દર વર્ષે જ્યાં અનોખું બજાર ભરાય છે – પૈસા દઈને તમારી મનપસંદ દુલ્હન લઇ જઈ શકો છો

લગ્ન કરવા એ હવે રમત વાત નથી એવું ઘણે ઠેકાણે લોકોને કહેતાં સાંભળ્યાં છે. વાત પણ સાચી છે. હવે કન્યાઓ મળવી મુશ્કેલ છે એ તથ્ય હાલ ચાર દાયકા વટાવી ચુકેલા અગણિત ચાતકોને જોતાં લાગે જ છે. આવા લોકો પછી નાત-જાતના ભેદથી તદ્દન આઝાદ બની જાય છે. જે સ્થિતી પ્રાપ્ત કરવી ભલભલા સ્થિતપ્રજ્ઞો માટે કઠણ છે.

જેનું ગોઠવાય જાય છે એ પોતાના લગ્નને લઇને દોઢ વર્ષ અગાઉથી ઘોડા બાંધે છે. તેઓ ઇચ્છે છે કે, પોતાના લગ્ન સમયનો અવસર ખાસ બની જાય. ઉલ્લેખનીય છે કે, આજે હરેક ક્ષેત્રમાં મહિલાઓનું મહત્ત્વ વધ્યું છે. લગ્ન બાદ પણ પતિની પ્રથમ પ્રાથમિકતા પત્નીની સ્વતંત્રતાનું રક્ષણ કરવાનું હોય છે. એમનું મહત્ત્વ હેમખેમ રાખવાનું હોય છે.

પણ અહીં આપેલી જાણકારી વાંચીને તમે ઘા ખાઇ જશો. આજે પણ મહિલાઓની સ્થિતી કઇ રીતની દારૂણ છે એ જાણકારી વાંચીને નિશ્વિતપણે તમે ચોંકી ઉઠશો. શું થાય છે અમુક સ્ત્રીઓ સાથે એ જાણીને તમે ચોક્કસ આશ્વર્ય અનુભવશો.

કેટલીક જગ્યાઓ પર મહિલાઓ ‘વસ્તુ’ છે! –

આજે ભલે જ આધુનિક સુધારાવાદી માનસ ધરાવતા ઘણા દેશોમાં મહિલાઓને વિવિષ્ટાધિકાર આપવામાં આવેલ હોય છતાં અમુક દેશો એવા પણ છે જ્યાં આજે પણ નારીની હરાજી કરવામાં આવે છે…!! કઇ સદી છે આ? પહેલાંના સમયમાં આવું થતું. સ્ત્રીઓ અને પુરુષોને ગુલામ બનાવીને વેંચવામાં આવતા. આજે પણ અમુક દેશોમાં આ ભવેડાં ચાલુ છે. આજે પણ ઘણાં લોકો એવી વિકૃત-બોગસ માન્યતા ધરાવે છે કે, મહિલાઓ ‘વસ્તુ’થી વધીને કઇ જ નથી!

ચાર વર્ષમાં એક વાર ભરાય છે દુલ્હનનોનું બજાર –

બજારમાંથી લગ્નનો સામાન ખરીદી શકાય, પણ કોઇ દુકાને કન્યા મળે છે? કદાચ તમને લાગશે કે, અમે વિકૃત બની ચુક્યાં છીએ! પણ ના, સ્થિતી વાસ્તવિક છે. બલ્ગેરિયા દેશમાં આ શક્ય છે. અહીંની સ્તારા જાગોર નામની જગ્યા પર દર ચાર વર્ષે એકવાર સ્ત્રીઓનું બજાર ભરાય છે. અહીં જે-તે કિંમત પર મનમાની યુવતીને લોકો ખરીદે છે…!

છોકરીના પરીવારને રકમ આપવી પડે છે –

બલ્ગેરિયાની આ વાસ્તવિકતામાં કરૂણતા એ પણ ભળે છે કે, અહીંના ગરીબ પરીવારો પાસે આર્થિક રોજીરોટીનું સાધન બહુ ફાકળું છે. કન્યાઓના બજારમાં તે પોતાની પુત્રીઓને દુલ્હનની જેમ સજાવીને મોકલે છે. યુવાનો પણ પોતાના પરીવાર સાથે અહીં યુવતીઓ જોવા માટે આવે છે. યુવક જેને પસંદ કરે તે યુવતી સાથે તેના લગ્ન કરવામાં આવે છે. (યુવક તો યુવક જ હોય ને, ઉંમર થોડી જોવાની હોય!) યુવક તરફથી કન્યાના પરીવારને તય રકમ આપવામાં આવે છે.

નથી કોઇ કાનૂની બંધન –

બલ્ગેરિયામાં આ બજાર વર્ષો થયે ભરાય છે. અહીં કોઇ કાયદો લાગુ પડતો નથી. ના જ તો આ હરાજીને રોકવામાં આવે છે. બલ્ગેરિયાના કલાઇદઝી સમુદાય દ્વારા આ બજારનું આયોજન કરવામાં આવે છે. તેના સિવાય અન્ય કોઇ યુવતીઓ લઈ શકતું નથી. બજારમાં કન્યાની સાથે એમનો પરીવાર પણ આવે છે. કન્યાની પસંદગી બાદ તેના પરીવારને નિર્ધારીત રકમ આપવાની હોય છે.

છે ને અજીબોગરીબ હરકતો! મજબૂરી પણ હોઇ શકે આવી હલાલી પાછળનું કારણ. આપણા મૂર્ધન્ય સાહિત્યકાર ચંદ્રકાન્ત બક્ષી કહી ગયાં તેમ અમુક દેશોમાં મહિલાઓની સ્થિતી કેટલી બદતર છે તેનો આનાથી અછડતો ખ્યાલ આવે છે. આર્ટીકલ જાણકારીયુક્ત લાગ્યો હોય તો આગળ શેર જરૂરથી કરજો. ધન્યવાદ!

Leave a Reply

error: Content is protected !!