માતાએ ધાર્યું પણ નહિ હોય કે દીકરો આ રીતે પરત ફરશે – ક્લિક કરી વાંચો શું બન્યું

આજ સુધીમાં હિન્દુસ્તાનની સરહદ રક્ષા કરતા ન જાણે કેટલાયે નામી-અનામી શુરવીરોએ પ્રાણોની આહુતિ આપી છે.આપણે શાંતિથી રહી શકીએ એ માટે જ તો આપણા વિર જવાનો સીમા પર પ્રાણોની આહુતિનો યજ્ઞ ચલાવી રહ્યાં છે.અને એક આપણે છે જેને જાતિઓના વાઘા પહેરીને અંદરો-અંદર લડવાની હામ ફાટી જાય છે!

ટૂંપાતી જીભના છેલ્લા શ્વાસ સુણંતો એક બાલુડો રે –

વાતને એકાદ વર્ષ ઉપરનો સમય થયો છે.અમૃતસરનો રહેનાર ગુરમેલ સિંહ નામક જવાન પાકિસ્તાન દ્વારા કરાયેલ સીમાઉલ્લંઘન સીઝફાયરમાં જમ્મુની ધરતી પર શહિદ થયેલો.ઘરે પોતાના આશાવાદી પરીવારને એકલો છોડીને!

લગભગ ત્રણ વર્ષથી ગુરમેલ સિંહ પરીવાર માટે એક ઘર બનાવી રહ્યાં હતાં.રવિવારની એ સવારે પરીવારના લોકો એની વાટ જોતા હતાં.ગુરમેલ સિંહના આવવાની.પણ થયું એવું કે ગુરમેલ તો ના આવ્યાં પણ શબપેટીમાં રાષ્ટ્રધ્વજથી વીંટાયેલો એનો પાર્થિવ દેહ આવ્યો.અને પછી પત્ની કુભજીત કૌર,માતા ગુરમીત કૌર,પિતા તરસેમ સિંહ અને નાનો ભાઇ માલવિંદર ચોધાર આંસુએ રડી પડ્યાં.વળી,ગુરમીતની સાત વર્ષની નાનકડી પરી જેવી દિકરી રિપન દીપના આંસુ હવે કોણ લૂછવાનું હતું?એનો આઘાત કેવો હશે?એ બિચારી ડરી જ ગઇ.

પાછલા મહિનાની ૧૦ તારીખે એટલે કે ૧૦ નવેમ્બરે ગુરમેલ રજાઓમાં ઘરે આવેલ તો એ એવી મજાક કરીને એમની માતાને વારે-વારે ખીજવતાં કે હવે એ આવશે તો કફનમાં વીંટાયને જ આવશે!શબપેટીમાં જ એનું શરીર હશે!અને આટલું જ નહી,એ તો એવું પણ કહેતા કે જો આમ નહીં આવે તો એ રાજીનામું આપી દેશે બાકી સીધી રીતે તો ઘરે નહી જ આવે!અધૂરામાં પુરુ,નોકરીના પંદર વર્ષ પુરા કરવા આડે માત્ર નવ મહિના જ બાકી હતાં!વિધીની કેવી વિચિત્રતા?ન જાણ્યું જાનકીનાથે કે કાલે શું થવાનું છે!

ગુરમેલના ભાઇ મલવિંદરે કહેલુ કે,ઘણીવાર ગુરમીત એમ કહેતો કે આપણા ગામનું પ્રવેશદ્વાર એના નામ પરથી જ બનશે.આવું સાંભળતા જ માતાથી રહેવાતું નહી અને દિકરાના મોં પર હાથ રાખીને એ એવું ના બોલવા વિનંતી કરતી.પણ ખરેખર એ તો કોણ જાણતું હતું કે આ વખતે ગુરમેલની કહેલી વાત સત્ય સાબિત થશે!

ગુરમેલ સિંહની બલિદાની બાદ શ્રધ્ધાંજલી આપવા આવેલ પંજાબ સરકારના મંત્રી ડોક્ટર રાજકુમાર વેરકાએ ગુરમીત સિંહની પત્ની કુલજીત કૌરને ૫ લાખ રૂપિયા,માતા-પિતાને ૨ લાખ રૂપિયા અને પરીવારના અન્ય એક સભ્યને સરકારી નોકરી અને જમીન માટે પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરેલી.સાથે જ ગુરમેલની દિકરીને મફતમાં શિક્ષા અને પંચાયતની રજા બાદ ગુરમેલ સિંહનું સ્મારક પણ બનાવવાની જાહેરાત થયેલી.આ ઉપરાંત,શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં સાંસદ ગુરજીત ઔજલા અને ધારાસભ્ય વિક્રમસિંહ મજીઠિયા પણ આવેલા હતાં.એ પછી ભારે હ્રદયે અને ભીંજાયેલી આંખે આખા ગામે એના લાડકવાયાને વિદાય આપી.

ઢળતી સાંજની વેળા એક સરકારી સ્કુલમાં ગુરમેલના અંતિમ સંસ્કારની વિધિ રાખવામાં આવી.સરકારે તો અહીં વિજળી પહોંચાડવાનો કોઇ પ્રબંધ ન કર્યો પણ ટ્રેક્ટરની લાઇટોની રોશની અને મિડીયાના કેમેરાની લાઇટોને સહારે ગુરમીત સિંહના પિતાજીએ ભારે હૈયે દિકરાની ચિતાને અગ્નિદાહ આપ્યો.અનેક લોકો અહીં ઉપસ્થિત હતાં.એ શહિદનો આત્મા એની રડતી માંને જોઇને જાણે કહેતો હતો –

માળી!હું તો રાન પંખીડું રે…
માળી!હું વેરાન પંખીડું…
પ્રીતીને પીંજરે મારો જંપ્યો નો’તો જીવ તોફાની રે….!

Leave a Reply

error: Content is protected !!