Mojemoj.com

Best Gujarati Blog

ઉપવાસ માટે સ્પેશિયલ ફરાળી ઢોકળા બનાવો – જાણો ફરાળી ઢોકળા બનાવવા ની સરળ રીત

શ્રાવણ મહિનો ચાલે છે, રોજે રોજ કંઇક નવીન ફરાળ હોય તો મોજ જ આવે. ચાલો આજે ફરાળી ઢોકળા ટ્રાય કરીએ. તો ચાલો આજે ફરાળી ઢોકળા બનાવવા માટે તેની રેસીપી આપણી ગુજરાતી ભાષામાં જ જાણી લઇએ..

 

 

ફરાળી ઢોકળા બનાવવા માટે જોઈતી સામગ્રી :

 

==>       મોરિયો – 200 ગ્રામ

==>       રાજગરાનો લોટ – 100 ગ્રામ

==>       શીંગોડાનો લોટ – 100 ગ્રામ

==>       ફરાળી મીઠુ(જરૂર મુજબ)

==>       દહી – એક વાડકી

==>       સોડા એક ચમચી

==>       તળવા માટે તેલ અને જીરુ

 

ફરાળી ઢોકળા બનાવવાની રીત :

=> મોરિયાને બે કલાક માટે પલાળી દો.

 

=> બે કલાક સરખી રીતે પલરી ગયા બાદ દહીં ફેંટીને રાજગિરો અને શીંગોડાનો લોટ ભેળવી દો.

 

=> અને મોરિયાને વાટીને બધી સામગ્રી મેળવીને મિશ્રણને તૈયાર કરો.

 

=> ત્યાર બાદ તેમા એક ચમચી સોડા અને મીઠુ નાખીને સારી રીતે ફેટો

 

=> કૂકરના ડબ્બામાં ભરીને એક સીટી વગાડી લો.

 

=> સીટી પૂરી થયા બાદ ઠંડુ થાય કે તેના પીસ કરી લો.

 

=> ત્યાર બાદ તેલ ગરમ કરી જીરુ તતડાવો અને ઢોકળા વધારી દો.

 

=> ઉપરથી ધાણા ભભરાવીને ઢોકળા પીરસો.

 

 

==> જો પોસ્ટ પસંદ અથવા ઉપયોગી થઇ હોય તો શેર કરવાનું ભૂલતા નઈ.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!