ન્યૂઝપેપરમાં દેખાતા આ ચાર રંગનાં બિંદુઓનો મતલબ શું છે? જાણીને નવાઈ લાગશે

ન્યૂઝપેપર તો તમે રોજ સવારે તમારા ઘરમાં વાંચતાં જ હશો. ન્યૂઝપેપર વાંચતી સમયે તમે દરેક સમાચાર ધ્યાનથી વાંચતા હશો પરંતું એવા ઘણાં ઓછાં લોકો હશે જે ન્યૂઝપેપરની નીચે બનેલાં ચાર બિંદુઓ વિશે જાણતાં હોય. દરેક ન્યૂઝપેપરની સૌથી નીચે ચાર રંગના ટપકાં એક લાઇનમા બનેલાં હોય છે. આવી રોજબરોજની ઘણી વસ્તું આપણી આંખો સામે આવતી હોય છે પણ આપણે તેના વિશે જાણવાની કોશિશ નથી કરતા કે એનો મતલબ શું છે? તો ચાલો જાણીએ શું છે આ ચાર ટપકાંઓનો અર્થ.

ન્યૂઝપેપરમાં 4 રંગીન બિંદુઓ કેમ હોય છે?


જો કે, આ માહીતી તમારા માટે કદાચ આટલી મહત્વપૂર્ણ ન હોય, પરંતુ થોડી વધારે માહિતી મેળવવામાં કોઈ નુકસાન પણ નથી. જે અખબાર આપણે દરરોજ વાંચતા હોય તેના વિશે આવી નાની-નાની બાબત પણ ચોક્કસથી જાણી લેવી જોઈએ. હકીકતમાં, આ ચાર રંગોને CMYK (સિયાન, મેજેન્ટા, યલ્લો અને બ્લેક) કહેવામાં આવે છે, જે દરેક ન્યૂઝપેપરને છાપવામાં વપરાતા તમામ રંગોનાં આધાર રંગ છે.

મૂળભૂત રીતે કોઈપણ રંગને યોગ્ય પ્રમાણમાં રાખીને તેનો સાચો ઉપયોગ કરી શકાય છે. આ બધા રંગોની પ્લેટ એક પૃષ્ઠ પર અલગથી રાખવામાં આવે છે અને છાપકામ વખતે એક જ સ્થાને રહે છે. જો આ બિંદુઓ આ ક્રમમાં રહે, તો જ ચિત્રો સ્પષ્ટ રીતે તૈયાર થાય છે. જો આવું ન થાય તો ચિત્ર ધૂંધળા અને ખરાબ થઈ જાય છે, જેના પરિણામે રંગનું ઓવરલેપિંગ થાય છે.

કેટલા જરૂરી છે આ 4 રંગીન બિંદુઓ?


જો અલગ-અલગ રંગની પ્લેટ એકબીજા સાથે વ્યવસ્થિત ગોઠવાયેલ ન હોય તો ચિત્ર, આકૃતિ કે લખાણ યોગ્ય રીતે પ્રિન્ટ નહિ થાય. આ ચાર બિંદુઓનો ઉપયોગ રંગની ઘનતા અને રંગનું પ્રમાણ જણવા માટે પણ થાય છે. આ બિંદુઓ દૈનિક છપાતા અખબારોની ચોક્કસ સંખ્યા જાણવા અને તેનું વિશ્લેષણ કરવામાં ઉપયોગી છે. ઘણા લોકો એવું માને છે કે ન્યૂઝપેપરનાં પ્રિન્ટીંગ સમયે આ ચાર ટપકાં ભૂલથી પ્રિન્ટ થઈ ગયા હશે. હકીકતમાં, ન્યૂઝપેપર પર યોગ્ય રંગની પેટર્ન બનાવવા માટે, આ બિંદુઓ (ડોટ્સ) માર્કર તરીકે કામ કરે છે એટલે કે એક ચિહ્ન બનાવે છે. કદાચ તમે બાળપણમાં શીખ્યાં હશો કે, મુખ્ય રંગો લાલ, પીળો અને વાદળી હોય છે.

આ પેટર્ન પ્રિન્ટરમાં પણ લાગુ પડે છે. જો કે, પ્રિન્ટરમાં વધુ એક કલર બ્લેક ઉમેરાય છે. તો આ જે ચાર બિંદુઓ છે, તે CMYK ક્રમમાં બન્યા રહે છે. જો પ્રિન્ટીંગ પછી આ ડોટ્સ આ જ ક્રમમાં જળવાઈ રહે તો તેનો અર્થ એવો થાય છે કે પ્રિન્ટીંગ બરાબર થયું છે, અન્યથા તેમાં કંઈક ગડબડ છે. જો આવું ન થાય તો એક કલર ઉપર બીજો કલર ચડી જશે અથવા ફેલાઈ જશે અને ચિત્ર કે લખાણ ખરાબ થઈ થશે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ ઉપયોગી માહિતી પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો

Leave a Reply

error: Content is protected !!