Mojemoj.com

Best Gujarati Blog

ભારતના આ છેલ્લા ગામમાં જવા વાળાને તમામ તકલીફો માંથી મુક્તિ મળે છે

હાલના યુગમાં સૌથી વધારે જરૂરિયાત શેની વર્તાય છે? લાગણીશીલ બનીને સપનાની ઇમારતો ચણ્યા વગર સીધો જવાબ આપો તો એ એક જ હોય – પૈસો. કોળિયાથી માંડીને ઘૂંટડા સુધી બધે જ પૈસા વગર ચાલતું નથી. ‘ધન વિના ધાન્ય નહી’ એ ઉક્તિ હવે સાચી પડતી જણાય છે. ધાન્ય ન હોય તો પેટમાં સ્વાભાવિક રીતે કુકુરશિશુઓ કુદે અને આમ થાય તો ભક્તિ ન થાય. ફરાળ વગર શ્રાવણ મહિનામાં શિવધ્યાન પણ રહેતું નથી. ભૂખ્યે પેટ ભક્તિ જ ના થાય! આમ હાલ પાયાની જરૂરિયાત ધન છે. એના વગર માણસના આદર્યા અટકે છે.

કોઇ પાસે ધનના ઢગલાં છે તો કોઇ પાસે તુટેલી પાંચની કે ગુજરી ગયેલી પાંચસોની નોટ પણ નથી! અક્સર આવા લોકો છેવટે બેસૂમાર મહેનત કરવા છતાં સૂમાર ધન પણ મેળવી શકતાં નથી ત્યારે હારીને ધનના અભાવમાં જ જીવન વિતાવી દે છે. આજે અમે તમને એક એવા ગામ વિશે બતાવી રહ્યાં છીએ જ્યાં જવાથી ક્ષણાર્ધમાં ધનની તંગદીલી દૂર થઇ શકે છે એવી લોકોમાં વ્યાપક માન્યતા છે.

ગામ જાણે ચમત્કાર –

વાત જાણે એમ છે કે, આ ગામ ભારતને સીમાડે આવેલું અંતિમ ગામ છે. ગામનું નામ છે માણા. ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં સ્થિત માણા ભગવાન બદ્રીનાથના ધામથી ત્રણ કિલોનીટર દુર છે. અહીં ધનની તંગીથી પરેશાન થઇને આવતા લોકો માટે તો આ ગામ જાણે કોઇ ચમત્કારથી જરાયે કમ નથી! અહીં આવને લોકોની પૈસાની કમીની બધી મુસીબતો દુર થઈ જાય છે એવી માન્યતા પ્રચલિત છે. ભગવાન ભોળાનાથની કૃપાથી લોકની આર્થિક તંગદિલી દૂર થાય છે.

ગામમાં આવનારના તમામ પાપો નાશ પામે છે –

માણાનું નામ મૂળ તો ભગવાન શિવના પરમભક્ત મણિભદ્ર દેવના નામ પરથી પડેલ છે. અહીંની પરમોત્તમ ભૂમિ શ્રાપમુક્ત હોવાનું માનવામાં આવે છે. આથી જ કહેવાય છે કે, અહીં આવનાર શ્રધ્ધાળુના તમામ પાપ નાશ પામે છે. માણા ઉત્તુંગ પહાડીઓમાં વસેલ હોઇ અહીઁ પ્રકૃતિ સોળે કળાએ નાંગરી છે. વળી, અહીં અમુક દર્શનીય પૌરાણિક સ્થળ પણ આવેલ છે. ગામમાં પ્રવેશતા જ પ્રથમ ગણેશ ગુફા નજરે ચડે છે. જેની પાછળ એક રોચક પૌરાણિક કથા રહેલી છે.

ગજાનને સરસ્વતીને શ્રાપ આપેલો –

એકવાર અહીં બેસીને ગણેશજી વેદોની રચના કરી રહ્યાં હતાં. પાસેથી જ કોઈ મસ્ત નવયૌવનાની માફક સરસ્વતી નદી ગર્જતી પસાર થઇ રહી હતી. એના હિલોળા લેતાં પ્રવાહને લીધે ઘણો જ શોર મચી રહ્યો હતો. આથી ગણેશજીએ વિનંતી કરી કે, મહેરબાની કરી તારા પ્રવાહનો ઘોંઘાટ ઓછો કર. મને અધ્યયનમાં મુશ્કેલી ઉભી થાય છે. પણ સરસ્વતી ના માની તે જ ના જ માની! એ તો વહેતી રહી પોતાના નિર્ભળ આનંદમાં. આખરે ગુસ્સે થઇને ગણેશજીએ શ્રાપ આપ્યો કે, આગળ જતાં તું કોઇને દેખાવાની નથી! અને પરીણામ સ્વરૂપ તે દિવસથી આગળ થોડે દુર સરસ્વતી અલકનંદામાં મળી ગઈ.

મિત્રો, માણાનો ઇતિહાસ પસંદ પડ્યો હોય તો નોલેજસભર આર્ટીકલ આપના મિત્રો સાથે પણ શેર કરજો. ધન્યવાદ!

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!