A થી ચાલુ થતા નામ વાળા વ્યક્તિ માં હોય છે આ ખૂબીઓ – વાંચી લો કઈ રીતે અલગ પડે છે આ વ્યક્તિ

આપણાં સમાજની પરંપરા છે કે જ્યારે પણ બાળકનો જન્મ થાય એટલે સૌથી પહેલા એનું નામ રાખવામાં આવે છે. દરેક ધર્મમાં ધાર્મિક રીત-રિવાજ મુજબ નામ રાખવાની પ્રક્રિયા છે. હિન્દૂ ધર્મમાં બાળકનું નામ કુંડળી મુજબ નક્કી કરવામાં આવે છે. વળી, કેટલાક લોકો પોતાના બાળકનું નામ સીધેસીધું પોતાની રીતે પણ રાખી લેતા હોય છે. જ્યારે બાળકનું નામ કુંડળી અને જ્યોતિષશાસ્ત્ર મુજબ રાખવામાં આવે છે ત્યારે એના ગુણ-દોષ અને સ્વભાવને ધ્યાનમાં લેવામાં આવે છે. દરેક નામનો ખાસ મતલબ હોય છે.

નામનાં પહેલા અક્ષરનો પ્રભાવ વ્યક્તિત્વ ઉપર પડે છે :


અંગ્રેજી એ.બી.સી.ડી.માં કુલ 26 અક્ષર છે. દરેક વ્યક્તિના નામનો પહેલો અક્ષર ખાસ હોય છે. શું તમે જાણો છો કે તમારા નામનો પહેલો અક્ષર તમારા વ્યક્તિત્વને ઘણી અસર કરે છે ? આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ”A” અક્ષરથી નામ ધરાવતા લોકોમાં ક્યાં-ક્યાં ગુણ-અવગુણ હોય છે. તો ચાલો જાણીએ કંઈક નવું…

જાણો ‘A’ નામવાળા વ્યક્તિનાં ગુણ-અવગુણ:

● ‘A’ નામવાળી વ્યક્તિ શિક્ષણ પ્રત્યે ખૂબ જ સજાગ હોય છે. તેઓ એક વખત કોઈ કામ કરવાનું ધારી લે તો કામ પુરૂ કરીને જ જંપે.

● તેઓ બીજાની વાત પર તરત વિશ્વાસ કરી લે છે જેનાં કારણે એમને નુક્શાન વેઠવું પડે છે.

● આ નામવાળા વ્યક્તિ થોડા ગુસ્સેલ અને જિદ્દી હોય છે.

● આ નામવાળા લોકો એકલા રહેવાનું પસંદ કરતાં હોય છે. મતલબ, એકલહુળા હોય છે.

● એમને દરેક વસ્તું માટે ઘણી મહેનત કરવી પડે છે. એમ છતાં તેઓ ખૂબ જ ધીરજપૂર્વક જીવન જીવે છે. એમનો આ ગુણ એમને જોઈતી સફળતા અપાવે છે.

● A નામવાળા વ્યક્તિને જીવનમાં ઘણો સંઘર્ષ કરવો પડે છે, પણ એમને સફળતા ચોક્કસ મળે છે. તેઓ ખૂબ જ સમજદાર હોય છે. એમના આવા જ ખાસ ગુણોને લીધે સમાજમાં તેઓ આગવું સ્થાન પ્રાપ્ત કરે છે.

● આ નામવાળા લોકો એવું ઈચ્છતા હોય છે કે બધા લોકો એનું કહ્યું માને, પણ જ્યારે એવું નથી થતું ત્યારે તેઓ ખૂબ નિરાશ થઈ જાય છે.

● ‘A’ થી શરૂ થતાં નામવાળા લોકો જીવનમાં ખૂબ જ મોજ-મસ્તી કરે છે. તેઓ સમય-સંજોગ જોઈને યોગ્ય કાર્ય કરે છે. તેઓ સંજોગો અનુસાર નિર્ણયો લેવામાં નિષ્ણાત હોય છે.

● આ નામવાળા વ્યક્તિને છેતરપિંડીથી સખત નફરત હોય છે. આ લોકો કોઈ સાથે દગો નથી કરતા.

● આ નામવાળા વ્યક્તિ પોતાનાં પાર્ટનર પ્રત્યે હંમેશા વફાદાર રહે છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી તેઓ સાથ નિભાવે છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!