો પ્રસ્થાપિત કરવા ઉપરાંત તેને નિભાવી પણ જાણ્યાં છે. ભારતની અને આ દેશોની દોસ્તી ઊંડી છે. પાકિસ્તાન જ્યારે ભારત સામે છછૂંદરદાવ ખેલવાની કોશિશ કરે ત્યારે આ દેશો ભારતની પડખે રહે જ છે. આવો જાણીએ આ ૩ દેશો વિશે જેણે ભારત માટે ખરાર્થે મિત્રતા નિભાવી જાણી છે :
(1) ઇઝરાયલ –

ઇઝરાયલને વર્તમાન સમયમાં ભારતનું ભરોસાપાત્ર મિત્ર માનવામાં આવે છે. છતાં અત્યાર સુધી કોઇ ભારતીય પ્રધાનમંત્રીએ ઇઝરાયલ સાથે દોસ્તીનો હાથ લંબાવવાનું મુનાસિબ નહોતું માન્યું. વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઈઝરાયેલનો પ્રવાસ ખેડીને ભારત-ઇઝરાયલના સબંધોને મજબૂત બનાવ્યાં છે. ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ પણ ભારત સાથે સારાં સબંધો પ્રસ્થાપિત કરવા ઉત્સાહીત છે. ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલે ભારતને ઘણીવાર મુશ્કેલીના સમયમાં સાથ આપ્યો છે, જ્યારે જરૂર પડી ત્યારે શસ્ત્રોની ઇત્યાદિ મદદો પણ કરી છે. પાકિસ્તાન સામેના વિગ્રહ દરમિયાન પણ ઇઝરાયેલ ખડેપગે રહ્યું છે.
(2) જાપાન –
જાપાન-ભારતના સબંધો પણ મજબૂતીની રાહે વિકસ્યાં છે. આપણે જાણીએ જ છીએ કે, જાપાનમાં અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ શક્તિશાળી રાષ્ટ્ર છે. તે જે પરિસ્થિતીમાંથી ઉગર્યું છે એ મહેનત હરેકના હાથની વાત નથી. ‘જાપાની કચરામાંથી હિરા પેદા કરે છે..!’- એ વાત તો ઘણીવાર સાંભળી હશે. પ્રધાનમંત્રી મોદી પ્રસંગોપાત જાપાનની યાત્રા કરે છે અને જાપાની રાજનેતાઓને પણ ભારત આવવા આમંત્રણ પાઠવે છે. ભારત પોતાની પ્રથમ બુલેટ ટ્રેન વિકસાવવા જઇ રહ્યું છે એ પ્રોજેક્ટમાં પણ જાપાનનો સહયોગ છે. જાપાની વડાપ્રધાન શિંજો આબે અને ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારંવાર એકબીજાનો સંપર્ક કરતાં રહે છે.
(3) રશિયા –
એક વખત હતો જ્યારે રશિયાને અમેરિકા કરતાં પણ વધારે પાવરફૂલ રાષ્ટ્ર માનવામાં આવતું. અલબત્ત, આજે પણ રશિયા ઘણીહદે સુપરપાવર જ છે. ભારત અને રશિયાના સબંધો ઘણાં જુનાં છે. રશિયાએ હંમેશાં ભારતને શસ્ત્રો, વિમાનો, જહાજો પ્રદાન કર્યાં છે. પોતાની વૈશ્વિક વગ વાપરીને ભારતને ઘણીવાર ગંભીર પરિસ્થિતીઓમાં મદદ પણ કરી છે. આજે પણ ભારત સાથે રશિયાએ સારાં સબંધો જાળવી રાખ્યાં છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને નરેન્દ્ર મોદી વચ્ચે ઘણીવાર મુલાકાતો યોજાતી રહી છે. ભારતને અત્યાર સુધી લગભગ વિકટ સ્થિતીમાં રશિયાનો સાથ મળતો રહ્યો છે.
મિત્રો, જાણકારીયુક્ત આર્ટીકલ પસંદ પડ્યો હોય તો આપના મિત્રો સાથે પણ જરૂરથી શેર કરવા વિનંતી. ધન્યવાદ!