શ્રી ઉનાઈ માતા મંદિરની પૌરાણિક અને ઐતિહાસિક દંતકથા

શ્રી ઉનાઈ માતા મંદિરની પૌરાણિક અને ઐતિહાસિક દંતકથા

 

શ્રી રામચંદ્રજી ભગવાન એક વખત ફરતાં ફરતાં શરભંગઋષિના આશ્રમમાં આવેલા તે સમયે શરભંગઋષિએ ભગવાન રામચંદ્રનો ભક્તિભાવે સત્કાર કર્યો પરંતુ ઋષિ પોતે કુષ્ઠરોગથી પીડાતા હતા.શરીરમાંથી રક્ત અને પરૂ વહી જતું હતું તથા ધ્રુજતા હતા. એટલે ભગવાન શ્રી રામચંદ્રજીએનો સત્કાર કરવા ક્ષોભ અનુભવથી ઋષિએ પોતાનાં યોગબળથી રોગવાળું શરીર બદલી નાખ્યું અને ભગવાન શ્રી રામચંદ્રની સેવા પૂજા કરવા લાગ્યા. પૂજા દરમ્યાન લક્ષ્મણજીને શરભંગઋષિના દુઃખની ખબર પાડી ગઈ પૂજા પૂરી થતા લક્ષ્મણજીએ સર્વે હકીકત ઋષિ પાસેથી જાણી તેમણે ઋષિના વેદના ભર્યા દર્દની જાન શ્રી રામચંદ્રજીને કરી.

 

શરભંગઋષિનો આશ્રમ

ઋષિની સેવાથી સંતુષ્ઠ થઇ શ્રી રામચંદ્રજી,લક્ષ્મણજી અને સીતાજી આગળ વધ્યા અને તેમને વળાવવા ઋષિ પણ સાથે ચાલ્યા. બે-ત્રણ માઈલ ચાલ્યા બાદ ઋષિ ને તેમનો રોગ કષ્ટ દેવા લાગ્યો અને ધ્રુજવા લાગ્યા. તેમની સ્થિતિ જોઈ શ્રી રામચંદ્રએ તરત જ ધનુષ્ય પર બાણ ચઢાવ્યું અને પૃથ્વીના પેટાળમાં માર્યું. પૃથ્વી ચીરીને બાણ પાતાળ માં ચાલ્યું ગયું અને સાથેજ પૃથ્વીના પેટાળમાંથી અત્યંત ઉષ્ણ ઔષધીયુક્ત પાણીના અનેક ઝરાઓ બહાર આવ્યા. અને સાથે એક દેવીની પ્રતિમા (મૂર્તિ) બહાર આવી ત્યારે રામે સીતાજીને કહ્યું આ ઉષ્ણ અંબાની તમે અહી પ્રાણ પ્રતિષ્ઠા  કરો અને શક્તિરૂપે અહી જ નિવાસ કરો. અને હું પણ મારા અંશજ રૂપે અહી રહીશ. શરભંગઋષિને પાણી માં સ્નાન કરાવી રોગ મુક્ત કર્યા. તથા જે કોઈ ઉષ્ણઅંબાના દર્શન કરે તથા ઉષ્ણજળમાં સ્નાન કરે તેના સર્વ પ્રકારના દુઃખ અને રોગોનો નાશ થાય એવા આશીર્વાદ આપ્યા ત્યારથી લોકો આ કુંડમાં શ્રધ્ધાપૂર્વક સ્નાન કરી ઉષ્ણ પોતાનાં દુઃખ-દર્દ નિવારણ કરે છે.

ઉષ્ણજળ કુંડ

 

શરભંગઋષિની વિદાય બાદ સીતાજીએ ઉષ્ણજળમાં સ્નાન કર્યું. સ્નાન કર્યા બાદ શ્રી રામચંદ્રજીએ સીતાજીને પુછ્યું તું નાહી ? ત્યારે સીતાજીએ જવાબ દીધા કે હું નાઈ તેના પરથી અપભ્રંશ થઈને “ઉનાઈ” શબ્દ થયો. અને તેના પરથી ગામનું નામ ઉનાઈ પડ્યું આમ ઉષ્ણ આંબાનું નામ પણ ગમના નામ સાથે શ્રી ઉનાઈ માતાજી પડ્યું અહી ચૈત્ર સુદ પુનમ અને મકરસંક્રાતિના રોજ મોટો મેળો ભરાય છે.

 

મિત્રો આ પોસ્ટ પસંદ આવે તો શેર કરવાનું ભૂલતા નઈ.

Leave a Reply

error: Content is protected !!