ક્લિક કરી જાણી લો લગ્નનો આ ફોટો સોશિયલ મીડિયા પર આટલો વાયરલ કેમ થયો?

હમણાંક સોશિયલ મીડિયા પર એક લગ્નનો ફોટો ખુબ વાઇરલ થઈ રહ્યો છે. એ પહેલાં જ જાણી લો કે, ફોટો કોઇ સેલિબ્રિટીનો હોય તો તો વાઇરલ થાય એમાં કોઇ શક નથી. પણ અહીં આશ્વર્ય એ વાતે છે કે, લગ્ન એક સામાન્ય પરીવારના જ હતાં! તે છતાં લગ્ન સમયનો ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ માત્રામાં વાઇરલ થઇ રહ્યો છે. આખરે એમાં કંઇક ખાસ તો હોવાનું જ!

ફોટોમાં વર, કન્યા અને કન્યાની માતા નજરે ચડે છે. ચેન્નઈના કોઇ ફોટોગ્રાફરે કન્યાદાન વેળાંએ ફોટો લીધેલો છે. ફોટોમાં વહુની માતા એમની દિકરીને ખોળામાં ઉઠાવી રહી છે. ફોટોમાં આખરે એવું શું ખાસ છે એ જાણવાની ઉત્તેજના પહેલાં ફોટો ધ્યાનથી જોઇ લો.

ખરેખર, ફોટો એક સદીઓથી ચાલી આવનાર ધાર્મિક રૂઢીને તોડી નાખનાર નજરે પડે છે. ફોટો ધ્યાનથી જોશો તો ખબર પડશે કે, તસ્વીરમાં દુલ્હનના પિતા ક્યાંય નજરે પડતાં નથી. જ્યારે કન્યાદાન વખતે ફરજીયાત રિવાજ છે કે, દુલ્હનના માતા-પિતા એકસાથે હોવા જોઇએ. બંનેનો એક હાથ હોવો જોઇએ. જો પિતા ન હોર તો ઘરનો બીજો કોઇ સદસ્ય હોવો જોઈએ.

આ ફોટો અરવિંદન સુદર્શને ફેસબુક પર પોતાની ટાઇમ લાઇન પર પોસ્ટ કર્યો છે. સાથે એક ઇમોશનલ પોસ્ટ પણ લખી છે. અરવિંદને લખ્યું છે કે, આપણે સામાન્ય રીતે શાસ્ત્રોમાં લખ્યાં પ્રમાણેની જડબેસલાક વિધિ વડે જ વિવાહ કરવા ટેવાયેલા છે. એમાં અમુક વખત આ અતૂટ પરંપરા એટલી આડરૂપ પણ બની શકે કે, લોકોની ભાવનાનું એની પાછળ છૂંદન થઇ જાય. અમુક સંતાનોની સંભાળ માતા-પિતા બંનેએ નહી, પણ કોઇ એક પેરેન્ટ્સ દ્વારા જ થઇ હોય છે. આ માટે તેમને ઘણાં જ ભાવનાત્મક અને ભૌતિકાત્મક સંઘર્ષમાંથી પસાર થવું પડે છે. એકલપંડે બધું કાર્ય કરીને તે ઇચ્છે છે કે, પોતાનું સંતાન આગળ વધે-પોતે તેને માટે કોઇ પણ કષ્ટ ઉઠાવવા તૈયાર છે…!

પણ જ્યારે વિવાહની વાત આવે તો, રૂઢી પ્રમાણે તો સિંગલ પેરેન્ટ કન્યાદાન કરી શકે નહી! આ તે કેવી માન્યતા, કેવો કુરીવાજ! જે માતા દ્વારા સંતાનને ભણાવવા માટે, પરણાવવા માટે કમર તોડી નખાય અને જ્યારે એનો ખરેખરો હક લેવાનો સમય આવે ત્યારે ખસી જવાનું…!

હવે અહીં જે ફોટો દેખાડવામાં આવ્યો છે એમાં રહેલ દુલ્હનની માતાને (માતૃશક્તિને) ધ્યાનથી જુઓ. એનું નામ છે રાજેશ્વરી. ૨૧ વર્ષની ઉંમરમાં એક રૂઢિવાદી બ્રાહ્મણ પરીવારમાં તેમના લગ્ન થયેલાં. પતિ તો ઉંમરમાં ૧૨ વર્ષ જેટલો મોટો હતો. લગ્ન પછી તેઓ ઓસ્ટ્રેલિયા ગયાં. અહીં પતિએ રાજેશ્વરીને આઇટી ફિલ્ડમાં ભણતર કરવાનું કહ્યું. રાજેશ્વરીએ અત્યંત મહેનત કરીને છેવટે આઇબીએમમાં જોબ મેળવી લીધી.

એ પછી બન્યું એવું કે, બંને વચ્ચે કોઇ કારણોસર અંતર વધતું ચાલ્યું. આખરે લગ્નજીવનનો અંત લાવવામાં અંતર કારક બન્યું અને ૧૭ વર્ષે બંનેએ છૂટાછેડા લઇ લીધાં. સંતાનોને સંભાળવાની જવાબદારી રાજેશ્વરી પર આવી. પોતાની દિકરી સંધ્યાને ઓસ્ટ્રેલિયન યુવક સેમ સાથે પ્રેમ થયો.

ઘણી મહેનત કરીને રાજેશ્વરીએ સંધ્યાના ભવિષ્યને ચમકાવ્યું. સેમ સાથે તેમનો વિવાહ રચાવ્યો. આશ્વર્ય સાથે સેમનું કુટુંબ પણ હિન્દુ રિવાજ પ્રમાણે લગ્ન કરવા તૈયાર થયેલ. લગ્ન રચાયાં અને રાજેશ્વરીએ પરંપરાને બદલી એકલહાથે જ સંધ્યાનું કન્યાદાન લીધું!

એક ફોટો પણ કેટલું શિખવી જાય છે..! વાત ગમે તો શેર જરૂર કરજો મિત્રો. ધન્યવાદ!

Leave a Reply

error: Content is protected !!