Mojemoj.com

Best Gujarati Blog

તમારી દરેક આર્થિક સમસ્યા દુર કરવા મદદરૂપ થશે આ વાસ્તુ ટીપ્સ

વાસ્તુશાસ્ત્ર હિન્દુ ધર્મના અભિન્ન અંગ સમાન બની ચુકેલ છે.તેમને આર્કીટેક્ચરનું વિજ્ઞાન પણ કહેવાય છે.વાસ્તુશાસ્ત્રનું મહત્વ એટલા માટે વધૂ છે કારણ કે,તે મકાનના નિર્માણ માટેની યોગ્ય માહિતી પુરી પાડે છે.વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યાં પ્રમાણે ઘરનું નિર્માણ કરવામાં આવે છે.આમ કરવાથી કોઇ નક્ષત્ર,ગ્રહદશા વગેરેનો ભય રહેતો નથી.અને સુખ-શાંતિ જળવાઇ રહે છે.

ઘરની બનાવટ અને તેની અંદરના સુશોભન,ગોઠવણ માટે વાસ્તુશાસ્ત્રની મદદ લેવામાં આવે છે.વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરવામાં આવતા બાંધકામ ખરાબ અસર પડતી ના હોવાનું કહેવામાં આવે છે.

પાલન કરો આ સરળ વાસ્તુ ટીપ્સનું,બદલી જશે આર્થિક સ્થિતી –

જો ઘણીવાર એવું થાય કે,ઘણી મહેનત કરવા છતાં ઘરમાં આવેલો પૈસો ઘરમાં ટકી શકતો નથી.તો વધારે ચિંતા કરવાની આમાં જરૂર નથી જ!હાં,તમારે અમલ કરવાનો વાસ્તુની કેટલીક એકદમ સરળ ટીપ્સનો અને પછી જુઓ તમારી બદલાયેલી દશા!ફરીવાર આર્થિક પરિસ્થીતી સુધરી જશે.તો જાણી લઇએ આ કેટલીક સરળ ટીપ્સ વિશે :

અપનાવો આ ટીપ્સ –

(1)બની શકે તો ઘરના ઉત્તર-પૂર્વીય ખૂણાને બિલકુલ ખાલી રાખો.ત્યાં કોઇ વસ્તુ મુકશો નહી.નાછૂટકે મુકવું પડે એમ હોય તો કોઇ વજનમાં હલકો સામાન જ તે ખૂણા પર મુકવો.અગાસી પર જવાની સીડી પણ ઘરના એ ખૂણા માથે ના બનાવવી જોઇએ.

(2)તિજોરી કે કબાટ જેવી વસ્તુને ઘરના દક્ષિણ-પશ્વિમી ખૂણા પર મુકવી.અને તેનું મોં ઉત્તર તરફ ખુલે એમ રાખવું.આમ કરવાથી આપના પર ધનવર્ષા થાય છે એવી માન્યતા છે.કહેવાય છે કે,ઘરનો આ ખૂણો કુબેરનું નિવાસ સ્થાન છે.

(3)ઘરની ઉત્તર-પૂર્વીય દિવાસને વળાંકયુક્ત કે ઘુમાવદાર ના બનાવતા એને સીધી જ રહેવા દેજો.

(4)ઘરની છત દક્ષિણ-પશ્વિમ તરફથી ઉત્તર-પૂર્વીય દિશા તરફ ઢાળમાં રહે તેમ બનાવવી જોઇએ.બનાવતી વખતે એ પણ ધ્યાન રાખો કે,દક્ષિણ-પશ્વિમની છતનો ઢાળ ઉત્તર-પૂર્વ તરફથી ઉંચો રહેવો જોઇએ.

(5)બીમની નીચે તિજોરીને કદાપિ રાખવી નહી.કહેવાય છે કે,આનાથી પરીવારની સેહત પર ખરાબ અસર પડી શકે છે.

(6)ઘરના પૂર્વીય ખુણામાં કોઇ બિલ્ડીંગ બનાવવી એ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અયોગ્ય છે.જો અગાઉથી જ કોઇ ઇમારત મોજુદ છે તો એ ખ્યાલ રાખીને ઘર બાંધો કે એની છાયા આપને ત્યાં પડે નહી.

(7)પ્લોટ કે જમીન ખરીદતી વખતે એ ભૂલ કદાપિ ના કરતાં કે એ જમીન આસપાસની જમીન કરતા નીચાણમાં હોય.બરાબર સમથળ જમીન જ ખરીદવી.

(8)ઘરની ઉત્તર-પૂર્વીય દિશામાં કોઇ ઉંચું વૃક્ષ વાવવાથી બચવું જોઇએ.આ સંકેત વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અયોગ્ય માનવામાં આવે છે.

(9)આવાસની ઉત્તર-પૂર્વીય દિશામાં જો તમે પાણીનો ફુવારો મુકાવો છો તો એક વાતનું ધ્યાન રાખો કે એ ફુવારો હંમેશા ચાલતો રહેવો જોઇએ.એમાંથી પાણીની ધાર થવી જોઇએ.આમ થશે તો સદાય તમારામાં ઘરમાં સકારાત્મક ઊર્જા વહેતી રહેશે.

ઉપરની વાસ્તુ ટીપ્સનો અમલ કરીને તમે સકારાત્મક વાતાવરણ ઊભું કરી શકશો.કુબેરદેવને રાજી કરી શકશો.આર્ટીકલ યોગ્ય લાગે તો શેર કરજો,ધન્યવાદ!

નોંધ – ઉપરની માહિતીનો સંદર્ભ વાસ્તુશાસ્ત્ર છે.અમે પોતે નહી!

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!