પોતાનાથી 11 વર્ષ મોટી હિરોઇન સાથે લગ્ન કરી શકે છે અર્જુન કપૂર – ક્લિક કરી વાંચો નામ

બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. જી હાં, અર્જુન આ વખતે પોતાની ફિલ્મ નહિ, પણ અંગત જીવનને લઈને ચર્ચામાં છે. અર્જુન કપૂર પોતાની લાઈફને લઈને હેડલાઈન્સમાં છે, જેના લીધે એવું માનવામાં આવી રહ્યું છે કે તે જલ્દી લગ્ન કરી શકે છે. આમ પણ આ વર્ષ બોલીવુડ ઈન્ડસ્ટ્રી માટે લગ્નથી ભરેલું રહ્યું છે. ખૂબ જ જલ્દી બોલિવૂડની મશહૂર જોડી દિપીકા અને રણવીરનાં લગ્ન થવાના છે, એવામાં અર્જુન પણ પોતાનું મન બનાવી રહ્યા છે, પ્રાપ્ત વિગતો મુજબ આ વર્ષનાં અંત સુધીમાં લગ્નની ઘોષણા કરી શકે છે. તો ચાલો જાણીએ અર્જુનની ગર્લફ્રેન્ડ વિશે, કે જે અર્જુન કરતા 11 વર્ષ મોટી છે.

આજકાલ અર્જુન કપૂર પોતાનાથી 11 વર્ષ મોટી અભિનેત્રી મલાઈકા અરોરાને ડેટ કરી રહ્યો છે. એવામાં મીડિયાનું માનીએ તો અર્જુન મલાઈકા સાથે લગ્ન કરી શકે છે. જોકે, હજુ અર્જુન અને મલાઈકાએ આ વાતની પુષ્ટિ નથી કરી, પરંતુ એમના હાવ-ભાવ અને દોસ્તી જોતા એવું લાગે છે કે જલ્દી સત્તાવાર જાહેરાત થશે. આમ તો બન્ને ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે, પણ આજકાલ તો સોશિયલ મીડિયામાં પણ બન્ને એકસાથે જોવા મળી રહ્યા છે. હવે તેઓ પોતાનો સંબંધ છુપાવવા નહિ, પણ જગજાહેર કરવા માંગે છે.

હમણાં જ અર્જુન કપૂર અને મલાઈકા એક ટીવી પ્રોગ્રામમાં સાથે જોવા મળ્યા હતા, જેના કારણે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે કે અર્જુન અને મલાઈકા લગ્ન કરી શકે છે. આ સિવાય અર્જુન કપૂર સોશિયલ મીડિયા પર મલાઈકાનાં ફોટોને લાઈક અને કમેન્ટ્સ આપી રહ્યા છે. સલમાન ખાનનાં ભાઈ અરબાઝ સાથે તલાક લીધા પછી મલાઈકા અર્જુન કપૂર સાથે અવારનવાર જોવા મળી છે. તમને યાદ અપાવી દઈએ કે હમણાં 23 ઓક્ટોબરનાં રોજ મલાઈકાએ પોતાનો જન્મ દિવસ અર્જુન કપૂર સાથે ઉજવ્યો હતો.

સૂત્રોનું માનીએ તો અરબાઝ અને મલાઈકાનાં તલાકનું કારણ પણ અર્જુન કપૂર રહ્યો છે. એટલે હવે અર્જુનનો સંબંધ સલમાન ખાન સાથે બગડ્યો છે. તો વળી બીજી બાજુ અરબાઝનાં બીજા લગ્નને લઈને સલમાન ખાન રાજી નથી, કારણ કે એને લાગે છે કે ફરીવાર એના ભાઈને કોઈક દગો આપશે. સલમાનને પોતાના ભાઈની ચિંતા છે.

અર્જુન કપૂરનાં આ પરાક્રમ પછી, તેના ચાહકો હવે સાંભળવા આતુર છે કે બંને લગ્ન ક્યારે કરશે. અર્જુને મલાઈકાનાં ફોટોગ્રાફ્સને લાઈક અને કમેન્ટ્સ આપ્યા પછી એવું મનાય છે કે, તેઓ બન્ને ખૂબ જલ્દી તેના લગ્ન વિશે મોટી જાહેરાત કરશે, જેથી બંને કલાકારોના ચાહકો ખુશ થઈ જશે. જણાવી દઈએ કે હાલમાં અર્જુન કપૂર પોતાની કારકિર્દી તરફ ધ્યાન તો આપી જ રહ્યો છે, પરંતુ એવું માનવામાં આવે છે કે હવે તે પોતાના અંગત જીવન તરફ પણ ધ્યાન આપવા માંગે છે, જેના કારણે તે મલાઈકા સાથે લગ્ન કરી શકે છે.

મિત્રો ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ ફિલ્મી-રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!