આ કારણે …. પબ્લિક પ્લેસ પર કિસ કરવાનું પસંદ કરે છે નવી જનરેશન

એક સમય હતો જ્યારે ચકો ચકુડીને પસંદ કરતો અને ચકુડીને પણ ચકો ગમતો એ છતાં મને એટલાં તો શરમાતા કે કદી એકબીજાની સામે જોવામાં પણ બીતાં! એમાંયે વળી ચકુડીના બાપા કે ચકાની માં પણ સાથે હોય તો તો બી ને જ મરી જતાં! ખેર, આજે તો એકબીજા પ્રત્યેના પ્રેમનો એકરાર કોઇ સંકોચ વગર જાહેરમાં થાય છે.

આજકાલ પબ્લિક પ્લેસ પર પણ તમને પ્રેમી યુગલો એકબીજાની મસ્તીમાં રત રહેતા જોવા મળશે. જુના જમાનામાં પ્રેમીઓ એકબીજાને વર્ષો સુધી માત્ર આંખથી જ નિહાળતા અને કોઇને ભનક સુધ્ધાં ન આવતી. ચીઠ્ઠીઓથી વહેવાર ચાલતો. એ વખતે તો પ્રેમીઓ સાર્વજનિક સ્થળ પર પોતાના પ્રેમનો એકરાર કરવાનું વિચારી પણ નહોતા શકતાં. પણ જમાનો બદલી ગ્યો! હવે વિચારો બદલાયા અને સાથે પ્રેમ કરવાના તરીકા પણ બદલાયા. અને હવે પ્રેમ લોકોને દેખાડવાની ચીજ બની ગયો છે.

પણ શું તમે ક્યારેય વિચાર્યું છે ખરૂં કે આખરે શા માટે કપલ પબ્લિક પ્લેસ પર પ્રેમી હરકતો કરતાં હોય છે? ના, તો હવે વાંચી લો કારણભૂત કારણ :

આ માટે પબ્લિક પ્લેસ પર કિસ કરવા લાગે છે કપલ –

સડક પર, રેસ્ટોરન્ટમાં કે ગાર્ડન જેવા જાહેર સ્થળોએ તમે ક્યારેક તો જોયું જ હશે કે, કોઇ કપલ પ્રણયફાગ ખેલી રહ્યું હોય છે. એકબીજાની લગોલગ આવી રહ્યું હોય છે. અથવા તો એકબીજાને કિસ કરતાં યુગલો પણ તમારા જોવામાં આવ્યાં હશે. તમે જુઓ એટલે તમને થાય કે, એકબીજાના પ્રેમમાં આ લોકો બેકાબૂ બન્યાં છે. પણ હક્કીકત કંઇક અલગ છે હોં!

એક સંશોધનમાં આની પાછળનું કારણ બહાર આવ્યું છે. એમાં જણાવેલ છે કે, ખુલ્લેઆમ જાહેરમાં પોતાના પાર્ટનરને કિસ કરવા જેવી હરકતો કોઇ આઉટ ઓફ કન્ટ્રોલ બનીને નથી કરવામાં આવતી. આની પાછળનું ખરું કારણ તો પ્રેમ કરવાનો દેખાડો કરવાનું છે! ટીનેજર અને જ્યાદાતર યુવાનો આમ કરીને પબ્લિકની વચ્ચો પોતે પ્રેમ કરે છે એ પ્રકારનો બાહરી દેખાવ કરવા માંગતા હોય છે.

મહિલાઓમાં ડર, તો પુરુષો ચાહે છે પોતાની આવી ઇમેજ –

યુનિવર્સિટી ઓફ કેન્સાસ દ્વારા કરાયેલા એક સંશોધન મુજબ એ તારણ કાઢવામાં આવ્યું છે કે, આ પ્રકારની હરકત લોકો પોતાની ઇમેજ અલગ પ્રકારની બનાવવા માટે કરે છે. લવ મેકિંગમાં કિસ, બ્રેસ્ટ/બટ્સને ટચ કરવા જેવી ક્રિયાઓ સમાવિષ્ટ છે. સંશોધન મુતાબીક, ૩૭% પુરુષો અને ૩૨% મહિલાઓ એવી છે જે કોલેજકાળમાં છે અને તેઓ પોતાની ઇમેજ સ્કુલની બહારની વિકસાવવા માટે આવું કરે છે. હાં, એ પણ સત્ય છે કે, યુવતીઓને ડર હોય છે કે આવું કરવાથી લોકો તેને કેરેક્ટર લેસ ના સમજી બેસે. પણ પુરુષોની બાબત જુદી હોય છે. સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે, લગભગ ૩૮% પુરુષો એવું ઇચ્છતાં હોય છે કે પબ્લિક પ્લેસ પર કિસ કરીને તે પોતાની ઇમેજ એક ખેલાડ કે ખેલાડી જેવી બનાવી શકે.

Leave a Reply

error: Content is protected !!