હ્રીતીકની પ્રથમ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ માં એડિટીંગ ની ભૂલથી અમુક સેકન્ડ માટે કરીના કપૂર જોવા મળેલી

ફિલ્મમેકર રાકેશ રોશને ‘કોયલા’ ફિલ્મની ભયંકર નિષ્ફળતા પછી દીકરા હ્રિતિકને હીરો તરીકે લોન્ચ કરવા માટે ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેમને ખબર પડી હતી કે જૂની ફિલ્મોની હિરોઈન બબીતા તેની બીજી દીકરી કરીનાને હિરોઈન બનાવવા માગે છે. એ વખતે કરીનાની મોટી બહેન કરિશ્મા ઓલરેડી ટોચની હિરોઈન બની ચૂકી હતી.


રાકેશ રોશને બબીતાનો સંપર્ક કર્યો અને કરીનાને હ્રિતિકની સામે હિરોઈન તરીકે સાઈન કરી. ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મના શૂટિંગના પહેલા દિવસે કરીનાની સાથે તેની બહેન કરિશ્મા અને મમ્મી બબીતા સેટ પર ગયા. પ્રથમ દિવસે એક ગીતનું શૂટિંગ હતું.


પહેલા જ દિવસે બબીતાએ સેટ પર એવો વર્તાવ કર્યો કે જાણે કરીના બોલીવુડની ટોચની હિરોઈન હોય! પરંતુ રાકેશ રોશન એ દિવસે ગમ ખાઈ ગયા.

બીજા દિવસે બબીતાએ રાકેશ રોશનને કહ્યું કે કરીના એક્ટિંગમાં વધુ કમ્ફર્ટેબલ છે એટલે પહેલા સીન્સ શૂટ કરો. ગીતનું શૂટિંગ પછી કરજો.

રાકેશ રોશને કહ્યું, અરે! મેં ગીત શૂટ કરવા માટે આટલો ખર્ચાળ સેટ ઊભો કર્યો છે. હવે ગીતનું શૂટિંગ કેનસલ કરું તો મારે મોટું નુકસાન સહન કરવું પડે.

બબીતાએ કહ્યું કે તો પછી કરીના તમારી ફિલ્મ નહીં કરે!

રાકેશ રોશને તેમના ખાસ ફ્રેન્ડ એવા કરીનાના પિતા રણધીર કપૂરને વિનંતી કરી કે તમે આ પ્રોબ્લેમ સોલ્વ કરો, પ્લીઝ. પણ કરીના અને કરિશ્માના કિસ્સામાં રણધીર કપૂરનું તેની ભૂતપૂર્વ પત્ની બબીતા સામે કશું ચાલતું નહોતું.

છેવટે રાકેશ રોશને તાબડતોબ બીજી હિરોઈન શોધવાનું નક્કી કર્યું. અને એ રીતે કહો ના પ્યાર હૈ’ ફિલ્મમાં હિરોઈન તરીકે અમીષા પટેલની એન્ટ્રી થઈ.

મજાની વાત એક છે કે કરીના ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મમાં એક શોટ્માં જોવા મળે છે! એ ફિલ્મના એડિટિંગ વખતે ભૂલથી કરીના કપૂર એક શોટમાં રહી ગઈ હતી!

જો કે રાકેશ રોશન જેવા અનુભવી ડિરેક્ટરની નજરમાંથી એ ફિલ્મના કોઈ શોટમાં કરીનાની પ્રેઝન્સ બહાર રહી જાય એવું માનવાનું થોડું મુશ્કેલ લાગે છે. પણ કરીના ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મમાં થોડી સેકન્ડ્સ માટે જોવા મળે છે એ હકીકત છે!

– આશુ પટેલ

લોકપ્રિય ગુજરાતી લેખક આશુ પટેલના ગુજરાતી પુસ્તકોનો વિશાળ ખજાનો ઘરે બેઠા મેળવવા અહી ક્લિક કરો

Leave a Reply

error: Content is protected !!