તમે પણ જઈ શકો છો ભવિષ્યમાં – ક્લિક કરી વાંચો પૂરેપૂરો અહેવાલ

હોલીવુડમાં ઘણા પ્રકારની ફિલ્મો બને છે. અત્યાર સુધી ટાઈમ ટ્રાવેલને લગતી ઘણી ફિલ્મો બની ચુકી છે. ટાઈમ ટ્રાવેલવાળી ફિલ્મોમાં એવું દેખાડવામાં આવે છે કે કોઈ વ્યક્તિ ટાઇમ મશીનનાં ઉપયોગથી વર્તમાનમાંથી ભવિષ્ય અને ભૂતકાળમાં સરળતાથી પહોંચી જાય છે. હમણાં એવી જ એક સત્ય ઘટના સામે આવી છે. હકીકતમાં, એક વ્યક્તિએ દાવો કર્યો છે કે તે ભવિષ્યમાં સન 6000 માં જઈ આવ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક ફોટો મુજબ, એક પત્રકારે કોઈક અજાણી જગ્યાએ આ વ્યક્તિનો ઇન્ટરવ્યુ લીધો. ઇન્ટરવ્યુ દરમિયાન આ વ્યક્તિએ એવી-એવી વાતો જણાવી હતી કે, જેના પર કોઈપણ સરળતાથી વિશ્વાસ કરી શકે નહીં. એ વ્યક્તિએ જણાવ્યું કે, તે સરકારનાં એક સિક્રેટ પ્લાનમાં 1990માં જોડાયો હતો. સરકારની એક ગુપ્ત એજન્સી છે, જેની પાસે ભવિષ્યમાં જવા માટેના સાધનો ઉપલબ્ધ છે. એજન્સી પાસે એ બધી જ ટેક્નિક છે કે જેના દ્વારા ભવિષ્યમાં જઈ શકાય છે.

આ વ્યક્તિ પોતે ભવિષ્યમાં ગયો હતો, તે દાવો સાબિત કરવા માટે એણે એક ફોટો પણ બતાવ્યો. તે જાણતો હતો કે જો તે કોઈકને આ બધું કહેશે તો લોકો એને ગાંડો ગણશે. ફોટો બતાવીને, વ્યક્તિ કહે છે કે તેણે તેને સન 6000 માં ક્લિક કર્યો છે. વ્યક્તિનાં કહ્યા અનુસાર, આ ફોટો એ જ શહેરનો છે કે જ્યાં તે રહે છે. તે વ્યક્તિ જણાવે છે કે આગામી 4000 વર્ષોમાં તેનું શહેર આવું દેખાશે. તમને જણાવી દઈએ કે, આવી વાર્તા ઘણી હોલીવુડ ફિલ્મોમાં બતાવવામાં આવી છે. જેમાં વ્યક્તિ ભવિષ્યમાં જાય છે અને વર્તમાનમાં પાછો આવે છે અને લોકોને આ બધી વાતો કરે છે, પરંતુ એની વાતો પર કોઈ વિશ્વાસ નથી કરતું.


ઇન્ટરવ્યુ દરમિયાન, વ્યક્તિ આગળ કહે છે કે મને ખાતરી છે કે, તમે મારા ભવિષ્યમાં ગયા હોવાની વાત પર વિશ્વાસ કરશો નહીં. આમાં તમારી કોઈ ભૂલ નથી. જો મારી પહેલાં કોઈએ આવા દાવા કર્યા હોત , તો કદાચ મેં પણ વિશ્વાસ ન કર્યો હોત. પરંતુ તમે મારો વિશ્વાસ માનો, આ બધું મેં મારી આંખોથી જોયું છે. એવી ટેક્નિક અસ્તિત્વમાં છે, જેનાં દ્વારા ભવિષ્યમાં જઈ શકાય છે. પોતાની વાત કહેતી વખતે, વ્યક્તિ મોટા-મોટા અવાજે રડવા પણ લાગે છે. તેણે આગળ કહ્યું કે, તેની સાથે ભવિષ્યમાં તેનો એક ખાસ મિત્ર પણ ગયો હતો. પરંતુ કેટલાક કારણોસર તે પાછો ન આવી શક્યો.

તે વ્યક્તિએ કહ્યું કે, તેને પૂરેપૂરી આશા છે કે તેઓ ફરી ક્યારેક ચોક્કસ ભેગા થશે. ઇન્ટરવ્યૂના અંતે આ વ્યક્તિ કહે છે કે ભલે તમે આજે મારા શબ્દો પર વિશ્વાસ ના કરો પણ 2028 માં ભવિષ્યમાં જવાનું એકદમ સરળ થઈ જશે. વ્યક્તિની આ પોસ્ટ પછી સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો આ વ્યક્તિની વાત સાથે સહમત છે, જ્યારે કેટલાક લોકો તેને પાગલ અને સનકી માને છે. આખરે ! આ વાતમાં કેટલું સત્ય છે ? એ તો દસ વર્ષ પછી સન 2028માં ખબર પડી જશે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!