માથા અથવા પગના તળિયે તલ હોય તો આવું થઇ શકે – આનો શરીર પરના તલનું મહત્વ

સામાન્ય રીતે દરેક વ્યક્તિને જીવનમાં કંઈક કરી બતાવવાની ઈચ્છા હોય છે. આગળ વધવાની ધગશ હોય છે. એ માટે માણસ તનતોડ મહેનત પણ કરે છે. પોતાને લક્ષ્યને પામવા માટે કરેલી મહેનત એને જરૂરથી સફળતા અપાવે છે. પણ ઘણીવાર વિપરીત ઘટનાઓ બને છે. વ્યક્તિ જીવનમાં જે ઇચ્છે છે તે તનતોડ મહેનત કરવા છતાં પણ મેળવી નથી શકતો. જ્યારે અમુક લોકો એ મેળવવાને સક્ષમ બને છે.

અમુક વખતે માણસના જીવનમાં ભાગ્ય-તકદીર નામક પરીબળ પણ બહુ મોટો ભાગ ભજવી જાય છે. અમુક સિધ્ધીઓ પાછળ આપણે નસીબને જવાબદાર માનીએ, એમ જ અમુક નિષ્ફળતા પાછળ પણ આપણે નસીબને જવાબદાર માનીને ચાલતા હોઇએ છે.

નસીબની વાત પરથી જ અહીંના થોડા જ્યોતિષશાસ્ત્ર આધારિત ટોપિક પર ચર્ચા કરવાની છે. બધાંએ જોયું જ હશે કે, અમુક વ્યક્તિઓના મુખ પર અથવા તો શરીર અન્ય કોઇ ભાગ પર નાનકડું કાળું તલ રહેલું હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તલનું મહત્ત્વ ઘણું છે. અલગ-અલગ જગ્યા પર તલ હોવાનો મતલબ પણ અલગ અલગ થાય છે.

સદીઓથી ભારતમાં હસ્તરેખા જ્યોતિષ અને સામુદ્રિક શાસ્ત્ર દ્વારા શરીરના વિભિન્ન હિસ્સા પરથી જે-તે વ્યક્તિના જીવનનું ભવિષ્ય ભાખવામાં આવે છે. હરેક વ્યક્તિના શરીરના કોઇ ભાગમાં લગભગ જરૂર તલ હોય જ છે. શાસ્ત્રોમાં આ તલને લઇને કેટલાક યોગ વિશે ચર્ચા કરવામાં આવેલી છે. જ્યોથિષશાસ્ત્ર મુજબ શરીરના વિભિન્ન ભાગ પર તલ હોવાનો અર્થ વિભિન્ન પ્રકારે થાય છે. આજે અમે તલ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતોનો ચિતાર આપની સમક્ષ પ્રસ્તુત કરીશું. વાંચો ત્યારે :

શરીરના ભિન્ન ભાગો પર તલ અને તેનો અર્થ –

(1) માન્યતા છે કે, જે વ્યક્તિના પગના તળિયામાં કે પગના અંગૂઠામાં તલ હોય છે તે વ્યક્તિ જરૂરથી કોઇ વાર તો વિદેશયાત્રા કરે જ છે.

(2) તલ વિશે બીજી માન્યતા એ પણ છે કે, જો કોઇ વ્યક્તિના સુંદર, સીધાં અને ચપટા નાક પર તલ હોય તો એને પણ વિદેશયાત્રાઓ સહિત અનેક યાત્રાઓના યોગ સંધાય છે.

(3) જો કોઇ વ્યક્તિની આંખના નેણ પાસે તલ હોય તો સંભવ છે કે, તે વ્યાપારમાં ખુબ જ સફળતા મેળવશે. અને ૩૬ વર્ષ જેટલી ઉંમર વિદેશ પ્રવાસનો મોકો પણ તેને મળવાનો.

(4) જો કોઇ મનુષ્યના હાથની હસ્તરેખાઓ ચન્દ્ર પર્વતમાંથી નીકળી ગુરૂ પર્વત તરફ જતી હોય તો તે વ્યક્તિ ભવિષ્યમાં વિદેશયાત્રા પર જઇ શકશે. ચન્દ્ર પર્વત પર રહેલી નાની રેખાઓ પણ વિદેશયાત્રાના યોગ ભણી નિર્દેશ કરે છે.

નોંધ –

આ જાણકારી અમે પ્રમાણિત સ્ત્રોતમાંથી લઇને આપવાનો પ્રયાસ કર્યો છે. એ છતાં જો આપને તલ વિશે કે હથેળીની રેખાઓ વિશે વધારે જાણકારી ઇચ્છવી હોય તો આપ કોઇ તજ્જ્ઞ જ્યોતિષની સલાહ લઇ શકો છો. ધન્યવાદ!

Leave a Reply

error: Content is protected !!