ઐશ્વર્યા રાઈ માટે અભિષેક બચ્ચને ૧૦ મહિનાના અફેર પછી આ એક્ટ્રેસ ને છોડી દીધેલી

હવે અભિષેક બચ્ચન ૪૨ વર્ષની ઉંમરે પહોંચ્યો છે.૫ ફેબ્રુઆરી,૧૯૭૬માં મુંબઇમાં તેનો જન્મ થયેલો.એ પછી ૨૦૦૭માં ઐશ્વર્યા રાય સાથે લગ્નગ્રંથિથી જોડાઇને એણે વિવાહીત જીવનમાં પગ મુક્યો છે.આજે અભિષેક-ઐશ્વર્યાની જોડીને બોલિવૂડમાં એક આદર્શની જેમ માનવામાં આવે છે.આજે લગ્નના આટલાં વર્ષો બાદ પણ બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ જોવા મળે છે.એક તરફ ઐશ્વર્યા અભિની દિવાની છે તો બીજી તરફ અભિષેક પણ પરીવારની તમામ જણાબદારીઓનું નૈતિકતાથી વહન કરતો હોવાનું જાણવા મળેલ છે.

આજે તો તેઓ એક સદાખુશ જીંદગાનીના દિવાના બનેલા છે પણ શું તમે એ જાણો છો કે ઐશ્વર્યાની સાથે સબંધ બંધાયા પહેલા અભિષેક અન્ય એક ખુબસુરત અભિનેત્રીના પ્રેમમાં હતો?કદાચ તમારા મનમાં નામ આવશે કરિશ્મા કપૂરનું!પણ તો તમે ખોટા છો.જો કે,એ વાત સાચી છે કે કરિશ્મા સાથે તેના લગ્ન તુટ્યાં હતાં પણ ખરેખર તો કરિશ્મા ઉપરાંત એક એવી પણ દિલરૂબા હતી જેના માટે અભિનું દિલ એ વખતની માથે ધડકતું હતું!

એ પછી તો એમ પણ કહેવાય છે કે,ઐશ્વર્યાને પામવા માટે અભિષેકે જ આ અભિનેત્રીને દગો દિધેલો.અલબત્ત,જે હોય તે.પણ આ અભિનેત્રી ઉર્ફે અભિની એક સમયની દિલરૂબા એટલે બીજું કોઇ નહી પણ મોડેલ એક્ટ્રેસ દીપાનિતા શર્મા.

સુમિત જોશીએ લખેલ ‘અફેર્સ ઓફ બોલિવૂડ સ્ટાર્સ રિવીલ્ડ’ બુકમાં એ વાતનું સમર્થન છે કે અભિષેક બચ્ચન અને દીપાનિતા શર્માની નજદીકી માટે સોનાલી બેન્દ્રે કારણભૂત બની હતી.તેમણે જ બંનેની દોસ્તી કરાવેલી.સોનાલી દીપાનિતાની પાક્કી મિત્ર હતી.અફસોસ કે દસેક મહિના સુધી કેમેસ્ટ્રીના નવતર પ્રયોગો થયાં બાદ અભિષેક અને દીપાનિતા વચ્ચેની રીએક્શને ઉચિત પરિણામ આપવાનું બંધ કરી દીધું!

રીપોર્ટ્સ તો એમ પણ કહે છે કે,એ દિવસોમાં અભિષેક દીપાનિતાની પાછળ લાગીને પડ્યો હતો!લગભગ બે મહિના સુધી લાગલગાટ દીપાનિતાને ફોન કરેલા.જો કે,પ્રારંભમાં તો દીપાનિતાને અભિષેકમાં કોઇ ઇન્ટ્રસ્ટ નહોતો.દીપાનિતા આઝાદી જંગમાં લડેલા પરીવાર સાથે જોડાયેલી હતી અને તેની સાદગી-ઇમાનદારીએ અભિષેકને આકર્ષિત કર્યો હતો.

આખરે અભિષેકે દીપાનિતા શર્માનું દિલ ચોરી લીધેલું.પણ દસ મહિના બાદ બંનેનું બ્રેકઅપ થઇ ગયેલું.આજે અભિષેક દીપાનિતાને લગતા કોઇ પણ સવાલનો જવાબ આપવાને ઘસીને ના પાડી દે છે.દીપાનિતાના એક નજદીકી મિડીયાઅ જણાવેલું કે,અભિષેક દીપાનિતાને માત્ર બેવકૂફ જ બનાવે છે!

સૂત્રોની માહિતી અનુસાર,એક વખતે એ સમયમાં અભિષેકના બર્થ ડે માટે દીપાનિતા પ્લાન બનાવી રહી હતી.પણ અભિષેકે એને ફોન કરીને કહી દીધું કે તે શૂટીંગમાં બીજી છે અને પિતાની તબિયત પણ ખરાબ છે માટે પોતે આવી શકે એમ નથી.કહેવાય છે કે,આ માત્ર બહાનું હતું.

અભિષેકે અલગથી ભવ્ય સેલિબ્રેશન પાર્ટીનું આયોજન કર્યું હતું.અને એમાં ઐશ્વર્યાને ખાસ નિમંત્રણ પાઠવેલું.નવાઇ તો ત્યારે જ લાગેલી જ્યારે એ પાર્ટીમાં આવવા માટે દીપાનિતાને આમંત્રણ જ નહોતું!આ વાતનો ખુલાસો દીપાનિતા ખુદ કરી ચુકી છે.

ઉલ્લેખનીય છે કે,મોડેલિંગના દિવસોમાં દીપાનિતા અને બિપાશા બાસુ રૂમ પાર્ટનર તરીકે પણ રહી ચુક્યા હતાં.બિપાશા બાસુએ તો દીપાનિતાને પ્રથમથી જ ચેતવેલ કે અભિનો ઐશ્વર્યા પ્રતિ પ્રેમ વધારે છે!

હાલ ૩૮ વર્ષની દીપાનિતા શર્મા સુપર મોડેલ અને એક્ટ્રેસ છે.૧૯૯૮માં મિસ ઇન્ડીયા કોન્ટેસ્ટમાં ટોપ-૫માં તેમણે પોતાની જગ્યા હાંસલ કરી હતી.એ પછી તે પ્રસિધ્ધીમાં આવી.દીપાનિતા અત્યાર સુધીમાં ‘૧૬ ડિસેમ્બર’,’લેડીઝ વર્સેસ રિકી બહલ’ અને ‘કોફી વિથ ડી’જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

Leave a Reply

error: Content is protected !!