Mojemoj.com

Best Gujarati Blog

શા માટે સ્ત્રીઓએ શિવલીંગનો સ્પર્શ ના કરવો જોઈએ? ક્લીક કરીને વાંચી લો આની પાછળનું ચોંકાવનાર કારણ

ઘણી વખત એવું લાગે છે કે, હવે લોકો મંદિરે જતાં ઓછા થઈ ગયાં છે, લોકોની ઈશ્વર પરની શ્રધ્ધામાં ઓટ આવી છે, સંસારની માયાજાળમાં બધા સર્જનહારને વિસરી રહ્યાં છે..! પણ શ્રાવણ માસ આવતા આ બધી ભ્રમણાઓ ખરેખર ભાંગી જાય છે. સવાર-સવારમાં શિવમંદિરમાં થતો મંત્રાભિષેક અને હાથમાં ફૂલોનો થાળ લઈને મંદિરે જતી નાની બાળાઓને જોઈને ફરીવાર એક લાગણી જન્મે કે, ના, હજી ઉત્સવ તો છે જ!

આટલી શ્રધ્ધા રહેશે ત્યાં સુધી ભયોભયો! શ્રાવણ મહિનામાં તો ભક્તો નિયમિત શિવદર્શને જતાં હોય છે. પણ અમુક લોકો શિવજીના દર્શન કરવાના અમુક નિયમોને જાણતા નથી હોતાં. અલબત્ત, શ્રધ્ધાનો વિષય હોય ત્યાં નિયમોના બંધનો ગૌણ બની જાય છે તો પણ નિયમ એ નિયમ. અમુક એવા નિયમો છે જ જેને લીધે આજે સંસાર ચાલે છે. નિયમોને લીધે ચારિત્ર્ય હદમાં રહે છે, પરીણામે સંસાર હદમાં રહે છે.

શિવમંદિરમાં પણ દર્શન કરવાના અમુક નિયમો છે જેનું પાલન કરવું ભક્તો માટે, દર્શનાર્થીઓ માટે જરૂરી હોય છે. અમુક કાર્ય ના થતું હોય તે ના જ થાય. (એ કરવાથી પણ કોઈ ફાયદો નથી થતો તો ન કરવામાં જ શું ખોટુંએ દેખીતી કોઠાસૂઝથી તો આ વસ્તુ સમજી શકાય ને?!) આગળ એકાદ લેખમાં પણ અમે શિવમંદિરમાં પ્રદક્ષિણા કેમ અડધી જ કરવી એનો ઉલ્લેખ આપ્યો છે. આ જ વેબસાઈટ પર તમે તે વાંચી શકશો. એવી જ રીતે અહીં એક અન્ય નિયમ પણ અમે કહેવા જઈ રહ્યાં છીએ જેનું પાલન શિવભક્તોએ કરવું જરૂરી છે.

વાત એમ છે કે, મંદિરના ગર્ભગૃહમાં આવીને મહિલાઓએ શિવલીંગનો સ્પર્શ ના કરવો જોઈએ. મહિલાઓ થોડું અંતર રાખીને શિવલીંગ પર અભિષેક કરી શકે છે, જળ ચડાવી શકે છે પણ શિવલીઁગને સ્પર્શ કરી શકતી નથી એવી માન્યતા શાસ્ત્રોમાં કહેવાયેલી છે. આખરે શું છે આની પાછળનું કારણ? રાસ્ત છે કે, કારણ જાણવાની ઈચ્છા સૌને હોય. તો અહીં અમે તમને જણાવી રહ્યાં છીએ આમ કરવા પાછળનું કારણ પણ :

આ કારણથી મહિલાઓ નથી સ્પર્શી શકતી શિવલીંગને –

કહેવાય છે કે, શિવલીંગ એ શિવજીના યોનિનો જ ભાગ છે. શિવલીંગના ઉદ્ભવની કથામાં આવે છે તેમ, સતીના મૃત્યુના શોકથી મહદઅંશે ભાન ભૂલી ગયેલા શિવજી તાંડવ કરતા નગ્નવેશે ધરતી પર ઘૂમી રહેલા તેને જોઈને મુનિ પત્નીઓ ભાન ભૂલી ગયેલી. શિવના રૂપને અલૌલિક માનવામાં આવે છે. આથી ક્રોધિત થઈને મહર્ષિઓએ શિવને શાપ આપેલ. એ ઘટનાથી શિવનું લીંગ ધરતી પર અવતર્યું અને તે કાળથી આજે પણ પૂજાય છે.

આમ, શિવલીંગ એ શિવના પૌરુષત્ત્વની નિશાની છે. સ્ત્રીઓ તેની પૂજા-અર્ચના કરી જ શકે છે. પણ સ્પર્શ કરવાથી દૂરી બતાવવામાં આવી છે. અમુક વાતો એવી ખરા અર્થમાં ગૂઢ હોય છે જેને સમજવામાં આવે ત્યારે ખરેખર હિંદુ સંસ્કૃતિની અદ્ભુત મહાનતા કળી શકાતી હોય છે. વૈરાગ્યની પ્રબળ ભાવના કોને કહેવાય એ માત્ર શિવ જ સમજાવી શકે!

એક માન્યતા પ્રમાણે શિવમંદિરના ગર્ભગૃહમાં મહિલાઓને પ્રવેશ વર્જ્ય છે. જો કે, સોમનાથ જેવાં વિશાળ અને પ્રસિધ્ધ મંદિરોમાં ગર્ભગૃહમાં માત્ર બ્રાહ્મણો સિવાય બીજાં કોઈ પ્રવેશ લઈ શકતાં નથી પણ મહદઅંશે નિર્જન અને ગામ અથવા તો વગડામાં આવેલા શિવમંદિરમાં એવી કોઇ વ્યવસ્થા હોતી નથી. આથી બધાં ભાવિકો ગર્ભગૃહની અંદર આવીને શિવની પૂજા કરે છે.

અહીઁ કોઈ બંધન ન હોવાને કારણે અને ખ્યાલ પણ ના હોવાને લીધે સ્ત્રીઓ ગર્ભગૃહની અંદર આવે છે. માન્યતા પ્રમાણે, શિવલીંગના થાળામાં સ્ત્રીનો પડછાયો પડવો ના જોઈએ. પણ સ્ત્રી ગર્ભગૃહમાં દાખલ થાય તો સંભવ છે કે, એનો પડછાયો થાળામાં પડે. આમ કરવું યોગ્ય નથી. માટે બની શકે તો, ગર્ભગૃહની બહારથી જ શિવદર્શન કરવા હિતાવહ છે.

મિત્રો, આર્ટીકલ જાણકારીયુક્ત લાગ્યો હોય તો આપના મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો. ભોળાનાથ સૌનું ભલું કરે! ધન્યવાદ!

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!