આ છે અસલી કારણ – કેમ Ambulance ઉલટા અક્ષરોથી લખેલ હોય છે

એમ્બ્યુલન્સની મહત્તા અને કાર્યક્ષમતા વિશે તો આપણે બધા જાણીએ જ છીએ.વ્યક્તિની સમયસરની સારવાર માટે આ પ્રશંસનીય સુવિધા છે.અત્યાર સુધીમાં એમ્બ્યુલન્સ વડે હજારો વ્યક્તિના જાન બચ્યાં છે એ વાતમાં શંકાને કોઇ સ્થાન નથી.

આપણે પણ સડક પર એમ્બ્યુલન્સ જોઇએ ત્યારે મનમાં ડર અને આશંકા સેવાઇ જાય છે કે અંદર રહેલી વ્યક્તિ ભગવાન કરે અને બચી જાય.આપણે એને જગ્યા આપવા ખસી પણ જઇએ.લોકો રસ્તો કરી દે,સાઇડ આપી દે જેથી એના માર્ગમાં કોઇ અડચણ ના પડે.

માથે એલર્ટ લાઇટના ચકરાવા મારતી રસ્તા પર પૂરપાટ જતી આ ગાડી અનેક રીતે લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચે છે જેથી કરીને એને સાઇડ મળી રહે.આ જ કારણ છે કે,એમ્બ્યુલન્સ ગાડી પર અંગ્રેજીમાં AMBULANCE શબ્દ ઉંધો લખવામાં આવે છે.ઘણા ખરા લોકો આની પાછળનું સાચું કારણ નથી જાણતાં.તમને જણાવી રહ્યાં છીએ આની પાછળનું રસપ્રદ કારણ:

આ છે ખાસ કારણ –

એમ્બ્યુલન્સમાં AMBULANCE શબ્દ ઉલટો લખેલો હોય છે કારણ કે,રસ્તા પર જતી એમ્બ્યુલન્સની આગળ કોઇ વાહન જતું હોય તો એના ડ્રાઇવરને વાહનના અરીસામાં આથી પાછળ આવતી ગાડીના ઉલ્ટા લખેલા શબ્દો સીધા વંચાય છે.આથી કરીને ત્વરીત સમજી શકે કે પાછળ એમ્બ્યુલન્સ જ આવે છે અને એને જગ્યા કરી આપવા કોશિશ કરે.

આ ખાસ તરકીબોથી ખેંચાય છે લોકોનું ધ્યાન –

ઉપરની તરકીબ ઉપરાંત એમ્બ્યુલન્સ ગાડીમાં બીજા પણ પ્રયોગ કરવામાં આવે છે જેથી કરીને લોકોનું ધ્યાન એની તરફ ખેંચાય.જેમ કે સ્પીકર,રેડિયો ફોન,સાયરન,ફ્લેશિંગ લાઇટ જેવા અન્ય ઉપકરણો પણ હોય છે.

એ પહેલાં એમ્બ્યુલન્સમાં માત્ર હોર્ન-ઘંટડી બજાવીને જ કામ ચલાવાતું એને બદલે હવે સાયરનનો પ્રયોગ કરવામાં આવે છે.જે હવાના દબાવથી ચાલે છે.આજે તો હ્વેલેન ઇલેક્ટ્રોનિક સાયરનનો ઉપયોગ કરવામાં આવે છે.

ભભકાદાર રંગો વડે ખેંચે છે ધ્યાન –

એમ્બ્યુલન્સ રસ્તા પરના બીજા વાહનો કરતાં સાવ અલગ તરી આવે એ માટે એને ચમકદાર રંગો આપવામાં આવે છે.માત્ર નીલો કે લાલ રંગ જ નહી;બલ્કે લીલો,નારંગી અને પીળા રંગની એમ્બ્યુલન્સ પણ દુનિયામાં જોવા મળે છે.ઉદ્દેશ્ય એક જ હોય છે-લોકો એને તરત ઓળખે અને ત્વરીત રસ્તો કરી આપે.

એ વાત પણ જાણી જ લો કે એમ્બ્યુલન્સ માત્ર મોટરકારમાં જ નથી હોતી.એમ્બ્યુલન્સ વિમાન,ઘોડાગાડી,સ્ટીમર અને મોટર સાઇકલ પર પણ હોય છે.

અત્યારે એક જવાબદાર માનવી તરીકે-માનવતાના નાતે જ્યારે પણ રસ્તા પર એમ્બ્યુલન્સ જોઇએ કે તરત રસ્તો કરી આપવા બનતી કોશિશ કરવી જોઇએ.થોડા સમયથી રસ્તા બંધ આંદોલનના પ્રસંગમાં જતાં જાનૈયાઓએ પણ આ બાબત ધ્યાનમાં લેવાની જરૂર છે.કંઇ નક્કી નહી,કોક દિ’ આપણી જાન એમાં જોડાય જાય!

Leave a Reply

error: Content is protected !!