ફક્ત ૧ અઠવાડિયામાં નખને મોટા, સુંદર બનાવો – દિવાળી પહેલા વાંચવા જેવી ટીપ્સ

લાંબા અને મજબૂત નખ એ હાથની સુંદરતાને ચાર ચાંદ લગાવી દે છે પણ જો નખ બેજાન, તૂટેલા અને નબળા હોય તો એ હાથની સુંદરતા ઓછી કરી નાખે છે. વળી, નાના નખવાળી છોકરીઓ માટે તો નેઇલ પોલિશ પણ નકામું બની જતું હોય છે. નખ કેરોટીન પદાર્થથી બને છે. નખને સુંદર અને આકર્ષક બનાવવા માટે લોકો મોંઘા-મોંઘા બ્યુટી પાર્લરમાં જઈને નેલ આર્ટ, નેલ ક્રીમ અને મેનીક્યોર વગેરે કરાવે છે. જોકે નખની આ સુંદરતા ટેમ્પરરી હોય છે.

જો તમે ઈચ્છતા હો કે તમારા નખ હંમેશા લાંબા, મજબૂત અને ખૂબસૂરત બની રહે તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ કેટલાક ઘરેલુ ઉપાયો. આ એકદમ સરળ ઉપાય અજમાવવાથી તમારા નખ લાંબા, મજબૂત અને ખુબસુરત થઈ જશે.

(1) સંતરાનો રસ:


સૌથી પહેલા એક વાટકીમાં સંતરાનો રસ કાઢી લો. પછી આ રસમાં તમારા નખને 15 થી 20 મિનિટ સુધી ડુબાડી રાખો.

ત્યારબાદ હૂંફાળા પાણીથી હાથ ધોઈને હાથ પર માશ્ચરાઈજર લગાવી લો.

(2) કોપરેલ તેલ:


રાત્રે સૂતા પહેલા કોપરેલ તેલને સાધારણ ગરમ કરી લો. પછી આ તેલમાં 10 થી 15 મિનિટ તમારા નખને ડુબાડી રાખો. ત્યારબાદ હાથને સાબુ વડે ધોઈ લો.

(3) ટમેટાનો રસ :


અડધી વાટકી જેટલો ટમેટાનો રસ લો અને તેમાં 2 ચમચી ઑલિવ ઑઈલ મિક્સ કરી લો. આ મિક્સમાં તમારા નખને ઓછામાં ઓછા 15 મિનિટ ડુબાડી રાખો. આ રીત અપનાવવાથી માત્ર એક અઠવાડિયામાં નખ એકદમ ચમકદાર અને ખુબસુરત થઈ જશે.

(4) લીંબુનાં ટુકડા :

લીંબુનાં નાના-નાના ટુકડા કરી લો અને એને નખ પર ઘસો પછી નખને ગરમ પાણીમાં ધોઈ લો.

(5) બેકિંગ સોડા :


નખને સુંદર બનાવવા માટે ગરમ પાણીમાં બેકિંગ સોડા નાખીને તેમાં 10 મિનિટ માટે હાથ ડુબાડી રાખો. આ પ્રયોગ અઠવાડિયામાં માત્ર એક જ વખત કરવો. આમ કરવાથી નખ શાઈની બનશે.

(6) લીલા શાકભાજી :


ભોજનમાં કેલ્શિયમ યુક્ત લીલા શાકભાજીનું સેવન કરવાથી નખ મજબૂત બને છે. ઋતુ પ્રમાણે જુદા-જુદા ફળ પણ ખાવા જોઈએ.

(7) લસણ :


એક લસણની કળી લો. પછી તેને તમારા નખ પર 10 મિનિટ સુધી ધસો. રગડયા પછી હાથને ધોઈ લો અને માશ્ચરાઈજર કરી લો.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ ગમ્યો હોય તો શેર કરજો..

Leave a Reply

error: Content is protected !!