બચપણમાં હિટ પણ મોટા થઈને ફ્લોપ થયા આ 10 બોલીવુડ સ્ટાર્સ. નં 2 વિશે વાંચીને તો મને પણ આંચકો લાગ્યો
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો છે કે જેમણે બૉલીવુડમાં બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જેમાંથી અમુક બાળકો મોટા થઈને સ્ટાર બની ગયા, તો વળી કેટલાક એવા પણ છે કે જેમને સફળતા નથી મળી અને હજૂ સંઘર્ષ કરી રહ્યા છે. આજે આ પોસ્ટમાં, અમે તમને બોલીવુડનાં એવા સિતારાઓ વિશે જણાવીશું કે જેમણે બાળપણમાં તો પ્રેક્ષકો તરફથી ખૂબ પ્રેમ અને ખ્યાતિ પ્રાપ્ત કરી પરંતુ મોટા થઈને એટલી સફળતા ન મળી કે જેના તેઓ હકદાર હતાં. આમાંના કેટલાકની ગણતરી તો ફ્લોપ હીરો તરીકે થવા પણ લાગી છે. આજના આ પોસ્ટમાં, અમે તમને આવા જ કેટલાક બોલીવુડ સ્ટાર વિશે વાત કરવાનાં છીએ કે, જે બાળપણમાં ખૂબ સફળ અને પ્રસિદ્ધ હતા, પરંતુ મોટા થયા પછી તેઓ ફ્લોપ થઈ ગયા. તો ચાલો જાણીએ કંઈક નવું ફક્ત ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર
(1) ઈમરાન ખાન :

ઈમરાન ખાને ફિલ્મ ‘જો જીતા વહી સિકંદર’ અને ‘કયામત સે કયામત તક’ માં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. બાળપણમાં તો લોકોએ તેના અભિનયની ખૂબ જ પ્રશંસા કરી હતી પરંતુ મોટા થઈને એનો જાદુ ચાલ્યો નથી. ફિલ્મ ‘જાને તું યા જાને ના’ અને ‘દેલ્હી બેલ્લી’ સિવાય, તેની અત્યાર સુધીની બધી ફિલ્મો ફ્લોપ રહી છે.
(2) ઉર્મિલા માંતોડકર :
રંગીલા ગર્લ ઉર્મિલા માંતોડકર આમ તો બોલીવુડની જાણીતી હિરોઈન છે પણ તેણીને એ મંઝિલ પ્રાપ્ત નથી થઈ જેની તે હકદાર હતી. તેણીએ ‘કલિયુગ’ અને ‘માસૂમ’માં ચાઈલ્ડ આર્ટિસ્ટનાં રૂપમાં કામ કર્યું હતું. આ ફિલ્મો માટે તેણીને દર્શકો તરફથી ભરપૂર પ્રશંસા મળી હતી. ઉપરાંત તેણીએ ફિલ્મ ‘રંગીલા’, ‘સત્યા’ અને ‘પિંજર’માં બહેતરીન અભિનય કર્યો હતો.
(3) જુગલ હંસરાજ :
ભૂરી આંખો અને ગુડ લુક હોવા છતાં, બોલીવુડમાં જુગલ હંસરાજનો જાદુ ચાલ્યો નથી. તે ફિલ્મ ‘માસૂમ’માં બાળ કલાકાર તરીકે જોવા મળ્યો હતો, જેને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કર્યો હતો. પરંતુ મોટા થયા પછી, તેને ખાસ સફળતા મળી નથી.
(4) હંસિકા મોટવાની :
રાતો-રાત મોટી થઈ ગયેલી નાનકડી હંસિકા આજે સાઉથની લોકપ્રિય હિરોઈન બની ગઈ છે પણ બોલીવુડમાં તેણીને કંઈ ખાસ ઓળખ મળી નથી. તેણીએ ‘કોઈ મિલ ગયા’, ‘જાગો’ અને ‘હવા’ જેવી ફિલ્મોમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરીને દર્શકોનો ઘણો પ્રેમ મેળવ્યો હતો. તમને જણાવી દઈએ કે લીડ રોલમાં હંસિકાએ ફિલ્મ ‘આપકા સુરૂર’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતું. આ ફિલ્મમાં તેની સાથે હિમેશ રેશમિયા હીરો હતો.
(5) કુણાલ ખેમૂ:
કુણાલ ખેમૂએ બચપણમાં ‘હમ હૈ રાહી પ્યાર કે’, ‘રાજા હિન્દુસ્તાની’, ‘ભાઈ’ અને ‘જુડવા’ જેવી હિટ ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો હતો. પણ મોટા થઈને એટલી સફળતા નથી મળી કે જેટલી મળવી જોઈએ. જો કે ‘ઢોલ’, ‘ટ્રાફીક સિગ્નલ’ અને ‘ધમાલ’ જેવી ફિલ્મોમાં એનું કામ વખાણવા લાયક હતું.
(6) સના સઈદ:
ફિલ્મ ‘કુચ કુચ હોતા હૈ’ માં અંજલીનો કિરદાર નિભાવીને સનાને ઘણી ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી. પણ મોટા થઈને તેણી કંઈ ખાસ સફળતા મેળવી શકી નથી. જોકે તેણીએ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ અને ‘ફૂગલી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું પણ એના કામની કોઈ ખાસ નોંધ લેવાણી નથી.
(7) ઓંકાર કપૂર :
ઓંકાર કપૂરે નાનપણમાં ‘જુદાઈ’, ‘જુડવા’ અને ‘હિરો નંબર-1’ જેવી ફિલ્મોમાં પોતાના દમદાર રોલથી લોકોના દિલ જીત્યા હતાં પણ મોટા થઈને એમનું જાદુ ચાલ્યું નહીં. ઓંકાર કપૂર ‘પ્યાર કા પંચનામા-2’ માં કામ કરી ચુક્યા છે.
(8) આફતાબ શિવદાસાની:
આફતાબ શિવદાસાની ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ‘મિસ્ટર ઈન્ડિયા’, ‘ચાલબાઝ’ અને ‘શહેનશાહ’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે પણ હીરો તરીકે આટલો સફળ નથી રહ્યો. સોલો હીરો તરીકે ખાસ કંઈ ઉકાળ્યું નથી.
(9) આદિત્ય નારાયણ :
આદિત્ય નારાયણ આજ બોલીવુડનો ફેમસ સિંગર છે પણ બચપણમાં તે પોતાના અભિનયનાં રંગો પણ ફેલાવી ચુક્યો છે. આદિત્ય બચપણમાં ‘પરદેશ’, ‘અકેલે હમ અકેલે તુમ’ અને ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે. પણ જ્યારે મોટા થઈને ફિલ્મોમાં કામ કર્યું તો નિષ્ફળતા હાથ લાગી. જણાવી દઈએ કે તેણે બોલીવુડ ફિલ્મ ‘શાપિત’ થી ડેબ્યુ કર્યું હતું.
(10) પરજાન દસ્તૂર :
‘કુચ કુચ હોતા હૈ’, ‘જુબૈદા’ અને ‘મહોબ્બતે’ જેવી ફિલ્મોમાં પોતાનો શ્રેષ્ઠ અભિનય દેખાડનાર પરજાન દસ્તૂર મોટો થઈને કંઈ ખાસ કમાલ કરી શક્યો નથી. જો કે, તે ‘બ્રેક કે બાદ’, ‘સિકંદર’ અને ‘પરજાનિયા’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો પરંતુ દર્શકોએ તેને હીરો તરીકે સ્વીકાર્યો નથી.
દોસ્તો, આશા રાખીએ કે તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતાં નહીં.