કારની નંબર પ્લેટમાં A/F લખવાનો શું અર્થ હોઈ છે? ના ખબર હોય એ અહી ક્લિક કરી વાંચી લે

નવી કોઇ ફોર વ્હીલ કે મોટરસાઇકલ ખરીદ કરીએ ત્યારે તમે જોયું હશે કે, શરૂઆતમાં નંબર પ્લેટ પરનો નંબર ના આવ્યો હોય પણ નંબર પ્લેટ A/F લખેલું હોય છે. લગભગ વાહન ખરીદ કરતી વખતે અથવા તો શો-રૂમમાં રાખેલ જોતી વખતે તમે આ વાત નોટીસ કરી જ હશે. પણ શું તમે જાણો છો કે, શા માટે A/F જેવો નંબર લખવામાં આવે છે? શું કારણ છે તેને લગાડવા પાછળનું? મથાવ્યાં છતાં પણ જો કોઇ આઇડિયા ન આવ્યો હોય તો વાંચી લો નીચેના બે-ત્રણ ફકરાં! જવાબ મળી જશે :

શું છે A/Fનો મતલબ? –

આજે ઘણાં ખરા લોકો એવાં હશે કે, જેમણે A/F જેવાં અક્ષરો નંબર પ્લેટ પર ભાળ્યાં તો હશે પણ તેમને જાણકારી નહી હોય કે તેમનો મતલબ શું થાય છે? આજે એ બાબત જ આપણે જાણવાની છે કે આખરે શું થાય છે આ અક્ષરોનો મતલબ અને શી જરૂર છે તેની?

પ્રથમ તો આટલું જાણી લો કે, ‘મોટર વાહન અધિનિયમ ૧૯૮૯’ મુજબ ગાડીનું રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક હોય છે. જો આ રજીસ્ટ્રેશન ના થાય તો ગાડીને ગેરકાનૂની માનવામાં આવે છે. જેને લઇને ગમે ત્યારે ઘામાં ચડો એટલે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવે છે. અને કાર્યવાહી પછી તળિયા ઝાટક જ થાય એ પણ તમને ખબર જ હશે!

શું થાય છે A/Fનો મતલબ? –

A/F ટૂંકાક્ષરી નામ છે, જેનો મતલબ થાય છે “Applied For”. આ ટૂંકાક્ષરો નવી ગાડી પર લખેલા જોવા મળે છે જેનો મતલબ થાય છે કે, “ગાડીના માલિકે નંબર માટે અરજી કરેલી છે, એપ્લાય કરેલું છે.” આમ જ્યાં સુધી પ્લેટ પર નંબર ના આવે ત્યાં સુધી પ્લેટ પર A/F લખીને તમે ગાડી ચલાવી શકો છો. પણ એમાં પણ કંઇક મર્યાદા હોય છે. આ રીતે તમે જન્મારો ના કાઢી શકો, ફક્ત સાત દિવસ જ આ રીતે ચાલી શકે. પછી તો નંબર મેળવી લેવો જ રહ્યો. બાકી અંટાઇ જાવ એટલે ચલણ ભર્યે જ છુટકો..!

આ વાતનું ખાસ ધ્યાન રાખો –

ઉપર જણાવ્યાં પ્રમાણે, A/F તમને માયાજાળમાંથી એક અઠવાડિયું જ બચાવી શકે છે. એ પછી નંબર મેળવી જ લેવા રહ્યાં. બાકી પકડાયાં એટલે પત્યું! આજે ઘણા લોકો એવી ભ્રમણામાં રત હોય છે કે, A/Fના સહારે ઘણા દિવસો સુધી ગાડી દોડાવી શકાય, જે ખરેખર સાચું નથી. ટ્રાફિક પોલીસના હાથમાં આવતાં ૧૦,૦૦૦/- સુધીનો બટ્ટો લાગી શકે છે.

ઉલ્લેખનીય છે કે, વાહન લેતાં સમયે રજીસ્ટ્રેશન કરાવવું એટલાં માટે જરૂરી છે કે, અંધારી રાતે કોઇ ૬:૪૫વાળો એની ધુનમાં ગાડી હેઠે રખે કોઇને ભરડી નાખે કે ઠોકી બેસે તો એનું વાહન કમસેકમ ન પામી શકાય એવાં ‘બ્લેક હોલ’ જેવું તો ના જ રહે! ચોપડે નોંધ હોય એટલે ઘણું ઉકલી જાય અને ઘણાનું ઉકલી જાય..!

જાણકારી સારી લાગી હોય તો આપના મિત્રોને પણ શેર કરજો. જેથી એના પણ જે થોડાઘણા ચા-પાણીના બચે એનું પૂણ્ય અફકોર્સ તમને જ મળશે. ધન્યવાદ!

Leave a Reply

error: Content is protected !!