જેનાથી આખુ બોલીવુડ ડરે છે એવો સલમાન ખાન ફક્ત આ ૪ લોકોની સામે ઝુકે છે

બૉલીવુડમાં સિતારાઓની કમી નથી. અહીં એકથી એક પ્રતિભાશાળી સિતારાઓ છે. કેટલાક સિતારાઓ એવા છે કે જેમની લોકપ્રિયતા આજદિન સુધી જળવાઈ રહી છે, જેમ કે શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન વગેરે. આ બોલીવુડની એવી ખાન ત્રિપુટી છે કે જેમની ફિલ્મ જોવા માટે દર્શકોની લાંબી-લાંબી લાઈનો લાગતી અને આજે પણ દર્શકોની ભીડ જમા થઈ જાય છે. આજની આ પોસ્ટમાં અમે આમાંના જ એક ખાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આજના આ આર્ટિકલમાં આપણે બૉલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન વિશે વાત કરીશું.

સલમાન બૉલીવુડના એક એવા અભિનેતા છે કે જે અવારનવાર મીડિયા હેડલાઈન્સમાં ચમકતા રહે છે. સલમાન ખાન એમના ગુસ્સા ઉપરાંત તેમની ઉદારતા માટે પણ જાણીતા છે. એ વાત નકારી શકાય નહીં કે, સલમાન બોલીવુડનો એકમાત્ર દરિયાદિલ અભિનેતા છે કે જે લોકોની મદદ માટે હંમેશા આગળ રહે છે. પણ તેનો ગુસ્સો પણ કોઈથી છુપાયેલો નથી. સલમાનના ગુસ્સા વિશે દરેકને ખબર છે. એમનો ગુસ્સો ક્યારે અને કોના ઉપર ઉતરશે એ કહી ન શકાય..

સલમાન ખાન બોલીવુડના જાણીતા સ્ટાર્સ પર પોતાનો ગુસ્સો ઠાલવી દે છે. અનુરાગ કશ્યપ, અરજીત સિંહ, વિવેક ઓબેરોય, ઋષિ કપૂર અને રેણુકા શહાણે જેવા જાણીતા સ્ટાર્સ સલમાનનાં ગુસ્સાનો શિકાર બની ચુક્યા છે. પરંતુ ઈન્ડસ્ટ્રીમાં કેટલાક લોકો એવા પણ છે જેની સામે સલમાન ખાનની બોલતી બંધ થઈ જાય છે. હકીકતમાં, સલમાન ખાન આ લોકોનો ખૂબ જ આદર કરે છે અને એમની સામે પોતાનું માથુ ઝુકાવી પણ શકે છે. આજે, અમે તમને એ લોકો વિશે જણાવીશું, જે સલમાન ખાનની ખૂબ જ નજીક છે અને સલમાન એમને હૃદયપૂર્વક માન-સન્માન આપે છે.

સલીમ ખાન :


આ લિસ્ટમાં પ્રથમ નામ આવે છે સલમાનનાં પિતા સલીમ ખાનનું. સલમાન ખાન પોતાના પિતાને ખૂબ જ પ્રેમ કરે છે. ઘણા પ્રસંગોએ સલમાન પોતાના પિતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. સલીમ ખાન પણ હંમેશા પુત્રને ગાઈડ કરવા તૈયાર રહે છે. તેઓ હંમેશા પુત્રને સાથ-સહકાર આપે છે. સુખ-દુઃખમાં હંમેશા સલીમ ખાન દિકરાની પડખે ઉભા રહ્યા છે.

અમિતાભ બચ્ચન :


ત્યારબાદ નામ આવે છે સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચનનું. સલમાન ખાન બિગ બીનો ખૂબ મોટો ચાહક છે અને તેને ખૂબ જ માન આપે છે. સલમાન અને અમિતાભ ઘણી ફિલ્મોમાં એકસાથે કામ કરી ચુક્યા છે. તેઓ ‘બાબુલ’ અને ‘બાગબાન’ જેવી હિટ ફિલ્મોમાં સાથે હતા. સલમાન ખાન અમિતાભને પોતાના ગુરુ માને છે.

ધર્મેન્દ્ર :


આ લિસ્ટમાં હવે પછીનો નંબર સુપરસ્ટાર ધર્મેન્દ્રનો છે. હકીકતમાં, બોબી દેઓલને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાવવામાં સલમાન ખાનનો મોટો હાથ છે. ધર્મ પાજીનાં કહેવાથી સલમાને બોબીને મદદ કરી હતી. તાજેતરમાં જ ધર્મેન્દ્ર પોતાના પુત્ર બોબી સાથે સલમાનના શો ‘દસ કા દમ’ માં પહોંચ્યા હતા. શો દરમિયાન ત્રણેયનું બોન્ડિંગ દેખાતું હતું.

અનિલ કપૂર :


આ લિસ્ટમાં છેલ્લુ નામ આવે છે અભિનેતા અનિલ કપૂરનું. હાલમાં જ સલમાન ખાન અને અનિલ કપૂર ફિલ્મ ‘રેસ-3’ માં નજર આવ્યા હતા. તમને જણાવી દઈએ કે સલમાન અને અનિલ કપૂર વચ્ચે ખૂબ જ પાક્કી દોસ્તી છે. સાથે જ બન્ને એકબીજાની ખૂબ જ ઈજ્જત કરે છે. જ્યારે બન્ને એકસાથે હોય છે ત્યારે ખૂબ જ મસ્તી-ધમાલ કરે છે.

દોસ્તો, આશા રાખીએ કે તમને અમારો આ આર્ટિકલ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ.

Leave a Reply

error: Content is protected !!