શું તમે પણ ખરીદવા માગો છો જૂની કાર? -રાખો આ 4 વાતનું ખાસ ધ્યાન થશે ઘણા ફાયદાઓ

ઘણાબધા લોકોનું સપનું હોઈ કે તેમની પાસે ખુદની પોતાની કાર હોઈ. વધારે લોકો નવી કાર ખરીદે છે પણ અમુક લોકો એવા પણ હોઈ જે કાર ખરીદવાની તો ઈચ્છા ધરાવતા હોઈ પરંતુ બજેટ ઓછુ હોવાથી તેના માટે  નવી કાર ખરીદવું  થોડું મુશ્કેલ હોઈ છે. તેથી તેવા લોકો સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનો પ્લાન બનાવતા હોઈ છે જયારેઘણા લોકો ડ્રાઈવિંગ શીખવા માટે પણ જૂની કાર ખરીદતા હોઈ છે. પરંતુ લોકો જયારે જૂની કાર ખરીદતા હોઇ ત્યારે ઘણી ભૂલો કરે છે જે તેમને પાછળથી ભોગવવી પડે છે. જો તમે પણ જૂની કાર ખરીદવાનું વિચારતા હોઈ તો તમે સાચી જગ્યાએ આવ્યા છો, ખરેખર આજ અમે તમને બતાવશું કે જૂની કાર ખરીદતી વખતે કઈ-કઈ બાબતનું ધ્યાન રાખવું અને કઈ કઈ ચીઝ ચેક કરીને જૂની કાર ખરીદવી જોઈએ.

આજકાલ નાનામાં નાની ચીઝ થી લઈને મોટામાં મોટી કાર પણ તમને ઓનલાઈન મળી રહે છે. જો તમે ઈન્ટરનેટ પર તમારી કાર વેચવા માગો છો તો હજારો ખરીદવા વાળા મળી જાય છે અને જો તમે તમારા માટે નવી અથવા જૂની કાર ખરીદવા માંગતા હોઈ તો પણ તમને ઘણા વિકલ્પો મળી જશે. આજકાલ ઈન્ટરનેટ પર આવી ઘણી વેબસાઈટ છે જે જે ગાડીઓ ખરીદવાનું અને વેચવાનું કામ કરે છે. તમે તમારા  બજેટ પ્રમાણે કોઈ પણ કાર ખરીદી શકો છો તમને તે વેબસાઈટ પર સામેવાળાના નંબર મળી જાય છે તેમાં વાત કરીને તમે આગળ ડીલ કરી શકો છો.

જયારે પણ તમે કોઈ વેબસાઈટ પર જુની કાર ખરીદવાનું મન થાય તો તે સમયે તે કારની ડ્રાઈવિંગ ટેસ્ટ જરૂર કરી લો. તેથી તમને ખબર પડે કે તમારા માટે ઠીક છે કે નહિ. જો તમને ડ્રાઈવ ટેસ્ટ કરતી વખતે કાઈ ખામી નજર આવે તો તે કાર ન ખરીદવી.

ઘણીવાર થોડા વર્ષ પછી મોટી કાર કંપની તેના જુના મોડલ બંધ કરી દે છે, તેથી કોઈપણ કાર ખરીદો તો તે સરખીરીતે જાણી લો કે કંપનીએ તે મોડલ બંધ તો નથી કરી દીધું ને. ખરેખર થાય છે એવું કે કંપની એ જે મોડલ બંધ કરી દીધું હોઈ તેની કિંમત અચાનક ઘટી જાય છે. વળી જો તમારી કાર નો કોઈ પાર્ટ ખરાબ થઇ જાયતો બજારમાં મળતો પણ નથી તેથી તમને સર્વિસ દરમ્યાન પરેશાની થઇ સકે છે.

કોઈ પણ વાહનના ડોક્યુમેન્ટ બહુજ જરૂરી હોઈ છે જેની આપણે ઘણીબધી જગ્યાએ જરૂર પડે છે તેથી જૂની ગાડી લેતી વખતે તેના બધા જ ડોક્યુમેન્ટ ચેક કરીલો અને બધી માહિતી મેળવી લો, જેમકે ગાડીનું પ્રીમીયમ ભર્યું છે કે નઈ, તેનો વીમો છે કે નહિ વગેરે. સાથે જ રોડ ટેક્ષ ના પેપર અને ઓરીજનલ ઇન્વોઇસ વિષે પણ પૂછો.

જો તમે સાચા સમયે અને સાચા પ્લાન સાથે કાર ખરીદો તો ઘણો લાભ થઇ સકે છે. અને જો કાર ખરીદવાના સાચા સમયની વાત કરી તો તમે કોશિસ કરો કે વર્ષ પૂરું થયા પેલા જૂની કાર ખરીદો કેમકે તેમાં તમારે ઘણી બચાત થશે. ખરેખર થાય છે એવું કે વર્ષ પૂરું થયા પછી ગાડીનું મોડલ જુનું થઇ જાય છે જેથી તેમની કિંમતમાં ઘણો ઘટાડો થાય છે.

Leave a Reply

error: Content is protected !!